સ્પોટ ફિક્સિંગ : ક્રિકેટરોના MMS બનાવવાનો પ્લાન હતો સટ્ટેબાજોનો!

આ મામલામાં સટ્ટેબાજોના લેપટોપની પણ તપાસ કરવામાં આવી રહી છે, સૂત્રોના જણાવ્યા અનુસાર દૂબઇના આકાઓએ તેમને હોટલના રૂમમાં કેમેરા લગાવવાનું જણાવ્યું હતું. પોલીસે 4 લેપટોપ અને 50 મોબાઇલ જપ્ત કરાયા છે, જેની તપાસ કરવામાં આવી રહી છે.
સટ્ટેબાજો અને ખેલાડીઓની કરવામાં આવેલી પૂછપરછમાં એ તથ્ય સામે આવ્યું છે કે બે સટ્ટેબાજ ચંદ્રેશ પટેલ ઉર્ફ ચાંદ અને મનાને આ વર્ષે શ્રીસંત અને અજીત ચંદીલાને 5થી 6વાર કોલગર્લની સપ્લાઇ કરી હતી.
સૂત્રો અનુસાર પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવેલ સટ્ટેબાજો પાસેથી પાંચ લેપટોપની હાર્ડ ડિસ્કને તપાસવામાં લાગી છે કે શું વાસ્તવમાં આવી કોઇ ક્લિપિંગ બની છે કે નહીં. લેપટોપને ફોરેન્સિંગ લેબમાં પણ મોકલવામાં આવ્યા છે જ્યાં નિષ્ણાંતો ભવિષ્યમાં તપાસમાં મદદ મળે તેના માટે હાર્ડ ડિસ્કની અન્ય એક કોપી બનાવશે.
દિલ્હી પોલીસના એક અધિકારીએ જણાવ્યું કે આઇપીએલમાં ખેલાડીઓને કોલગર્લ્સની સપ્લાઇ કરવી સામાન્ય બાબત હતી, અને ઘણા મામલામાં તો સટ્ટેબાજ પોતે ખેલાડીઓને કોલગર્લ્સ સપ્લાય કરતા હતા.
દિલ્હી પોલીસ કમિશ્નર નીરજ કુમારે શુક્રવારે જણાવ્યું હતું કે શ્રીસંત અને જીજૂની ધરપકડ કરવામાં આવી, ત્યારે તેમની સાથે યુવતીઓ હતી. અમને અન્ય ખેલાડીઓ અંગે પણ જાણકારી મળી છે.












Click it and Unblock the Notifications
