For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

મુશ્કેલીમાં મોદી, બે જુદી-જુદી જનહિતની અરજી દાખલ

|
Google Oneindia Gujarati News

કાનપૂર/અલ્હાબાદ/ચેન્નાઇ, 18 ઓક્ટોબર: ગુજરાતના મુખ્યમંત્રી અને ભાજપા તરફથી વડાપ્રધાન પદના ઉમેદવાર નરેન્દ્ર મોદીની રેલી પર મહાભારત થમવાનું નામ નથી લઇ રહી. મોદીની વિરુદ્ધ બે અલગ-અલગ જનહિતની અરજી દાખલ કરવામાં આવી છે જેમાં એક અરજી કાનપુર રેલીને લઇને છે જેને અલ્હાબાદ હાઇકોર્ટમાં દાખલ કરવામાં આવી છે, જેમાં એક અરજી કાનપુર રેલીને લઇને છે જેમાં અલ્હાબાદ હાઇકોર્ટમાં દાખલ કરવામાં આવી છે અને બીજી અરજી મદ્રાસ યુનિવર્સિટી કેમ્પસમાં આયોજિત આજના કાર્યક્રમમાં ભાગ લેવા માટેની છે.

ભાજપા નેતાઓના દબાણ અને મીડિયામાં મામલો સામે આવ્યા બાદ જિલ્લા પ્રશાસને કાનપુરમાં 19 ઓક્ટોબરના રોજ ઉત્તર પ્રદેશમાં યોજાનારી નરેન્દ્ર મોદીની પ્રથમ રેલી માટે તેમના હેલિકોપ્ટરને ઉતરવા માટે હેલિપેડની પરવાનગી તો મળી ગઇ પરંતુ બીજી તરફ દલિત સમુદાયના કેટલાંક લોકોએ અલ્હાબાદ હાઇકોર્ટમાં રેલીને રોકવાની અરજી કરી દીધી છે.

આયોજન સ્થળના માલિકોમાં સામેલ દલિત મહિલા સુનિલ કુમારીએ આ અરજી કરી છે. જમીન પર રેલીની અનુમતિ જિલ્લા અધિકારીએ આપી છે. દલિતોનું કહેવું છે કે રેલી માટે તેમની પાસેથી પરવાનગી લેવામાં આવે. જ્યાં રેલી થવાની છે, ત્યાં દલિતોના રહેઠાણ હોવાનો દાવો કરવામાં આવ્યો છે. આ અરજી પર શુક્રવારે સુનાવણી થવાની શક્યતા છે.

narendra modi
બીજી બાજુ મદ્રાસ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓએ મોદીની સુરક્ષાના નામે થઇ રહેલી સખતાઇના કારણે વિદ્યાર્થીઓ રોષે ભરાઇ આવ્યા છે. જેના વિરોધમાં વિદ્યાર્થીઓએ ભારે સૂત્રોચ્ચાર કર્યા હતા. મોદીની સુરક્ષાના નામ પર પોલીસ દ્વારા હેરાન કરવાનો આરોપ લગાવનાર વિદ્યાર્થીઓએ કાર્યક્રમની પરવાનગી આપવાના વિરોધમાં નારેબાજી કરવામાં આવી. મોદી અત્રે મદ્રાસ યુનિવર્સિટીના સેંટેનરી ઓડિટોરિયમમાં 'નાની પાલખીવાલા સ્મારક 2013' પર વ્યાખ્યાન આપવાનું છે.

આ અવસરે મોદી બીજેપી નેતા અરૂણ શૌરીનું પુસ્તક 'સેલ્ફ ડિસેપ્શન: ઇન્ડિયા ચાઇના પોલિસીઝ'નું લોકાર્પણ કરશે. આ પહેલા કાર્યક્રમ ડો. રાધાકૃષ્ણન માર્ગ પર મ્યૂઝિક એકેડેમીમાં યોજાવાનો હતો. પરંતુ બાદમાં સુરક્ષા કારણોનો હવાલો આપતા આના આયોજનનું સ્થળ બદલીને યુનિવર્સિટીના સેન્ટેનરી ઓડિટોરિયમ કરી દેવામાં આવ્યું.

English summary
Two plea filed against Narendra modi in Allahabad and Chennai.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X