For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ચીન મુદ્દે કોંગ્રેસ આક્રમક, પીએમ મોદીને સવાલો કરી મનની વાત કરવા કહ્યું

કોંગ્રેસ નેતા જયરામ રમેશ ચીન મુદ્દે આક્રમક જોવા મળ્યા હતા. અહીં તેઓએ કેટલાક સવાલો કરીને પીએમ મોદીને મનની વાત કરવા કહ્યું હતું.

By Desk
|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી : તવાંગમાં ભારત અને ચીની સૈનિકો વચ્ચે થયેલી અથડામણ બાદ સતત રાજનીતિ ગરમાઈ રહી છે. ઘટના સામે આવ્યા બાદ તમામ વિપક્ષી પાર્ટીઓ પીએમ મોદી અને કેન્દ્ર સરકારને સવાલો કરી રહી છે. હવે કોંગ્રેસે પણ આક્રમક અંદાજમાં પીએમ મોદી પર નિશાન સાધ્યુ છે.

jairam ramesh

ચીન મુદ્દે સંસદમાં ચર્ચાની માંગ સાથે કોંગ્રેસે પીએમ મોદી પર નિશાન સાધ્યુ અને કહ્યું કે આ મુદ્દે પીએમ સંસદમાં કેમ ચર્ચા થવા દેતા નથી અને દેશને વિશ્વાસમાં કેમ નથી લઈ રહ્યા? કોંગ્રેસ પાર્ટીના મહાસચિવ જયરામ રમેશે કહ્યું કે, આ મુદ્દા સાથે જોડાયેલા પ્રશ્નો પર તેમને મન કી બાત કરવી જોઈએ. આ વડાપ્રધાનની રાજકીય ફરજ અને નૈતિક જવાબદારી છે.

જયરામ રમેશનું નિવેદન એવા સમયે આપ્યું છે જ્યારે બીજેપી અરુણાચલ પ્રદેશમાં ચીની સૈનિકોની દાદાગીરીને વિશે ટિપ્પણીને લઈને રાહુલ ગાંધી પર સતત પ્રહારો કરી રહી છે. બીજેપીએ શનિવારે કહ્યું કે કોંગ્રેસે તરત જ રાહુલ ગાંધીને પાર્ટીમાંથી હાંકી કાઢવી જોઈએ.

અહીં જયરામ રમેશે કેટલાક સવાલો કર્યા અને કહ્યું કે, આ પ્રશ્નો પર મન કી બાત કરવી વડાપ્રધાનની રાજકીય ફરજ અને નૈતિક જવાબદારી છે. રાષ્ટ્ર જાણવા માંગે છે.

- તમે 20 જૂન, 2020 ના રોજ કેમ કહ્યું કે પૂર્વ લદ્દાખમાં ચીન દ્વારા કોઈ ઘૂસણખોરી થઈ નથી?
- તમે ચીનને આપણા સૈનિકોને મે 2020 પહેલા જે વિસ્તારમાં નિયમિતપણે પેટ્રોલિંગ કરતા હતા ત્યાં હજારો કિલોમીટરમાં જતા રોકવાની મંજૂરી કેમ આપી?
- તમે માઉન્ટેન સ્ટ્રાઈક કોર્પ્સ બનાવવા માટે 17 જુલાઈ, 2013ના રોજ કેબિનેટ દ્વારા મંજૂર કરેલી યોજનાને કેમ છોડી દીધી? તમે ચીનની કંપનીઓને પીએમ કેર્સ ફંડમાં ફાળો આપવાની મંજૂરી કેમ આપી?
- તમે શા માટે છેલ્લા બે વર્ષમાં ચીનમાંથી આયાતને રેકોર્ડ સ્તરે વધવા દીધી?
- તમે શા માટે આગ્રહ કરી રહ્યા છો કે સરહદની સ્થિતિ અને ચીન દ્વારા ઊભા કરાયેલા પડકારો પર સંસદમાં ચર્ચા ન થાય?
- તમે ચીનના ટોચના નેતાને 18 વખત મળ્યા છો અને તાજેતરમાં બાલીમાં શી જિનપિંગ સાથે હાથ મિલાવ્યા. ચીને તાજેતરમાં તવાંગ સેક્ટરમાં અતિક્રમણની શરૂઆત કરી છે અને સરહદ પરની સ્થિતિને એકતરફી બદલી રહ્યું છે. તમે દેશને વિશ્વાસમાં કેમ નથી લઈ રહ્યા?

English summary
On the China issue, Congress asked PM Modi to 'Mann Ki Baat'
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X