
જાણો દેશના પહેલા વૉર મેમોરિયલ વિશે જેનુ ઉદઘાટન આજે કરશે પીએમ મોદી
આજે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ઈન્ડિયા ગેટથી થોડી દૂર સ્થિત નેશનલ વૉર મેમોરિયલને દેશના નામે સમર્પિત કરશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વર્ષ 2014માં થયેલી લોકસભા ચૂંટણી દરમિયાન એક વૉર મેમોરિયલનું વચન આપ્યુ હતુ. તેના ઉદઘાટન સાથે જ તે સેના, વાયુ સેના અને નૌસેનાના સૈનિકોને આપેલુ પોતાનું વચન પણ પૂરુ કરશે. ભારતમાં આ પહેલા એવુ વૉર મેમોરિયલ છે જ્યાં આઝાદી બાદ થયેલા દરેક યુદ્ધના શહીદોના નામ અંકિત છે. અત્યાર સુધી દેશમાં આ પ્રકારનું કોઈ પણ વૉર મેમોરિયલ નહોતુ. જાણો ભારત માટે આ વૉર મેમોરિયલનું શું મહત્વ છે અને આની શું ખાસિયતો છે.

24, 942 સૈનિકોની યાદમાં બન્યુ
આ વૉર મેમોરિયલને 25,942 સૈનિકોની યાદમાં બનાવવામાં આવ્યુ છે. ઈન્ડિયા ગેટ પાસે સ્થિત આ વૉર મેમોરિયલ પર જે યુદ્ધ કે ખાસ ઑપરેશનમાં શહીદ થયેલા સૈનિકોના નામ અંકિત છે તેમાં 1947-48માં ગોવા ક્રાંતિ, 1962માં ચીન સાથે થયેલુ યુદ્ધ, 1965 અને 1971માં પાકિસ્તાન સાથે યુદ્ધ ઉપરાંત 1987માં સિયાચિન પર ચાલેલુ સંઘર્ષ, 1987-1988માં શ્રીલંકામાં ચલાવવામાં આવેલ ઑપરેશન પવન અને 1999માં કારગિલ યુદ્ધના શહીદોના નામ અંકિત છે. આ ઉપરાંત અમુક બીજા ઑપરેશન જેવા કે ઑપરેશન રક્ષક વિસે પણ અહીં માહિતી અને આમાં શહીદ થયેલા સૈનિકોના નામ અંકિત છે.

લગભગ 500 કરોડની કિંમતે થયુ તૈયાર
આ મેમોરિયલને તૈયાર કરવામાં લગભગ 500 કરોડ રૂપિયાનો ખર્ચ આવ્યો છે અને જો અમેરિકી ડૉલરમાં આની તુલના કરીએ તો આ રકમ 70 મિલિયન ડૉલરની છે. નેશનલ વૉર મેમોરિયલ પ્રધાનમંત્રા નરેન્દ્ર મોદીએ ચૂંટણી દરમિયાન આપેલુ એક મહત્વનું વચન હતુ. આ હવે લગભગ તૈયાર થઈ ચૂક્યુ છે અને આ ભારતીય સૈનિકોના સમ્માનમાં બન્યુ છે જેને આઝાદી બાદ થયેલા યુદ્ધમાં પોતાનો જીવ ગુમાવી દીધો હતો. નેશનલ વૉર મેમોરિયલ ઈન્ડિયા ગેટના સી-હેક્સાગૉનમાં છે. આ વૉર મેમોરિયલ 40 એકરમાં બનેલુ છે અને અહીં એક વૉર મ્યુઝિયમ પણ છે. વૉર મેમોરિયલની ચારે તરફ અમર, વીર, ત્યાગ અને રક્ષાના નામથી સર્કલ્સ બનેલા છે. અહીં પરમવીર ચક્ર વિજેતાઓના બસ્ટ પણ લાગેલા છે.

મોદી સરકારે 4 વર્ષ પહેલા નિર્માણને આપી મંજૂરી
પહેલી વાર 1960માં નેશનલ વૉર મેમોરિયલ બનાવવાનો પ્રસ્તાવ સેના તરફથી આપવામાં આવ્યો હતો. પરંતુ અમુક કારણોસર આનુ નિર્માણ કાર્ય શરૂ થઈ શક્યુ નહિ અને ઓક્ટોબર 2015માં કેન્દ્ર સરકારે આ વૉર મેમોરિયલની મંજૂરી આપી. બ્રિટિશ શાસન દરમિયાન સન 1931માં ઈન્ડિયા ગેટનું નિર્માણ થયુ તે પહેલા વિશ્વ યુદ્ધમાં શહીદ થયેલા ભારતીય સૈનિકોની યાદમાં બનાવવામાં આવ્યુ હતુ. ત્યારબાદ સન 1971ના યુદ્ધમાં શહીદ થયેલા 3843 સૈનિકોના સમ્માનમાં અમર જવાન જ્યોતિ અહીં આવી અને તે હજુ સુધી પ્રજ્વલિત છે.

હવે અહીં થશે પ્રજાસત્તાક દિવસના કાર્યક્રમ
પહેલા આ વૉર મેમોરિયલને પ્રજાસત્તાક દિવસ પહેલા ખોલવાનો પ્લાન હતો પરંતુ સરકારે આમાં ફેરફાર કર્યો. ઉદઘાટન બાદ વૉર મેમોરિયલને સામાન્ય જનતા માટે ખોલી દેવામાં આવશે. સૂત્રો તરફથી આ અંગેની જાણકારી આપવામાં આવી છે. અમર જવાન જ્યોતિ પર જે જ્યોતિ પ્રજ્વલે છે તે એ જ રીતે પ્રજ્વલિત રહેશે અને અહીં બાકીના કાર્યક્રમ પણ પહેલાની જેમ થતા રહેશે. આવતા વર્ષે પ્રજાસત્તાક દિવસનો કાર્યક્રમ આ વૉર મેમોરિયલ પર જ થશે. આ વૉર મેમોરિયલ માટે એન્ટ્પી સંપૂર્ણપણે ફ્રી રહેશે. ઉનાળામાં એટલે કે એપ્રિલથી ઓક્ટોબર દરમિયાન સવારે નવ વાગ્યાથી સાંજે 7.30 વાગ્યા સુધી આ મેમોરિયલ સામાન્ય જનતા માટે ખુલ્લુ રહેશે. વળી, શિયાળામાં એટલે કે નવેમ્બરથી માર્ચ સુધી આનો સમય સવારે નવ વાગ્યાથી સાંજે 6.30 વાગ્યા સુધી રહેશે.
આ પણ વાંચોઃ Pulwama Attack: પીએમ મોદીની ચેતવણીથી ગભરાયેલ પાકિસ્તાની પીએમની અપીલ