પારિકરે પીએમ પદના ઉમેદવારના સમાચારને ગણાવ્યા બકવાસ

Posted By:
Subscribe to Oneindia News

પણજી, 16 જાન્યુઆરી: ગોવાના મુખ્યમંત્રી મનોહર પારિકરે મીડિયામાં આવેલા તે સમાચારોને બકવાસ ગણાવ્યા હતા, જેમાં કહેવામાં આવ્યું હતું કે પાર્ટીની ઇચ્છા હશે તો તે વડાપ્રધાન પદના ઉમેદવાર બનવા માટે તૈયાર છે.

તેમને એક નિવેદનમાં જણાવ્યું હતું કે ભાજપના વડાપ્રધાન પદના ઉમેદવાર પર વિવાદ ઉભો કરવા માટે દુર્ભાવનાપૂર્ણ ઇરાદા સાથે આ વાત ગઢવામાં આવી છે. ભાજપના નેતાએ પત્રકાર સાથે વાતચીત દરમિયાન ફક્ત એટલું જ જણાવ્યું હતું કે આ ટોચના પદ માટે ભાજપના ઉમેદવાર કોણ હોવા જોઇએ, આ મુદ્દે આમ આદમી પાર્ટીને કંઇ કહેવાનો કોઇ હક નથી.

manohar-parrikar

મનોહર પારિકરે કહ્યું હતું કે વડાપ્રધાન પદના ઉમેદવાર વિશે ભાજપે નિર્ણય કરવાનો છે અને પાર્ટીએ નરેન્દ્ર મોદીના પક્ષમાં પોતાની પસંદગી વ્યક્ત કરી છે.

English summary
Goa Chief Minister Manohar Parrikar on Wednesday rubbished media reports which quoted him saying that he was ready to consider becoming Prime Ministerial candidate if his party asks him.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.