For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

અહીં છોકરીઓના ઝડપથી કરવામાં આવી રહ્યા છે લગ્ન, આશ્ચર્યજનક છે કારણ

લગ્નમાં છોકરીઓની ઉંમર વધારવાનો કાયદો હજૂ પસાર થયો નથી, પરંતુ દેશના ઘણા શહેરોમાં મુસ્લિમ પરિવારોમાં ચિંતા વધી ગઈ છે. કાયદો અમલમાં આવ્યો તે પહેલા જ હૈદરાબાદમાં છોકરીઓના વહેલામાં વહેલી તકે લગ્ન કરાવવાની સ્પર્ધા ચાલી રહી છે.

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી : લગ્નમાં છોકરીઓની ઉંમર વધારવાનો કાયદો હજૂ પસાર થયો નથી, પરંતુ દેશના ઘણા શહેરોમાં મુસ્લિમ પરિવારોમાં ચિંતા વધી ગઈ છે. કાયદો અમલમાં આવ્યો તે પહેલા જ હૈદરાબાદમાં છોકરીઓના વહેલામાં વહેલી તકે લગ્ન કરાવવાની સ્પર્ધા ચાલી રહી છે. માતા-પિતા તેમની 18 વર્ષની દીકરીઓના લગ્નમાં વિલંબ કરવા માંગતા નથી. તેમને ડર છે કે, નવો કાયદો અમલમાં નહીં આવે અને તેમની દીકરીઓએ 18 ને બદલે 21 વર્ષની થાય ત્યાં સુધી રાહ જોવી પડશે.

muslim

સુધારાને અમલમાં મૂકવો સરળ નથી

એક રિપોર્ટ અનુસાર ભારતમાં મુસ્લિમ સમુદાયની 15 થી 18 વર્ષની વયજૂથની 65 લાખ છોકરીઓ છે. આ સંખ્યા ઓછી કે વધુ હોય શકે છે. આ એટલા માટે છે, કારણ કે તેના વિશે કોઈ ચોક્કસ ડેટા નથી. જો કે, તે સ્પષ્ટ છે કે, ભારતમાં કોઈપણ સુધારાનો અમલ કરવો સરળ નથી અને આ અતિશય લોકશાહીના સંકેતો છે.

નવો કાયદો આવ્યા બાદ તમામ કાયદાઓમાં સુધારો કરવો પડશે, ત્યારબાદ તમામ ધર્મો અને સંપ્રદાયોમાં છોકરીઓની લગ્નની ઉંમર 18 થી વધીને 21 વર્ષ થઈ જશે.

ઉદાહરણ તરીકે સ્પેશિયલ મેરેજ એક્ટ 1954 અને હિંદુ મેરેજ એક્ટ 1955માં લગ્ન માટે છોકરીઓની ઉંમર 18 વર્ષ છે, જેને બદલીને 21 વર્ષ કરવાની રહેશે.

કાયદા બદલવા પડશે

આ સિવાય બાળ લગ્ન નિષેધ અધિનિયમ 2006માં પણ ફેરફાર કરવા પડશે, કારણ કે તેમાં પણ છોકરીઓના લગ્નની ઉંમર હજૂ 18 વર્ષ છે. મુસ્લિમ પર્સનલ લોમાં છોકરીઓના લગ્નની ઉંમર 15 વર્ષથી ગણવામાં આવે છે. ભારત સરકાર તેના કાયદામાં ફેરફાર કરી શકે છે, પરંતુ જો આ કાયદો મુસ્લિમ સમુદાય પર પણ લાગુ થશે તો આવું કરવું સરળ નહીં હોય.

આ માટે ભારતે એક દેશ, એક કાયદો એટલે કે યુનિફોર્મ સિવિક કોડનો સિદ્ધાંત અપનાવવો પડશે. જો કે, આપણા દેશના ઘણા લોકોને વિશ્વાસ છે કે, સરકાર આ કરશે અને મુસ્લિમ સમાજની છોકરીઓની લગ્નની ઉંમર પણ 21 વર્ષ થશે.

