ટેરરિસ્તાન પર પાકિસ્તાને અજિત ડોવાલ પર નિશાનો તાક્યો!

Written By:
Subscribe to Oneindia News

આતંકવાદના મુદ્દે ભારતે જે રીતે યુએનમાં પાકિસ્તાનને જવાબ આપ્યો છે. તે પછી ગુસ્સે ભરાયેલા પાકિસ્તાને ભારતના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોવાલ પર નિશાનો તાક્યો છે. પાકિસ્તાને સંયુક્ત રાષ્ટ્રમાં કહ્યું છે કે ભારતને ક્ષેત્રીય રીતે બળવાન બનાવવા માટે રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજિત ડોવાલની આક્રામક રક્ષા અને બે તરફી દબાણની રણનીતિ તે સફળ નહીં થવા દે. સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં જવાબ આપતા પાકિસ્તાને કહ્યું કે આ દુર્ભાગ્યપૂર્ણ છે કે ભારતે કાશ્મીર પર પાકિસ્તાનના વડાપ્રધાન શાહિદ ખકાન અબ્બાસીના આપેલા નિવેદનની આલોચના કરી છે. જે કાશ્મીરમાં પીડિત લોકોની ભાવનાઓ અને આકાંક્ષાઓને દર્શાવતા હતા.

ajit doval

સંયુક્ત રાષ્ટ્રમાં પાકિસ્તાનના સ્થાઇ કાઉન્સેલર ટીપૂ ઉસ્માને કહ્યું કે ભારતને ક્ષેત્રીય તાકાત બનવવા માટે રાષ્ટ્રીય સલાહકાર અજીત ડોવાલ બે તરફી દબાણ બનાવવાનો પ્રયાસ કરી રહ્યા છે. તમને જણાવી દઇએ કે પાકિસ્તાને દર વખતની જેમ આ વખતે પણ સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં કાશ્મીરનો રાગ આલાપ્યો છે. પાકિસ્તાનમાં ભલે વડાપ્રધાનો બદલાઇ જાય પણ તે વડાપ્રધાનો પાસે કાશ્મીર સિવાય કંઇ નવું સંયુક્ત રાષ્ટ્રમાં બોલવા માટે ક્યારેય હોતું નથી.

આ વખતે પણ પાકિસ્તાનના નવા વડાપ્રધાને કહ્યું કે કાશ્મીરના લોકો આંતરાષ્ટ્રીય સમુદાય અને ખાસ કરીને સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદના સદસ્યોથી તે આશ લઇને બેઠા છે કે તે તેમનો વાયદો પૂર્ણ કરશે. જેમાં યૂએન દ્વારા નિષ્પક્ષ અને સ્વતંત્ર જનમત સંગ્રહ કરવાની વાત કરવામાં આવી હતી. સાથે જ આ પ્રસંગે પાકિસ્તાને આરોપ લગાવ્યો હતો કે ભારત જમ્મુ કાશ્મીરમાં નિયંત્રણ રેખામાં કોઇ જ કારણ વગર ફાયરિંગ કરી રહ્યું છે અને મોર્ટાર જેવા ગોળાથી પાકિસ્તાનના 10 જેટલા નાગરિકોની મોત થઇ ચૂકી છે. જેમાંથી મોટા ભાગની મહિલાઓ હતી.

English summary
pakistan says ajit doval double squeeze strategy will never succeed.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.