• search

જાણો, બાબા સાહેબ આંબેડકરે હિંદુ ધર્મ ત્યાગીને બૌદ્ધ ધર્મ શા માટે અપનાવી લીધો હતો?

Subscribe to Oneindia News
For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts

  સમાજ સુધારક અને રાજનીતિજ્ઞ ભીમરાવ આંબેડકરની આજે 63મી પુણ્યતિથિ છે. તેમને બાબા સાહેબના નામથી પણ ઓળખવામાં આવે છે. તેઓ સ્વતંત્ર ભારતના પ્રથમ કાયદામંત્રી હતા અને તેમને ભારતીય સંવિધાનના રચનાકાર માનવામાં આવે છે. એમણે દલિત બૌદ્ધ આંદોલનને પ્રેરિત કર્યું અને દલિતો વિરુદ્ધ સામાજિક ભેદભાવ વિરુદ્ધ પણ અભિયાન ચલાવ્યું. શ્રમિકો અને મહિલાઓના અધિકારોનું સમર્થન કર્યું. 6 ડિસેમ્બર 1956ના રોજ તેમણે આ દુનિયાને અલવિદા કહી દીધી હતી. તો આવોજાણી બાબા સાહેબના જીવન સાથે જોડાયેલ કેટલીક રસપ્રદ માહિતી...

  આંબેડકરનો જન્મ

  આંબેડકરનો જન્મ

  દેશના સંવિધાનને આકાર દેનાર આંબેડકરનો જન્મ 14 એપ્રિલ 1891માં થયો હતો. બબા સાહેબને ભારતીય સંવિધાનના આધારસ્તંભ માનવામાં આવે છે. એમણે હિંદુ ધર્મમાં વ્યાપ્ત છૂઆછૂત, દલિતો, મહિલાઓ અને મજૂરો સાથેના ભેદભાવ જેવી કુરીતિઓની વિરુદ્ધ અવાજ ઉઠાવ્યો અને આ લડાઈને ધાર આપી. તેઓ મહાર જાતિમાથી આવતા હતા, જેને હિંદુ ધર્મમાં અછૂત માનવામાં આવતો હતો. એમની આર્થિક સ્થિતિ સારી ન હોવાના કારણે તેમણે કેટલીય મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો.

  ધર્મની કુરીતિઓનો સામનો

  ધર્મની કુરીતિઓનો સામનો

  આર્થિક મુશ્કેલીઓની સાથે જ તેમણે ધર્મની કુરીતિઓનો સામનો પણ કરવો પડ્યો અને તેમણે આ કુરીતિઓને દૂર કરવા માટે હંમેશા પ્રયત્નો કર્યા. આઝાદી બાદ ઓક્ટોબર 1956માં તેમણે બૌદ્ધ ધર્મ અપનાવી લીધો જેને કારણે તેમની સાથે લાખો દલિતોએ પણ બૌદ્ધ ધર્મ અપનાવી લીધો હતો. એમનું માનવું હતું કે માનવ પ્રજાતિનું લક્ષ્ય પોતાની સોચમાં સતત સુધારો લાવવાનું છે.

  આંબેડકરના લગ્ન

  આંબેડકરના લગ્ન

  ડૉ. આંબેડકરના પહેલાં લગ્ન નવ વર્ષની ઉંમરમાં રમાબાઈ સાથે થયાં. રમાબાઈના મૃત્યુ બાદ તેમણે બ્રાહ્મણ પરિવારમાંથી આવતી સવિતા સાથે લગ્ન કર્યાં. સવિતાએ પણ તેમની સાથે જ બૌદ્ધ ધર્મ અપનાવી લીધો હતો. આંબેડકરની બીજી પત્ની સવિતાનું વર્ષ 2003માં નિધન થયું.

