For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

પોલીસ હિંસા: SCએ માંગ્યો પંજાબ-બિહાર પાસે જવાબ

|
Google Oneindia Gujarati News

punjab police
નવી દિલ્હી, 6 માર્ચ: પોલીસ દ્વારા બિહારમાં કાયમી કરવાની માગને લઇને પ્રદર્શન કરી રહેલા શિક્ષકો પર લાઠીચાર્જ અને પંજાબના તરણ તારણમાં એક યુવતીને ઢોર માર મારવાની ઘટનાને પગલે કડક વલણ અપનાવતા સુપ્રિમ કોર્ટે બુધવારે પોલીસના આચરણ પર બંને રાજ્યોની પોલીસ પાસે જવાબ માંગ્યો છે.

ન્યાયમૂર્તિ જીએસ સિંઘવી અને ન્યાયમૂર્તિ રંજના પ્રકાશ દેસાઇની ખંડપીઠે આ બંને ઘટનાઓની જાતે સુઓમોટો લઇને પંજાબ પોલીસ અને બિહાર સરકારને સોમવાર સુધી જવાબ આપવા જણાવ્યું છે. આ મામલામાં કોર્ટ 11 માર્ચના રોજ આગળ વિચાર કરશે. ન્યાયાધીશોએ અટર્ની જનરલ ગુલામ વાહનવતી અને વરિષ્ઠ અધિવક્તા હરીશ સાલ્વે પાસે આ મામલે કોર્ટની મદદ માટે વિનંતી કરી છે.

પંજાબ પોલીસના સિપાહિઓએ ચાર માર્ચના રોજ તરણ તારણમાં એક યુવતીને ઢોર માર માર્યો, જોકે આ યુવતી કેટલાક ટ્રક ડ્રાઇવર દ્વારા તેની કરાઇ રહેલી છેડછાડ માટે પોલીસ પાસે મદદ માગવા ગઇ હતી. આ ઘટનામાં યુવતીના પિતા પણ તેની સાથે હતા અને તેમને પણે પોલીસે ઢોર માર માર્યો હતો.

આ જ રીતે એક ઘટનામાં પોલીસે મંગળવારે કાયમી કરવાની માંગ સાથે પ્રદર્શન કરી રહ્યા હતા અને તેની સાથે તેમના પગારની માગ સાથે વિધાનસભાની સામે પ્રદર્શન કરી રહ્યા હતા. અને તેમની પર લાઠીચાર્જ કરી દેવામાં આવ્યો અને ટિયરગેસના સેલ છોડવામાં આવ્યા હતા.

English summary
supreme court ask answer from Punjab and Bihar police violence.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X