
અનોખા લગ્નઃ પ્રેમીએ છેતરવાનુ વિચાર્યુ તો પોલિસ પાસે પહોંચી પ્રેમિકા, પોલિસ સ્ટેશનમાં જ લીધા સાત ફેરા
કોટાઃ અજબ પ્રેમની આ ગજબ કહાની રાજસ્થાનના કોટા જિલ્લાના રાજગંજમંડી વિસ્તારની છે. અહીં એક જ મહોલ્લાના યુવક યુવતી વચ્ચે લાંબા સમયથી પ્રેમ ચાલી રહ્યો હતો. વાત લગ્ન સુધી પહોંચી તો પ્રેમી ફરી ગયો. પ્રેમીના લગ્નથી ઈનકાર કરવા પર પ્રેમિક ફરિયાદ લઈને પોલિસ સ્ટેશન પહોંચી ગઈ. ત્યારબાદ પોલિસે બંનેના પરિવારજનોને પોલિસ સ્ટેશન બોલાવ્યા અને ત્યાં એક મંદિર પરિસરમાં તેમના લગ્ન કરાવી દીધા.
પોલિસના જણાવ્યા અનુસાર કોટા જિલ્લાના રામગંજમંડીમાં મારુતિ નગર નિવાસી 22 વર્ષીય ગૌરી ઉર્ફે નંદની લાંબા સમયથી પોતાના જ મહોલ્લાના 24 વર્ષીય મોતીલાલને પ્રેમ કરતી હતી. ગૌરી પોતાના પ્રેમી મોતીલાલ સાથે લવ મેરેજ કરવા માંગતી હતી. પ્રેમીએ ઈનકાર કરી દેતા ગૌરી પોલિસ સ્ટેશનમાં ફરિયાદ કરવા ગઈ. ત્યારબાદ પોલિસે આજે બંને પક્ષોના અમુક લોકોને પોલિસ સ્ટેશન બોલાવ્યા અને સમજાવટથી બંનેના એ જ સમયે લગ્ન કરાવવાનો નિર્ણય કર્યો. બંને પક્ષો પરસ્પર રજામંદીથી લગ્ન માટે રાજી થઈ ગયા.
આ મહિનાના અંત સુધીમાં મળશે રશિયાની કોરોના વેક્સીન સ્પૂતનિક-V
ત્યારબાદ પોલિસે બંને પાસે લેખિતમાં પણ શપથપત્ર લીધા. પ્રેમી યુગલે પોલિસ સ્ટેશન પરિસરમાં સ્થિત મંદિરમાં જ એકબીજાના ગળામાં માળા પહેરાવી અને પરિવારના સભ્યો સાથે પોલિસ સ્ટેશન અધિકારીના પણ આશીર્વાદ લીધા.
પ્રેમી યુગલે પોલિસ સ્ટેશન પરિસરમાં જ એકબીજાને માળા પહેરાવી અને પરિવારના સભ્યો સાથે પોલિસ અધિકારીના આશીર્વાદ લીધા. ત્યારબાદ બધાની સંમતિથી યુવક-યુવતીએ પોલિસ સ્ટેશન પરિસરમાં સ્થિત મંદિરમાં ફૂલહાર કર્યા. ત્યારબાદ બંને બાઈક પર સવાર થઈને ઘરે રવાના થઈ ગયા.