For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ચૂંટણી બોન્ડ સામેની અરજી પર આજે સુનાવણી થશે

સુપ્રીમ કોર્ટ દ્વારા શુક્રવારના રોજ 14 ઓકટોબરના ચૂંટણી બોન્ડ દ્વારા રાજકીય પાર્ટીઓને ભંડોળ આપવાના કાયદાને પડકારવા માટે કરવામાં આવેલી અરજીની આજે સુનાવણી કરવામાં આવશે.

|
Google Oneindia Gujarati News

સુપ્રીમ કોર્ટ દ્વારા શુક્રવારના રોજ 14 ઓકટોબરના ચૂંટણી બોન્ડ દ્વારા રાજકીય પાર્ટીઓને ભંડોળ આપવાના કાયદાને પડકારવા માટે કરવામાં આવેલી અરજીની આજે સુનાવણી કરવામાં આવશે. અરજીઓ રાજનીતિ પાર્ટીઓની ફંડિંગના સ્ત્રોતના રૂપમાં કેન્દ્રની ચૂંટણી બોન્ડ યોજનાની માન્યતાને સુપ્રીમ કોર્ટમાં પડકારવામાં આવી છે. ચૂંટણી ભંડોળને પારદર્શક કરવા માટેની કોશિશ અંતર્ગત રોકડ રકમના વિકલ્પમાં બોન્ડની શરૂઆત કરવામાં આવી છે.

વકીલ પ્રશાંત ભૂષણે આ મુદ્દો ઉઠાવ્યો

વકીલ પ્રશાંત ભૂષણે આ મુદ્દો ઉઠાવ્યો

જસ્ટિસ બી. આર. ગવઈ અને જસ્ટિસ બી. વી. નાગરત્નની બેચ બિન-સરકારી સંસ્થા (NGO) એસોસિયેશન ફોર ડેમોક્રેટિક રિફોર્મ્સ (ADR), કોમ્યુનિસ્ટ પાર્ટી ઓફ માર્ક્સિસ્ટ (CPI-M) અને અન્ય અરજદારો દ્વારા દાખલ કરાયેલી જાહેર હિતની અરજીઓ(PILs) પર સુનાવણી કરશે.

એનજીઓ તરફથી હાજર રહેલા એડવોકેટ પ્રશાંત ભૂષણ, 05 એપ્રીલ, 2021ના રોજ તત્કાલીન ચીફ જસ્ટિસકેસ એન. વી. રામન સમક્ષ મૂકવામાં આવ્યો હતો. તેમણે તે સમયે કહ્યું હતું કે, આ મુદ્દો ખૂબ જ ગંભીર છે અને તેની તાત્કાલિકસુનાવણી થવી જોઈએ.

આ કેસ 18 મહિના બાદ નોંધાયો

આ કેસ 18 મહિના બાદ નોંધાયો

ઉલ્લેખનીય છે કે, તે સમયે સુપ્રીમ કોર્ટે NGOની અરજીને સુનાવણી માટે સૂચિબદ્ધ કરવા માટે સહમતિ દર્શાવી હતી, પરંતુ હજૂ પણઆટલા મહિનાઓ સુધી તેનું લિસ્ટિંગ થઈ શક્યું નથી.

આ કેસ 18 મહિનાથી વધુ સમય બાદ સુપ્રીમ કોર્ટમાં નોંધાયો છે. નોંધપાત્ર રીતે,સરકારે 02 જાન્યુઆરી, 2018 ના રોજ ચૂંટણી બોન્ડ યોજનાની સૂચના આપી હતી.

બે સ્ટે અરજી નામંજૂર

બે સ્ટે અરજી નામંજૂર

માર્ચ 2021માં, સુપ્રીમ કોર્ટ દ્વારા પશ્ચિમ બંગાળ, તમિલનાડુ, આસામ, કેરળ અને પોડિંચેરીમાં ચૂંટણી પહેલા ચૂંટણી બોન્ડના વેચાણને રોકવા માટે ADRs દ્વારા દાખલ કરવામાં આવેલી બે સ્ટે અરજીઓને ફગાવી દીધી હતી.

English summary
The petition against the election bond will be hearing today
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X