ગૌરક્ષાના નામે હિંસા કરનાર વિરુદ્ધ સુપ્રીમ કોર્ટે કરી લાલ આંખ

Posted By:
Subscribe to Oneindia News

સુપ્રીમ કોર્ટે ગૌ રક્ષાના નામ પર થઇ રહેલી હિંસા સામે લાલ આંખ કરી છે. સુપ્રીમ કોર્ટે આ મામલે રાજ્ય સરકારોને બાનમાં લેતા સખત શબ્દોમાં કહ્યું છે કે રાજ્ય સરકાર આ મામલે ઠોસ પગલાં ઉઠાવે. કોર્ટે કહ્યું કે ગૌ રક્ષાના નામ પર થયેલી હિંસાને રોકવા દરેક રાજ્યના દરેક જિલ્લામાં એક વરિષ્ઠ પોલીસ અધિકારીને નિમવામાં આવે. સાથે જ હાઇવે પર થતી હિંસાને રોકવા માટે પણ કોર્ટે ત્યાં પેટ્રોલિંગ વધારવાનું કહ્યું છે. વધુમાં સાત દિવસની અંદર ટાસ્ક ફોર્સનું ગઠન કરવાનું પણ કોર્ટે જણાવ્યું છે. અને રાજ્યના મુખ્ય સચિવ અને ડીજીપીની આ મામલે આપસમાં બેઠક કરવાનું કહેવામાં આવ્યું છે.

supreme court

નોંધનીય છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ ગૌરક્ષાના નામે કહેવાતા ગૌરક્ષાની હિંસાને વખોડી છે. અને ગુજરાતમાં આ જ કારણે ઉનામાં દલિતોને માર મારવામાં આવ્યો હતો. ત્યારે ગુજરાત હાલ ગૌરક્ષા પર તો કડક કાયદો બનાવ્યો છે પણ ગૌરક્ષાના નામે હિંસા કરતા લોકો અંગે કેવા કાયદા બનાવશે અને ક્યારે તે હવે જોવાનું રહ્યું.

English summary
Supreme Court cracks down on cow vigilante instructs state. Court says to form a task force within seven days.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.