For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

'15 વર્ષમાં બનશે અખંડ ભારત', ભાગવતના નિવેદન પર રાઉતનો પલટવાર, 'વર્ષ નહિ, 15 દિવસમાં POK જોડો'

મોહન ભાગવતના નિવેદન પર શિવસેનાના સંજય રાઉતે પલટવાર કર્યો છે.

|
Google Oneindia Gujarati News

નવી દિલ્લીઃ RSS પ્રમુખ મોહન ભાગવતે કહ્યુ છે કે 15 વર્ષોમાં ભારત એક અખંડ રાષ્ટ્ર બનશે. ઉત્તરાખંડના હરિદ્વારમાં મોહન ભાગવતે કહ્યુ કે સનાતન ધર્મ જ હિંદુ રાષ્ટ્ર છે. 15 વર્ષોમાં ભારત ફરીથી અખંડ ભારત બનશે અને આ બધુ આપણે પોતાની આંખોથી જોઈશુ. મોહન ભાગવતના નિવેદન પર શિવસેનાના સંજય રાઉતે પલટવાર કર્યો છે. સંજય રાઉતે કહ્યુ, 'આરએસએસ ચીફ મોહન ભાગવતે કહ્યુ કે 15 વર્ષમાં ભારત ફરીથી અખંડ રાષ્ટ્ર બનશે, હું કહુ છુ કે સૌથી પહેલા પીઓકેને જોડવુ પડશે, સૌથી પહેલા પીઓકને ભારતમાં શામેલ કરવાનુ છે અને પછી પાકિસ્તાન, શ્રીલંકા અને અન્યને પણ અખંડ ભારત બનાવવાના છે પરંતુ આને 15 દિવસમાં કરવાનુ વચન આપો, 15 વર્ષમાં નહિ.'

raut-bhagwat

મોહન ભાગવતે કહ્યુ, 'અમે અહિંસાની જ વાત કહીશુ પરંતુ આ વાત હાથમાં દંડા લઈને નહિ કહીએ. અમારા મનમાં કોઈ દ્વેષ, શત્રુતા ભાવ નથી પરંતુ દુનિયા શક્તિને જ માને છે તો અમે શું કરીએ. જે પણ તથાકથિત લોકો સનાતમ ધર્મનો વિરોધ કરે છે, તેમનો પણ એમાં સહયોગ છે, જો તે વિરોધ ના કરતા તો હિંદુ જાગતા નહિ કારણકે એ તો સૂતા રહે છે.'

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ(આરએસએસ)ના પ્રમુખ મોહન ભાગવતે હરિદ્વારમાં એક કાર્યક્રમમાં બોલતા કહ્યુ કે 'ધર્મ'ને પ્રોત્સાહન આપવાના પ્રયાસોથી ભારતને ઉદય થશે. તેમણે કહ્યુ, 'ધર્મ અને ભારત પર્યાયવાચી છે અને ભારત માતાના બાળકો તરીકે, આપણે સનાતન ધર્મના કારણને ચેમ્પિયલ બનાવવા જોઈએ...પોતાના લક્ષ્ય તરફ ભારતની યાત્રા પહેલા જ શરુ થઈ ચૂકી છે. આગળ વધીને, આ યાત્રાએ માત્ર ત્વરણ અને કોઈ બ્રેક ન જોવો જોઈએ.'

આરએસએસ પ્રમુખે આગળ કહ્યુ, 'એક હજારથી વધુ વર્ષો સુધી, આપણને નષ્ટ કરવાના પ્રયત્નો કરવામાં આવ્યા પરંતુ આપણે પોતાના ધર્મને જાળવી રાખ્યો અને આની શક્તિએ આપણને જીવિત રહેવામાં મદદ કરી. ભારત ત્યાં સુધી નહિ અટકે જ્યાં સુધી તે એ દેશ ન બની જાય જેનુ સ્વામી વિવેકાનંદ અને શ્રી અરબિંદોએ સપનુ જોયુ હતુ. વર્તમાન પેઢીએ એક ધર્મ-પ્રાણ ભારત એટલે કે ધર્મને પોતાની આત્મા તરીકે જોવા મળશે.' ભાગવતે આગળ કહ્યુ, 'ભારત અહિંસાના રસ્તે ચાલવાનુ ચાલુ રાખશે પરંતુ પોતાની રક્ષા માટે પોતાની રક્ષા શક્તિ પણ વધારશે અને જરુર પડવા પર તેનો ઉપયોગ પણ કરશે.'

English summary
Mohan Bhagwat remarks Akhand Bharat will be made in 15 years sanjay raut reply
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X