ખાદ્ય સુરક્ષા પર વટહુકમ લાવશે આજે સરકાર

બદલાતા રાજનૈતિક પરિમાણોને ધ્યાનમાં રાખતા મનમોહન સિંહ સરકાર ખાદ્ય સુરક્ષા વિધેયકને લાગુ કરવાની ઉતાવળમાં છે. વિધેયકને લાગુ કરવા માટે સરકાર વટહુકમ લાવવાની તૈયારી કરી રહ્યું છે.
ઉલ્લેખનીય છે કે યુપીએના સહયોગી રાષ્ટ્રીય કોંગ્રેસ પાર્ટીના અધ્યક્ષ અને કેન્દ્રીય કૃષિમંત્રી શરદ પવારે ગયા અઠવાડિયે ખાદ્ય સુરક્ષા બિલને વટહુકમ દ્વારા પસાર કરવા પર પોતાની નારાજગી વ્યક્ત કરી હતી.
આ બિલના પ્રાવધાનોમાં દેશની 67 ટકાની વસતીને ખૂબ જ સસ્તા દરે એટલે કે એક રૂપિયા કિલો અનાજ, બે રૂપિયા કિલો ગઉં, અને ત્રણ રૂપિયાના દરે કિલો ચોખા આપવામાં આવશે.












Click it and Unblock the Notifications
