For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

અલર્ટ પર છે દેશના આ 15 રાજ્ય, હવામાન વિભાગની 11 જુલાઈએ ભારે વરસાદની ચેતવણી

અલર્ટ પર છે દેશના આ 15 રાજ્ય, હવામાન વિભાગની 11 જુલાઈએ ભારે વરસાદની ચેતવણી

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હીઃ મૉનસૂનની દસ્તકની સાથે જ દેશના વિવિધ રાજ્યોમાં વરસાદી રમઝટ શરૂ થઈ ગઈ છે. દેશની રાજધાની દિલ્હી અને તેની આજુબાજુના રાજ્યોમાં ભલે હજુ પરસાદ નથી આવ્યો પરંતુ મહારાષ્ટ્ર, ગુજરાત અને રાજસ્થાન સહિત કેટલાય રાજ્યોમાં વરસાદની એન્ટ્રી થઈ ગઈ છે. દક્ષિણ ગુજરાત અને મહારાષ્ટ્રમાં તો એમાં પણ ધરખમ વરસાદ થયો છે. કેટલીક જગ્યાએ તો વરસાદથી પૂર જેવી સ્થિતિ પેદા થઈ છે. આ દરમિયાન ભારતીય હવામાન વિભાગે 8 જુલાઈથી 11 જુલાઈને લઈ દેશના કેટલાય રાજ્યોમાં ભારે વરસાદનું અલર્ટ જાહેર કર્યું છે. જેમાં કેટલાક રાજ્યોમાં આગામી 24 કલાકમાં ભારે વરસાદ જોવા મળી શકે છે.

50 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફુંકાશે

50 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફુંકાશે

હવામાન વિભાગ મુજબ આગામી કેટલાક સમયમાં અરબ સાગરની ઉપરથી 50 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફુંકાશે, જેની અસર દેશના કેટલાય રાજ્યોમાં જોવા મળી શકે છે. જે રાજ્યોને લઈ ભારે વરસાદનું અલર્ટ જાહેર કરવામાં આવ્યું છે, તેમાં સૌથી પહેલું નામ ઉત્તર પ્રદેશનું છે. હવામાન વિભાગ તરફથી 8 જુલાઈએ ઉત્તર પ્રદેશના લગભગ તમામ જિલ્લામાં ભારે વરસાદની ચેતવણી જાહેર કરવામાં આવી છે. જ્યારે 9 અને 10 જુલાઈએ યૂપીના દક્ષિણી જિલ્લામાં ભારે વરસાદ અને કેટલાક વિસ્તારોમાં અતિ ભારે વરસાદનું અલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. 11 જુલાઈએ પણ યૂપીના કેટલાય વિસ્તારોમાં વરસાદ થઈ શકે છે.

યૂપી સિવાય આ રાજ્યોમાં પણ અલર્ટ

યૂપી સિવાય આ રાજ્યોમાં પણ અલર્ટ

ઉત્તર પ્રદેશ સિવાય જે રાજ્યોને 11 જુલાઈ સુધી ભારે વરસાદના અલર્ટ પર રાખવામાં આવ્યાં છે તેમાં દિલ્હી, ઉત્તરાખંડ, ગુજરાત, મહારાષ્ટ્ર, કર્ણાટક અને ગોવા સામેલ છે. જણાવી દઈએ કે પૂર્વી રાજસ્થાન, ગુજરાત, ગોવા અને મહારાષ્ટ્રમાં શનિવાર-રવિવારથી જ તેજ વરસાદ થઈ રહ્યો છે. મહારાષ્ટ્રના કોલ્હાપુરમાં સતત થઈ રહેલ વરસાદને કારણે 14 જળાશયોમાં પાણી વધી ગયાં છે. આ ઉપરાંત નાસિકમાં પાછલા 24 કલાકમાં 17 સેમીથી વધુ વરસાદ થયો છે. ગોદાવરી નદીના કાંઠે રહેતા લગભગ 250 પરિવારોને સુરક્ષિત સ્થાને મોકલી આપવામાં આવ્યા છે. આવી જ રીતે ગુજરાતના વલસાડમાં પણ ભારે વરસાદ બાદ પૂરની સ્થિતિ બની છે.

વરસાદને કારણે વિમાનોનું સંચાલન રોકવામાં આવ્યું

વરસાદને કારણે વિમાનોનું સંચાલન રોકવામાં આવ્યું

ઉલ્લેખનીય છે કે દેશની આર્થિક રાજધાની મુંબઈમાં પાછલા કેટલાક દિવસોથી થઈ રહેલ વરસાદને કારણે જનજીવન અસ્ત-વ્યસ્ત થયું છે. મુંબઈમાં ચારોતરફ પાણી જ પાણી જોવા મળી રહ્યું છે અને ટ્રાન્સપોર્ટેશન ખરાબ રીતે પ્રભાવિત થઈ રહ્યું છે. બસ, ટ્રેન અને વિમાની સેવા પણ સતત થઈ રહેલ વરસાદને કારણે પ્રભાવિત થઈ છે. વરસાદને પગલે મહારાજ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર પણ વિમાનનું સંચાલન રોકી દેવામાં આવ્યું છે. તેજ વરસાદને કારણે વિજિબિલિટી બહુ ઓછી છે અને તેને જોતા જ વિમાનોનું સંચાલન હાલ રોકવાનો ફેસલો લેવામાં આવ્યો છે. સાથે જ એમ પણ કહેવામાં આવ્યું છે કે અત્યાર સુધી કોઈ ઉડાણ રદ્દ કરવામાં આવી નથી. જો કે 3 ઉડાણને અન્ય એરપોર્ટ પર ડાયવર્ટ કરવામાં આવી છે.

આગામી કેટલીક કલાકોમાં દિલ્હી-એનસીઆરમાં વરસાદ

આગામી કેટલીક કલાકોમાં દિલ્હી-એનસીઆરમાં વરસાદ

જ્યારે હવામાન વિભાગે દિલ્હી અને આજુબાજુના વિસ્તારોને લઈ સોમવારે આગામી કેટલીક કલાકો માટે ભારે વરસાદ થવાની ચેતવણી જાહેર કરી છે. આગામી 2-3 કલાકમાં દિલ્હી, નોઈડા, ગુરુગ્રામ, ગાજિયાબાદ, ફરીદાબાદ અને સોનીપતમાં લોકોને ચોમાસાનો ભારે વરસાદ જોવા મળી શકે છે. હવામાન વિભાગનું કહેવું છે કે 8 અને 9 જુલાઈ સુધી મહત્તમ તાપમાન 36 અને ન્યૂનતમ 25થી 27 ડિગ્રી રહી શકે છે. આ ઉપરાંત આગામી બે દિવસ દરમિયાન દિલ્હી-એનસીઆરના વિસ્તારોમાં વાદળ છવાયાં રહેશે અને મધ્યમ દરજ્જાનો વરસાદ થઈ શકે છે. 10 અને 11 જુલાઈએ પણ આ વિસ્તારોમાં હળવો વરસાદ થઈ શકે છે. 12 અને 13 જુલાઈએ આસામમાં ગાઢ વાદળ છવાયાં રહેશે અને હળવો વરસાદ થવાના આસાર છે.

આગામી 2 કલાકમાં આ શહેરોમાં આવી શકે છે આંધી-તોફાન, એલર્ટ અપાયુ આગામી 2 કલાકમાં આ શહેરોમાં આવી શકે છે આંધી-તોફાન, એલર્ટ અપાયુ

English summary
these 15 states on alert, heavy rain will hit on 8th to 11th july
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X