પટના યુનિવર્સિટીમાં લાગ્યા મોદી-મોદીના નારા

Posted By:
Subscribe to Oneindia News

બિહારમાં જનતા દળ યુનાઇટેડ અને ભારતીય જનતા પાર્ટીની સરકાર બન્યા પછી પહેલી વાર વડાપ્રધાન નરેન્દ્ર મોદી પટના પહોંચ્યા હતા. અહીં તેમણે પટના યુનિવર્સિટીના કાર્યક્રમમાં હાજરી આપતા કહ્યું કે દેશની તમામ યુનિવર્સિટીઓને મારી અપીલ છે કે તે નવા ઇનોવેશન માટે આગળ આવે. વિદ્યાર્થીઓએ તેમની આસપાસની મુશ્કેલીઓ મામલે ઉકેલ જાતે જ શોધવાની જરૂર છે. હવે આપણે સાપ-સફેરાનો દેશ નથી રહ્યા આજના યુવાનો કોમ્પ્યૂટર ચલાવે છે.
આ પ્રસંગે તેમણે કહ્યું કે બિહાર યુનિવર્સિટીમાં શિક્ષા ગંગાના પ્રવાહ જેટલી જૂની છે. જો કે હવેની યુનિવર્સિટી પહેલા જેવી નથી રહી.

modi

આજે યુનિવર્સિટી સામે અનેક મુશ્કેલીઓ આવીને ઊભી છે. આ પ્રસંગે તેમણે કહ્યું કે જે ઇતિહાસને યાદ રાખે છે તે જ નવો ઇતિહાસ લખી શકે છે. તેમણે કહ્યું કે મેં જેટલા પણ અધિકારીઓથી વાત કરી તેમાંથી મોટા ભાગના પટના યુનિવર્સિટીમાં ભણેલા હોય છે. પટના યુનિવર્સિટીએ દેશને અનેક મોટા રાજનેતાઓ આપ્યા છે. યુનિવર્સિટીનું દેશમાં મોટું યોગદાન રહેલું છે. તો બીજી તરફ આ પ્રસંગે સીએમ નીતિશ કુમારે કહ્યું કે "હું વડાપ્રધાનને અપીલ કરીશ કે તે પટના વિશ્વવિદ્યાલયને કેન્દ્રીય વિશ્વવિદ્યાલયનો દરજ્જો આપે.

English summary
PM narendra modi Bihar visit Patna University centenary celebrations. Read his speech here.
Please Wait while comments are loading...