For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

લોરેન્સ બિશ્નોઇએ કબુલ્યુ, સલમાન ખાનની હત્યાનુ કાવતરૂ રચ્યુ, હથિયારો પણ ખરીદ્યા

ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈ જેનું નામ પંજાબી ગાયક સિદ્ધુ મૂસેવાલાની હત્યામાં સામે આવ્યું છે. બિશ્નોઈએ પૂછપરછ દરમિયાન ઘણા મહત્વના ખુલાસા કર્યા છે. પૂછપરછ દરમિયાન ખુલાસો થયો છે કે તે 2018માં સલમાન ખાનને મારવા માંગતો હતો, તે સ

|
Google Oneindia Gujarati News

ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈ જેનું નામ પંજાબી ગાયક સિદ્ધુ મૂસેવાલાની હત્યામાં સામે આવ્યું છે. બિશ્નોઈએ પૂછપરછ દરમિયાન ઘણા મહત્વના ખુલાસા કર્યા છે. પૂછપરછ દરમિયાન ખુલાસો થયો છે કે તે 2018માં સલમાન ખાનને મારવા માંગતો હતો, તે સલમાન ખાનને કાળા હરણના શિકારનો પાઠ ભણાવવા માંગતો હતો. સૂત્રોના જણાવ્યા અનુસાર પંજાબ પોલીસની પૂછપરછ દરમિયાન બિશ્નોઈએ સિદ્ધુ મુસેવાલાની હત્યાના કાવતરા અંગે ખુલ્લેઆમ વાત કરી છે. તેણે જ ગેંગસ્ટર સંપત નેહરાને મુંબઈમાં હત્યા માટે મોકલ્યો હતો. નેહરાએ આ પહેલા સલમાન ખાનના ઘરની રેકી કરાવી હતી.

હત્યાનુ ષડયંત્ર

હત્યાનુ ષડયંત્ર

બિશ્નોઈએ પોલીસને જણાવ્યું હતું કે નેહરા પાસે માત્ર પિસ્તોલ હતી, સલમાન ખાન પર દૂરથી હુમલો કરવા માટે તેની પાસે લાંબા અંતરના હુમલાનું હથિયાર નથી. જેથી તેણે હત્યા માટે 4 લાખની કિંમતની રાઈફલ ખરીદી હતી. પરંતુ 2018માં પોલીસે દિનેશ ડાગર પાસેથી હથિયાર કબજે કર્યું હતું, જેની મદદથી રાઈફલ મંગાવી હતી અને હત્યાનું કાવતરું નિષ્ફળ ગયું હતું. જણાવી દઈએ કે આ પહેલા 6 જુલાઈના રોજ સલમાન ખાનના વકીલ હસ્તિમલ સારસ્વતે કહ્યું હતું કે તેમને લોરેન્સ બિશ્નોઈ ગેંગ તરફથી જાનથી મારી નાખવાની ધમકી મળી છે. સારસ્વતે સલમાન ખાનના કાળિયારનો કેસ લડ્યો હતો.

સલમાન પર કેસ થયો દાખલ

સલમાન પર કેસ થયો દાખલ

સલમાન ખાન પર રાજસ્થાનના કંકણીમાં બે કાળિયારનો શિકાર કરવાનો આરોપ હતો. આ મામલો ત્યારે સામે આવ્યો જ્યારે ફિલ્મ હમ સાથ સાથ હૈનું શૂટિંગ ચાલી રહ્યું હતું. ભારતીય વન્યજીવ સંરક્ષણ અધિનિયમ 1972 ની કલમ 9/51 હેઠળ બોલિવૂડ અભિનેતા વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો હતો. તેના પર લાયસન્સ સમાપ્ત થયા પછી પણ હથિયાર રાખવાનો આરોપ હતો જેથી તે કાળિયારનો શિકાર કરી શકે. 2018માં સલમાન ખાનને 5 વર્ષની જેલની સજા ફટકારવામાં આવી હતી. જોધપુર કોર્ટે તેને સજા સંભળાવી હતી. જોકે બાદમાં તેને જામીન મળી ગયા હતા.

સલમાન ખાનને કેમ મારવા માંગતો હતો

સલમાન ખાનને કેમ મારવા માંગતો હતો

લૉરેન્સ બિશ્નોઈએ પૂછપરછ દરમિયાન કબૂલ્યું છે કે જ્યારે તે ફરાર હતો ત્યારે તેણે સંપર નેહરાને અનેક મેસેજ મોકલ્યા હતા. સૂત્રોના જણાવ્યા અનુસાર બિશ્નોઈ સમાજ માટે કાળા હરણને તેમના ગુરુ ભગવાન જંબાજી ઉર્ફે જંબેશ્વરનો અવતાર માને છે. આ જ કારણ છે કે લોરેન્સ બિશ્નોઈ સલમાન ખાનથી બદલો લેવા માંગતા હતા. તે ઈચ્છતો હતો કે સલમાન ખાન અને તેના પિતા જાંબાજી મંદિરમાં જાહેરમાં માફી માંગે, નહીં તો તેમને મારી નાખવામાં આવશે.

English summary
Lawrence Bishnoi confesses to plotting to assassinate Salman Khan
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X