For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

મહેબૂબા મુફ્તીએ કહ્યું - BJPથી છૂટકારોએ 1947 કરતાં મોટી આઝાદી હશે

જમ્મુ-કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી અને પીપલ્સ ડેમોક્રેટિક પાર્ટી (PDP)ના વડા મહેબૂબા મુફ્તી ઉત્તર પ્રદેશના રાજકીય દંગલમાં આવી ગયા છે. તેમણે સત્તાધારી ભાજપ પર શાબ્દિક પ્રહારો કર્યા હતા.

|
Google Oneindia Gujarati News

જમ્મુ-કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી અને પીપલ્સ ડેમોક્રેટિક પાર્ટી (PDP)ના વડા મહેબૂબા મુફ્તી ઉત્તર પ્રદેશના રાજકીય દંગલમાં આવી ગયા છે. તેમણે સત્તાધારી ભાજપ પર શાબ્દિક પ્રહારો કર્યા હતા. મહેબૂબાએ કહ્યું હતું કે, ભાજપથી છૂટકારો મેળવવો એ 1947 કરતાં મોટી સ્વતંત્રતા હશે. ઉત્તર પ્રદેશમાં વિધાનસભાની ચૂંટણીઓ યોજાવા જઈ રહી છે, અને તેથી તેઓ (ભાજપ) ઔરંગઝેબ અને બાબરને અહીંયા બોલાવી રહ્યા છે.

Mehbooba Mufti

મહેબૂબાએ જણાવ્યું હતું કે, આ વિધાનસભા ચૂંટણી અમારા માટે બીજેપીથી છૂટકારો મેળવવાની તક છે... તેમની પાસેથી જીત મેળવવી એ એક મહાન સ્વતંત્રતા હશે.

મહેબૂબા મુફ્તીએ ભારતીય જનતા પાર્ટીની કાર્યશૈલી પર સવાલ ઉઠાવ્યા હતા. તેમણે આદિવાસી યુવા સંમેલનમાં જણાવ્યું હતું કે, ઉત્તર પ્રદેશમાં આ પાર્ટીથી છૂટકા મેળવવો એ 1947થી મોટી આઝાદી હશે. કારણ કે, આ લોકો દેશના ભાગલા પાડવા માગે છે. જો તમે વિકાસનું વચન આપ્યું છે, તો ઉત્તર પ્રદેશમાં વિકાસ બતાવો. મારી પાસે શું છે? મુફ્તીએ કહ્યું કે, ભાઈઓ અને બહેનો, ભાજપનો વિકાસ નથી થતો. બલકે તે સત્તા માટે હિંદુ-મુસ્લિમ વચ્ચે નફરત પેદા કરે છે. દેશને તેમનાથી આઝાદી જોઈએ છે.

મુફ્તીએ કહ્યું કે, "આ લોકો (ભાજપ) દેશને તોડવા માગે છે. આ લોકો લડવાનું ષડયંત્ર રચે છે. તેઓ મુસ્લિમને મુસ્લિમ સાથે લડાવે છે. ગુર્જર બકરવાલ પહાડીને લડાવવા માગે છે. હિન્દુ-મુસ્લિમ કરતા રહો. હું બધાને બોલાવું છું. એક થાઓ. ભાજપ સામે બધાએ એક થવાની જરૂર છે. ભાજપના લોકો માત્ર ધર્મના નામે નફરત ઉભી કરીને મત લેવા માગે છે.

મુફ્તીએ રૂપનગરમાં આદિવાસી લોકોના મકાનો તોડી પાડવાની ઘટનાને લઈને પણ ભાજપને ઘેરી હતી. તેમણે આદિવાસી યુવાનોને અપીલ કરી હતી કે, તમે કલમ અને વોટની શક્તિથી ભાજપ સામે લડો. પથ્થર અને બંદૂક ઉપાડશો નહીં. આ (ભાજપ) જ ઈચ્છે છે કે, તમને તક મળે. હું કહું છું કે જે લોકો ગોડસેની પૂજા કરે છે તે ક્યારેય હિંદુ ન હોય શકે. મુફ્તીએ જણાવ્યું હતું કે, ગરીબોની દુશ્મન ભાજપ સરકાર પાસે કોઈ માનવીય ચહેરો નથી.

ઉલ્લેખીય છે કે, સોમવારના રોજ બપોરે મહેબૂબા પાર્ટીના નેતાઓ સાથે રૂપ નગરમાં વિરોધ સ્થળ પર પહોંચી હતી. જ્યાં તેમણે વિરોધ કરી રહેલા લોકોને સમર્થન આપ્યું છે. આ સાથે ઉપરાજ્યપાલને અપીલ કરી કે, તેઓને તે જગ્યાએ ફરીથી ઘર આપવામાં આવે જેમના મકાનો નોટિસ વિના તોડી પાડવામાં આવ્યા હતા. તે જ સમયે મહેબુબા મુફ્તીએ જણાવ્યું હતું કે, વહીવટી તંત્ર ભાજપના નેતાઓના ગેરકાયદેસર બાંધકામ પર મૌન બેઠું છે. તેમના કહેવા પર વહીવટી તંત્ર એકતરફી કાર્યવાહી કરી રહ્યું છે.

English summary
Mehbooba Mufti said - getting rid of BJP will be a bigger freedom than 1947, UP's election is a chance.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X