સોનિયા-રાહુલ યંગ ઇન્ડિયન કંપનીના માલિકઃ સ્વામી

જનતા પાર્ટીના અધ્યક્ષ સુબ્રમ્ણિયમ સ્વામીએ ગુરૂવારે માતા-પુત્ર અંગે ખુલાસો કર્યો છે કે યંગ ઇન્ડિયન કંપનીમાં 76 ટકા માલિકી કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી અને તેમના પુત્ર રાહુલ ગાંધીની છે.
સ્વામીએ કહ્યાં પ્રમાણે રાહુલ ગાંધીએ ચૂંટણી પંચને સોંપેલા ચૂંટણી શપથના દસ્તાવેજોમાં તેનો ઉલ્લેખ કર્યો નથી. સ્વામીના મતે રાહુલ ગાંધી પાસે યંગ ઇન્ડિયા કંપનીના ત્રણ લાખ શેર પણ છે. તેમણે કહ્યું કે, આ અંગે તેમણે પ્રધાનમંત્રી અને ચૂંટણી પંચને પત્ર પણ લખ્યો છે.
સ્વામીએ આરોપ લગાવ્યો છે કે સોનિયા ગાંધી અને રાહુલ ગાંધીએ યંગ ઇન્ડિયા કંપની થકી મોટી ગેરરીતિ આચરી છે. બીજી તરફ સ્વામીના આરોપોને કોંગ્રેસે અર્થહીન ગણાવ્યા છે.












Click it and Unblock the Notifications
