For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

વોલમાર્ટના 125 કરોડમાંથી કોને-કોને મળ્યા રૂપિયા: BJP

|
Google Oneindia Gujarati News

rajyasabha
નવી દિલ્હી, 10 ડિસેસ્બર: વોલમાર્ટ લોબિંગ મુદ્દે રાજ્યસભામાં આજે બીજેપીએ જોરદાર ધમાલ મચાવી. વોલમાર્ટે અમેરિકન સંસદમાં ખુલાસો કર્યો છે કે છેલ્લા 4 વર્ષમાં લોબિંગ માટે અલગ અલગ દેશોમાંથી તેણે 125 કરોડ રૂપિયા ખર્ચ કર્યા છે. આ દેશોમાં ભારતનું પણ નામ સામેલ છે. આ મુદ્દે વિપક્ષે સરકાર પાસે જવાબ માગતા રાજ્યસભામાં હંગામો મચાવ્યો છે.

રાજ્યસભામાં બીજેપી નેતા રવિશંકર પ્રસાદે શૂન્યકાળમાં સરકાર પર પ્રહારો કરતા જણાવ્યું કે ભારતીય બજારમાં દાખલ થવા માટે વોલમાર્ટે લોબિંગ માટે જેટલા રૂપિયા આપ્યા તેનો ખુલાસો થવો જોઇએ. તેમણે આને એક ગંભીર મુદ્દો જણાવી મલ્ટી બ્રાન્ડ રિટેલમાં એફડીઆઇ પર હાલ રોક લગાવીને તેની તપાસ કરવાની માગ કરી છે.

સમાજવાદી પાર્ટી, જનતા દળ યુનાઇટેડ, તૃણમુલ કોંગ્રેસ અને શિવસેનાના સાંસદોએ પણ બીજેપીની માગનું સમર્થન કર્યું છે. હોબાળો શાંત ન થતા રાજ્યસભાને દસ મિનિટ માટે સ્થગિત કરી દેવાઇ હતી. જોકે વાતાવરણ યથાવત રહેતા ઉપાધ્યક્ષે રાજ્યસભાને બપોરે 2 વાગ્યા સુધી સ્થગિત કરી દીધી હતી.

આ મુદ્દે રવિશંકર પ્રસાદે જણાવ્યું કે ભારત સરકાર જવાબ આપે કે ભારતમાં લોબિંગ કરવાની પરવાનગી કેમ આપવામાં આવી? જે ખરેખર ભારતમાં ગેરકાયદેસર છે. બીજેપીનો દાવો છે કે એફડીઆઇ ભારતમાં ઘુસણખોરી અને લોબિંગના સહારે આવ્યું છે. બીજેપીએ આ અંગે પ્રધાનમંત્રી પાસે તપાસ કરાવી જવાબ માગ્યો છે.

જોકે રાજ્યસભામાં કોગ્રેસી નેતા રાજીવ શુક્લાએ જણાવ્યું કે આ મુદ્દે જવાબ સંબંધીત મંત્રી આપશે. જગદંબિકા પાલે જણાવ્યુ કે વોલમાર્ટે લોબિંગમાં ખર્ચનો ઉલ્લેખ અમેરિકામાં કર્યો છે. જેની તપાસ ભારતમાં કેવી રીતે થઇ શકે. જ્યારે સમાજવાદી પાર્ટીએ જણાવ્યું કે અમે એ વાતને રદિયો આપીએ છીએ કે વોલમાર્ટથી સમાજવાદી પાર્ટીના કોઇપણ નેતાને ફાયદો થયો હોય.

English summary
The Opposition is crying foul over reports of global retail giant Walmart lobbying US lawmakers to get into India.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X