  સંવિધાન નિર્માણ

  સંવિધાન નિર્માણ

  બીઆર આંબેડકરને આઝાદી બાદ સંવિધાન નિર્માણ માટે 29 ઓગસ્ટ 1947ના રોજ સંવિધાનની સ્વરૂપ સમિતિના અધ્યક્ષ બનાવવામાં આવ્યા. બાદમાં તેમની અધ્યક્ષતામાં બે વર્ષ, 11 મહિના અને 18 દિવસ બાદ સંવિધન બનીને તૈયાર થઈ ગયું. કહેવામાં આવે છે કે તેઓ નવ ભાષાના જાણકાર હતા. તેમણે દેશ-વિદેશના કેટલાય વિશ્વવિદ્યાલયોથી પીએચડીની માનદ પદવી પણ મેળવી હતી. તેમની પાસે કુલ 32 ડિગ્રી હતી. તેમને વર્ષ 1990માં મરણોપરાંત ભારતના સર્વોચ્ચ નાગરિક સન્માન ભારત રત્નથી સન્માનિત કરવામાં આવ્યા હતા.

  હિંદુ પેદા તો થયો પણ હિંદુ નહિ મરૂં

  હિંદુ પેદા તો થયો પણ હિંદુ નહિ મરૂં

  આંબેજકરે જે તાકાત સાથે દલિતોને તેમના હક અપાવવા માટે એકજુટ કરવા અને રાજનૈતિક-સામાજિક રૂપથી એમને સશક્ત બનાવવામાં લાગી ગયા હતા, એટલી જ તાકાત સાથે તેમના વિરોધીઓ પણ તેમને રોકવા માટે જોર લગાવી રહ્યા હતા. લાંબા સંઘર્ષ બાદ જ્યારે આંબેડકરને ભરોસો થઈ ગયો કે તેઓ હિંદુ ધર્મથી જાતિપ્રથા અને છૂઆછૂતની કુરીતિઓ દૂર નથી કરી શકતા ત્યારે તેમણે ઐતિહાસિક વક્તવ્ય આપ્યું, જેમાં તેમણે કહ્યું કે હું હિંદુ પેદા તો થયું પણ હિંદુ નહિ મરું.

  હિંદુ કોડ બિલ પર વિરોધ

  હિંદુ કોડ બિલ પર વિરોધ

  આઝાદી બાદ પંડિત નેહરુના મંત્રીમંડળમાં ડૉક્ટર આંબેડકર કાયદા મંત્રી બન્યા અને નેહરુની પહેલ પર તેમણે હિંદુ કોડ બિલ તૈયાર કર્યું, પરંતુ આ બિલને લઈને પણ તેઓએ જબરો વિરોધનો સામનો કરવો પડ્યો હતો. ખુદ નેહરુ પણ તે સમયે પોતાની પાર્ટીની અંદર અને બહાર આ મુદ્દા પર વધી રહેલ દબાણ સામે નરમ થતા જોવા મળ્યા હતા. આ મુદ્દા પર વિરોધ એ હદે થયો કે આંબેડકરે કાયદામંત્રીના પદ પરથી જ રાજીનામું આપી દીધું. જો કે બાદમાં હિંદુ કોડ બિલ પાસ થયું અને તેનાથી હિંદુ મહિલાઓની સ્થિતિમાં ક્રાંતિકારી બદલાવ પણ આવ્યો.

  બૌદ્ધ ધર્મ અપનાવ્યો

  બૌદ્ધ ધર્મ અપનાવ્યો

  વર્ષ 1956માં આંબેડકરે પોતાના 3,80,000 સાથીઓ સાથે હિંદુ ધર્મનો ત્યાગ કરી બૌદ્ધ ધર્મ અંગિકાર કરી લીધો હતો. 1950ના દશકમાં જ બાબા સાહેબ બૌદ્ધ ધર્મ પ્રત્યે આકર્ષિત થયા અને બૌદ્ધ સંમેલનમાં ભાગ લેવા શ્રીલંકા (ત્યારનું સીલોન) ગયા હતા. 14 ઓક્ટોબર 1956ના રોજ નાગપુરમાં તેમણે પોતાના લાખો સમર્થકો સાથે બૌદ્ધ ધર્મ ગ્રહણ કર્યો.

  આ પણ વાંચો-CBI વિવાદઃ આલોક વર્માની યાચિકા પર સુપ્રીમ કોર્ટમાં ચુકાદો સુરક્ષિત રખાયો

  English summary
  things you should know about baba saheb ambedkar on his death anniversary

  For Breaking News from Gujarati Oneindia
  Get instant news updates throughout the day.

  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more