For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ઓસ્ટ્રેલિયામાં અત્યાર સુધીનો સૌથી મોટો સાઇબર હુમલો, જરૂરી સેવાઓ, બિઝનેસમાં હેકર્સની ઘૂસણખરી

ઓસ્ટ્રેલિયામાં અત્યાર સુધીનો સૌથી મોટો સાઇબર હુમલો, જરૂરી સેવાઓ, બિઝનેસમાં હેકર્સની ઘૂસણખરી

|
Google Oneindia Gujarati News

કેનબરાઃ ઓસ્ટ્રેલિયાની સરકાર અને સંસ્થાઓ પર મોટો સાઇબર હુમલો થયો છે જાણકારી મુજબ સાઇબર હેકર્સ ગેંગે ઓસ્ટ્રેલિયા પર આ અત્યાર સુધીનો સૌથી મોટો સાઇબર અટેક કર્યો છે. ઓસ્ટ્રેલિયાના પીએણ સ્કૉટ મૉરિસને કહ્યું કે ઓસ્ટ્રેલિયાની સરકાર અને સંસ્થાઓને હેકર્સે નિશાન બનાવ્યા છે. આ હુમલો સરકારના દરેક સ્તરે કરવામાં આવ્યો છે, એટલું જ નહિ જરૂરી સર્વિસ પ્રોવાઇડર્સ અને વ્યાપાર પર પણ અટેકર્સે હુમલો કર્યો છે. જો કે ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાને આ હુમલો તેમના દેશની અંદર કોઇએ કર્યો હોય તેનો ઇનકાર કરી દીધો છે. પ્રાઇમ મિનિસ્ટરે સ્પષ્ટ કર્યું કે કોઇ મહત્વપૂર્ણ પર્સનલ ડેટામાં ઘૂસણખોરી નથી થઇ.

hacking

પ્રાઇમ મિનિસ્ટરે કહ્યું કે પાછલા કેટલાક મહિનાઓથી આ ગતિવિધ ચાલી રહી છે. આ હુમલા પાછળ કોણ કોણ લોકો છે તેની ઓળખ ચાલી રહી છે. એક્સપર્ટ્સે આ લોકોની ઓળખ સ્ટેટ હેકર્સના રૂપમાં કરી હતી. જણાવી દઇએ કે જે સ્તરનું આ હેક છે અને તેની જે પ્રકૃતિ અને જેવી રીતે હુમલાખોરોએ હુમલો કર્યો છે તે કોઇ સ્ટેટ એક્ટરનું જ કામ છે. જો કે જ્યારે પ્રાઇમ મિનિસ્ટરને પૂછવામાં આવ્યું કે આ હુમલા પાછળ કયો દેશ હોઇ શકે તો તેમણે નામ જણાવવાનો ઇનકાર કરી દીધો. તેમણે કહ્યું કે તેઓ લોકો વચ્ચે નામ જાહેર નહિ કરે.

પીએમે કહ્યું કે આવા પ્રકારની ગતિવિધિઓમાં ઘણા દેશ સામેલ નથી. તેમણે જોર આપીને કહ્યું કે સમાન રૂપે દુર્ભાવનાપૂર્ણ ગતિવિધિ વૈશ્વિક સ્તર પર જોવા મળી, જે હિસાબે ઓસ્ટ્રેલિયા માટે આ કંઇક અલગ નથી. જણાવી દઇએ કે પાછલા વર્ષે ઓસ્ટ્રેલિયાના મુખ્ય રાજનૈતિક દળ અને સંસદ પર સાઇબર અટેક થયો હત અને તેમના કમ્પ્યુટરમાં ઘૂસણખોરી કરવામાં આવી હતી. તેમની પાછળ પણ સોફિસ્ટિકેટેડ સ્ટેટ એક્ટર હોવાની વાત કહેવામાં આવી છે.

રશિયા અને ચીનના વિદેશ મંત્રીઓ સાથેની મીટિંગમાં ભારત લેશે ભાગ: વિદેશ મંત્રાલયરશિયા અને ચીનના વિદેશ મંત્રીઓ સાથેની મીટિંગમાં ભારત લેશે ભાગ: વિદેશ મંત્રાલય

English summary
biggest cyber attack in australia, PM refuse to declare hacker's country name
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X