વીડિયો: ખોરાક ની શોધમાં મંદિરમાં ગજરાજ, ખાધો પ્રસાદ

Posted By:
Subscribe to Oneindia News

જંગલી હાથી ઘ્વારા કરવામાં આવેલી તોડફોડ ના ઘણા વીડિયો સામે આવે છે. પરંતુ હાલમાં જ તામિલનાડુ માં કોયમ્બતૂર નો એક વીડિયો સામે આવ્યો છે જેમાં એક જંગલી હાથી રાત્રે મંદિરમાં ઘુસી જાય છે. આ જંગલી હાથી ભગવાન કાર્તિકેય ના મંદિરમાં આવ્યો હતો. દક્ષિણ ભારતમાં ભગવાન કાર્તિકેય ને ભગવાન મુરુગન રૂપમાં પૂજવામાં આવે છે.

elephant

વીડિયોમાં જોઈ શકાય છે કે હાથી સુબ્રમનિયર મંદિરની અંદર ભરાઈ જાય છે. જ્યાં હાથીની બધી જ હરકતો સીસીટીવી કેમેરામાં કેદ થઇ ગયી છે.

જણાવવામાં આવી રહ્યું છે કે આ વીડિયો 19 માર્ચનો છે જયારે હાથી સ્ટોરરૂમ સુધી પહોંચી જાય છે. હાથી ખોરાકની તલાશમાં ભટકે છે. થોડા સમય પછી હાથીને ખોરાક મળી જાય છે. ભોજન કરીને હાથી પાછો ચાલ્યો જાય છે.

જયારે સવારે મંદિરના પૂજારી અને બીજા કર્મચારી રસોડામાં આવે છે ત્યારે બધા જ હેરાન થઇ જાય છે. તેઓ જયારે પ્રસાદગૃહ ની હાલત જુએ છે ત્યારે પહેલા તો તેમને લાગે છે કે કોઈને ત્યાં ચોરી કરી છે.

પરંતુ જયારે મંદિરના પૂજારી જુએ છે કે બધા જ કિંમતી સમાન સુરક્ષિત છે ત્યારે તેઓ મંદિરની સીસીટીવી ફૂટેઝ ચેક કરે છે અને તેમાં તેમને એક હાથી જોવા મળે છે.

English summary
Wild elephant entered anubhavi subramaniar temple coimbatore

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.