મુસ્લિમ યુવતીઓના લગ્નમાં વધારો

જ્યારથી કેન્દ્ર સરકારે છોકરીઓના લગ્નની ઉંમર વધારવા માટે કાયદો લાવવાની તૈયારી કરી છે, ત્યારથી તેલંગાણાના પાટનગર હૈદરાબાદમાં મુસ્લિમ છોકરીઓના લગ્ન થઈ રહ્યા છે. નવા કાયદાનો ડર એટલો છે કે, માતા-પિતા તેમની દીકરીઓના લગ્ન ઝડપથી પતાવી રહ્યા છે. જેમાં તે લગ્નોનો પણ સમાવેશ થાય છે. જેના લગ્ન ઘણા મહિનાઓ પછી થવાના હતા.

હૈદરાબાદ કેસ સ્ટડી

હૈદરાબાદ શહેરમાં રહેતા હૈદર જાફરીના મોટા ભાઈની 18 વર્ષની પુત્રીના પણ તાજેતરમાં જ લગ્ન થયા છે. હૈદરાબાદના રહેવાસી આલીમ કાદરીએ પણ નિર્ધારિત સમય પહેલા તેની બહેનના લગ્ન કરાવી દીધા હતા. હકીકતમાં આ પરિવારોને ડર છે કે, જો તેઓ હવે તેમની બહેનો અને પુત્રીઓના લગ્ન નહીં કરે તો નવો કાયદો તેમને પણ લાગુ પડશે.

આ કિસ્સામાં તેઓએ પણ પુત્રી 21 વર્ષની થાય ત્યાં સુધી રાહ જોવી પડશે. આવી સ્થિતિમાં ઘણા પરિવારો તરત જ લગ્ન નક્કી કરી લેતા હોય છે. જ્યારે ઝી મીડિયાએ આ લગ્નોની ઊંડાઈ અને વાસ્તવિકતા સમજવાનો પ્રયાસ કર્યો, ત્યારે એક ચોંકાવનારી તસવીર સામે આવી હતી.

છોકરીઓ શું કહે છે?

17 વર્ષની મેહરુન્નિસા અને 19 વર્ષની રૂખસાર ખાન અભ્યાસની સાથે કોમ્પ્યુટર કોર્સ કરી રહી છે. જ્યારે અમે બંને સાથે નવા કાયદા વિશે વાત કરી તો બંનેનો મત અલગ હતો. મહરુન્નિસાએ જણાવ્યું હતું કે, ઘણા પરિવારોની આર્થિક સ્થિતિ એવી છે કે, તેઓ 21 વર્ષની ઉંમર સુધી રાહ જોઈ શકતા નથી. બીજી તરફ રૂખસાર પરિવારની મજબૂરી અંગે સહમત છે, તેમ છતાં તે 21 વર્ષની ઉંમરે લગ્ન કરવાના પક્ષમાં છે.

ગુનાને પ્રોત્સાહન મળશે : કાઝી

ઘણા સામાજિક કાર્યકરો હૈદરાબાદમાં ઝડપથી થતા લગ્નો માટે સરકારને દોષી ઠેરવે છે, જ્યારે ઘણા કાઝીઓનું કહેવું છે કે, કાયદો ઘડવાથી ગુનાઓને પ્રોત્સાહન મળશે. મુસ્લિમ ધર્મગુરુઓનું કહેવું છે કે, મુસ્લિમોનો એક પર્સનલ લો છે, જે મુજબ છોકરી 15 વર્ષ અથવા તેને માસિક ધર્મ શરૂ થાય ત્યારથી લગ્ન માટે યોગ્ય બને છે.

કેટલાક મુસ્લિમ બૌદ્ધિકો એવા છે, જે લગ્ન માટે છોકરીઓની ઉંમર વધારીને 21 વર્ષ કરવાના પક્ષમાં છે. એક અંદાજ મુજબ, ભૂતકાળમાં હૈદરાબાદ અને તેની આસપાસ 15 હજાર લગ્નો થયા છે. ઉલ્લેખનીય છે કે, આ બિલમાં લગ્નની ઉંમરની જોગવાઈ દેશના તમામ સમુદાયોના લગ્ન કાયદાઓ પર લાગુ થશે, ત્યારબાદ દેશમાં હાલના તમામ લગ્ન કાયદામાં સુધારો કરવો પડશે. અત્યારે આ કાયદો માત્ર લોકસભા દ્વારા પસાર કરવામાં આવ્યો છે, ત્યારબાદ તેને સિલેક્ટ કમિટીને મોકલવામાં આવ્યો છે.

English summary
The reason why the girls here are getting married quickly is surprising.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X