For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

જુનાગઢઃ કેશોદની બજારમાં લાલબાગ કેરીનું આગમન

જુનાગઢઃ કેશોદની બજારમાં લાલબાગ કેરીનું આગમન

By Desk
|
Google Oneindia Gujarati News

ઉનાડો જાણે સ્વાદ રસિકો માટે વરદાન બનીને આવ્યો છે. ઉનાડામાં ઘોર તપ સહન કરવો પડે છે પરંતુ તેની સાથે જ સ્વાદ રશિકોને અનેક ફળ-ફળાદીનો આનંદ માણવાનો મોકો મળે છે. ટેટી, તળબુચ તો બજારમાં આવી જ ગયાં છે પરંતુ હવે સ્વાદ રસિકો કેરીનો સ્વાદ પણ માણી શકશે. જી હાં, જૂનાગઢના કેશોદ ખાતે કેરીનું આગમન થઈ ગયું છે. જો કે કેરીની શરૂઆત જ હોવાથી અત્યારે કેરીના ભાવ બહુ વધુ હશે પરંતુ આગામી સમયમાં કેરીની આવક જેમ જેમ વધતી જશે તેમ તેમ કેરીના ભાવમાં પણ ઘટાડો આવે તેવું અનુમાન છે.

lalbagh mango

ઉલ્લેખનીય છે કે, જૂનાગઢ જિલ્લાના કેશોદની બજારમાં લાલબાગ કેરીનું આગમન થયું છે. લાલબાગ કેરીનું પ્રતિકિલો 150 રૂપિયાના ભાવથી વેચાણ થઈ રહ્યું છે. જો કે કેસર કેરીના રસિકોને કેસર કેરીનો સ્વાદ માણવા માટે હજી ચારથી પાંચ અઠવાડિયા રાહ જોવી પડશે.

ગ્લોબલ વોર્મિંગને કારણે આંબાઓમાં આગોતરા પાછોતરા ફાલ લાગવાના કારણે કેસર કેરીનો લાંબા સમય સુધી સ્વાદ માણવા મળશે. હાલ તો બજારમાં લાલબાગ કેરીનું આગમન થઈ ગયું છે અને બજારમાં આ કેરીનું 150 રૂપિયા પ્રતિ કિલો વેચાણ થઈ રહ્યું છે.

માર્કેટમાં કેરીનું આગમન થતાં જ સ્વાદ રસિકોમાં આનંદનો માહોલ જોવા મળી રહ્યો છે, કેશોદની માર્કેટમાં લોકો કેરીઓ લેવા માટે તડાપડી બોલાવી રહ્યા છે. જો કે હજી પણ ઘણા લોકો કેસર કેરીના આગમનની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે.

English summary
Junagadh: Arrival of Lalbagh mango in Keshod market
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X