રંજીત સિન્હાએ સંભાળ્યો સીબીઆઇ નિદેશકનો કાર્યભાર

નવા સીબીઆઇ નિદેશક રંજીત સિન્હા 1974 બેન્ચના બિહાર કેડરના આઇપીએસ અધિકારી છે.
રંજીત સિન્હાની નિયુક્તિ પર વિપક્ષી દળ ભાજપે ઘણી નારાજગી વ્યક્ત કરી હતી અને નિયુક્તિ રોકવા માટે પીએમને પત્ર પણ પાઠવ્યો હતો.
જો કે, ભાજપના જ રાજ્યસભાના સાંસદ રામ જેઠમલાણીએ રંજીત સિન્હાની નિયુક્તિને યોગ્ય ગણાવી હતી અને પાર્ટીના વિરોધ સામે નારાજગી વ્યક્ત કરી હતી.
જેઠમેલણીને યશવંત સિન્હા અને શત્રુઘ્ન સિન્હાનું સમર્થન મળ્યું હતું, સાથે જ એનડીએ ઘટક દળ જેડીયુ નેતા અને બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારે રંજીત સિન્હાની નિયુક્તિનું સમર્થન કર્યું હતું.
સીબીઆઇ નિદેશકનો કાર્યભાર સંભાળ્યા બાદ રંજીત સિન્હાએ કહ્યું કે સીબીઆઇ પર બધાને વિશ્વાસ છે અને તેમની નિયુક્તિ પર કોઇ વિવાદ નથી.












Click it and Unblock the Notifications
