અમેરિકી ચૂંટણીમાં બધી સીમાઓ પાર, ટ્રમ્પ-હિલેરી ચર્ચાની 10 વાતો

Subscribe to Oneindia News

અમેરિકી રાષ્ટ્રપતિ ચૂંટણીમાં આજે ડેમોક્રેટ હિલેરી ક્લિંટન અને રિપબ્લિકન ડોનાલ્ડ ટ્રમ્પ વચ્ચે બીજી ચર્ચા થઇ. આ ચર્ચા સાંભળ્યા બાદ સ્પષ્ટ થઇ ગયુ છે કે આ વખતે અમેરિકી રાષ્ટ્રપતિ ચૂંટણીઓમાં પહેલાની બધી સીમાઓ તોડી નાખવામાં આવી છે.

hilla

મહિલાઓથી લઇને ઇસ્લામ સુધીની વાતો
મહિલાઓ પર અભદ્ર ટિપ્પણી થઇ, મુસલમાનો અને ઇસ્લામ વિશે વાતો કરવામાં આવી અને ત્યાં સુધી કે પૂર્વ રાષ્ટ્રપતિના સંબંધોને પણ ઉછાળવામાં આવ્યા. જ્યાં હિલેરીએ ટ્રમ્પના ભાષણોને અમેરિકા માટે ખતરનાક બતાવ્યા ત્યાં ટ્રમ્પે બિલ ક્લિંટન સુધીના અફેર્સ ગણાવી દીધા. વર્ષ 2015ના મધ્યથી અમેરિકી ચૂંટણીના અભિયાનોએ જોર પકડ્યુ હતુ અને ત્યારથી જ ચૂંટણી અભિયાન વિવાદનો મુદ્દો બની ગયુ છે. એકબીજા સાથે હાથ મિલાવીને જે ચર્ચાની શરુઆત થઇ તે એકબીજા પર વ્યક્તિગત આરોપો-પ્રત્યારોપો સાથે ખતમ થઇ.

84 મિલિયન લોકોએ જોઇ ચર્ચા

એક નજર નાખો 84 મિલિયન લોકો દ્બારા જોવાયેલી આ ચર્ચા પર. જ્યાં બંને ઉમેદવારોએ એકબીજા પર કીચડ ઉછાળવામાં કોઇ કસર ન રાખી. આ બીજી ચર્ચાને ટ્રમ્પના વર્ષ 2005 ના એક વીડિયોએ ઉગ્ર વધુ બનાવી દીધી હતી.


હિલેરીએ કહ્યું કે હાલમાં જ આવેલા એક વીડિયોએ ટ્રંપની બધી હકીકત સામે લાવી દીધી છે.

ચર્ચાના એક દિવસ પહેલા ટ્રમ્પે ફેસબુક લાઇવ દ્વારા એક બે નહિ પણ ચાર મહિલાઓને રજૂ કરી દીધી.

આ એ મહિલાઓ હતી જેમણે હિલેરીના પતિ અને પૂર્વ રાષ્ટ્રપતિ બિલ ક્લિંટન પર શારીરિક શોષણનો આરોપ લગાવ્યો હતો.

ફેસબુક લાઇવ બાદ ચર્ચામાં પૂર્વ રાષ્ટ્રપતિ ક્લિંટન પર આ ચર્ચામાં બળાત્કારનો આરોપ પણ લગાવવામાં આવ્યો.

ટ્રમ્પે કહ્યું કે મારા તો માત્ર શબ્દો છે પૂર્વ રાષ્ટ્રપતિ ક્લિંટને તો તે બધુ કરીને બતાવ્યું છે.

હિલેરીએ કહ્યું કે આવી નિમ્ન સ્તરની અને ગંદી માનસિકતાવાળા વ્યક્તિ રાષ્ટ્રપતિ પદના લાયક નથી.

ટ્રમ્પે હિલેરીના ઇમેલ લીકનો મુદ્દો ઉઠાવ્યો અને કહ્યું કે તેમને તેના પર શરમ આવવી જોઇએ.

ટ્રમ્પે ધમકી આપી કે રાષ્ટ્રપતિ બન્યા બાદ તે ઇમેલ મુદ્દાની તપાસ કરશે અને હિલેરીને જેલમાં મોકલશે.

ટ્રમ્પે કહ્યું કે અમેરિકામાં લોકો એવી રીતે આવી રહ્યા છે કે આપણને ખબર જ નથી કે તે કોણ છે, ક્યાંથી આવ્યા છે અને આપણા દેશને લઇને તેમની ભાવનાઓ શું છે.

વળી, આ તરફ હિલેરીના જણાવ્યા અનુસાર અમેરિકી ચૂંટણીમાં લડાઇ ઇસ્લામ સામે બિલકુલ નથી.

English summary
10 point of Hillary Clinton and Donald Trump's second presidential debate.
Please Wait while comments are loading...