
મોદી સરકારે યાદી જાહેર કરી, આ 75 જિલ્લા લૉકડાઉન કર્યા
નવી દિલ્હીઃ કોરોનાવાઈરસના સંક્રમણના વધતા મામલા અને જનતા કર્ફ્યૂને મળેલી મોટી સફળતાને જોતા કેન્દ્રની મોદી સરકારે રાજ્યોને દેશના કુલ 75 જિલ્લાને સંપૂર્ણપણે લૉકડાઉન કરવાની સલાહ આપી છે. આ ઉપરાંત કેન્દ્ર સરકારે રાજ્યોને એમ પણ કહ્યું કે તેઓ પોતાના આંકલન અને પરિસ્થિતિઓના હિસાબે લૉકડાઉન કરાતા જિલ્લાઓની સંખ્યા વધારી શકે છે. આ દરમિયાન જરૂરી સેવાઓ છોડીને બાકી બધી જ ચીજો બંધ રહેશે. આ વ્યવસ્થા હાલ 31 માર્ચ સુધી જ કરવામાં આવી છે. આ ઉપરાંત કેટલાક રાજ્યોએ પહેલા જ પોતાની બધા જિલ્લામાં 31 માર્ચ સુધી આવા પ્રકારના લૉકડાઉનની ઘોષણા કરી હતી.

આ જિલ્લામાં લૉકડાઉન
- રાજસ્થાનઃ ભિલવાડા, ઝુનઝુનુ, સિકર અને જયપુર
- તમિલનાડુઃ ચેન્નઈ, ઈરોડે અને કંચિપુરમ
- તેલંગાણાઃ ભદ્રાદ્રી કોઠાગુદમ, હૈદરાબાદ, મેડચઈ, રંગદા રેડ્ડી અને સાંગા રેડ્ડી
- ઉત્તર પ્રદેશઃ આગરા, જીબી નગર, ગાઝિયાબાદ, વારાણસી, લખિમપુર ખેરી અને લખનઉ
- ઉત્તરાખંડઃ દેહરાદુન
- પશ્ચિમ બંગાળઃ કોલકાતા અને નોર્થ 24 પરગના
- કર્ણાટકઃ બેંગ્લોર, ચિક્કાબલ્લાપુરા, મૈસુર, કોડગુ અને કાલબુર્ગી
- કોરળઃ અલપુઝા, એરનાકુલમ, ઈડુક્કી, કન્નુર, કેસરગોડ, કોટ્ટાયમ, મલ્લપુરમ, પથાનમિથિટ્ટા, થિરુવનંતપુરમ અને થ્રિસુર
- લદ્દાખઃ કારગિલ અને લેહ
- મધ્ય પ્રદેશઃ જબલપુર
- મહારાષ્ટ્રઃ અહમદનગર, ઔરંગાબાદ, મુંબઈ, નાગપુર, મુંબઈ સબ-ઉર્બ, પુણે, રતનાગિરી, રૈગાડ, થાણે, યાવતલામ
- ઓરિસ્સાઃ ખુરદા
- પોંડિચેરીઃ માહે
- પંજાબઃ હોશિયારપુર, SAS નગર અને SBS નગર
- આંધ્ર પ્રદેશઃ પ્રકાશમ, વિજયવાડા અને વાઈઝાગ
- ચંદીગઢઃ ચંદીગઢ
- છત્તીસગઢઃ રાયપુર
- દિલ્હીઃ સેન્ટ્રલ, ઈસ્ટ દિલ્હી, નોર્થ દિલ્હી, નોર્થ વેસ્ટ દિલ્હી, નોર્થ ઈસ્ટ દિલ્હી, સાઉથ દિલ્હી અને વેસ્ટ દિલ્હી.
- ગુજરાતઃ કચ્છ, રાજકોટ, ગાંધીનગર, સુરત, વડોદરા અને અમદાવાદ
- હરિયાણાઃ ફરિદાબાદ, સોનપત, પંચકુલા, પાણીપત, ગુરગામ
- હિમાચલ પ્રદેશઃ કાંગરા
- જમ્મુ અને કાશ્મીરઃ શ્રીનગર અને જમ્મુ.

કોરોનાને હરાવવા માટે મોટું પગલું
કેન્દ્ર સરકારે રાજ્યોને દેશના એવા તમામ જિલ્લાને સંપૂર્ણપણે બંધ રાખવાની સલાહ આપી છે જ્યાં કોરોનાથી સંક્રમિત દર્દીઓ મળી આવ્યા હોય અથવા પીડિત દર્દીનું મોત થયું હોય. આ બધા જ જિલ્લાઓમાં 31 માર્ચ સુધી લૉકડાઉન કરવામાં આવ્યું છે.

ભારતમાં કોરોનાના કેસ
આજે વિવિધ રાજ્યોમાંથી કુલ 60 લોકોના કોરોનાના ટેસ્ટ પોજિટિવ આવ્યા છે, આ નવા 60 કેસને ઉમેરતા ભારતમાં કોરોના સંક્રમિતોની સંખ્યા 324 થઈ ગઈ છે અને ભારતમાં આ રોગને કારણે કુલ 7 લોકો મૃત્યુ પામ્યા છે. સુરતમાં સારવાર લઈ રહેલ દર્દી આજે મૃત્યુ પામ્યો.
મહારાષ્ટ્રમાં કોરોનાવાયરસથી થતી વિનાશને ધ્યાનમાં રાખીને કલમ 144 લાગુ, કોઈ વિદેશી વિમાન મુંબઇમાં નહીં