For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ચીનમાં ડોક્ટરે દર્દીના માથા પર ઉગાડી દીધું નવું નાક!!!

|
Google Oneindia Gujarati News

બીજિંગ, 26 સપ્ટેમ્બર : ચીનના ઝિઆઓલીઆન નામના બાવીસ વર્ષના યુવાન પર એવી અદ્ભુત સર્જરી કરવામાં આવી છે જેની ક્યારેય કોઈએ કલ્પના પણ નહીં કરી હોય. તેના કપાળ પર નવું નાક ઉગાડવામાં આવ્યું છે. નાકની જગ્યાએ કપાળ પર નાક ઉગાડવાની સર્જરી ડૉક્ટર્સની કોઇ ભૂલ નથી પણ ચર્ચા બાદ સહમતિથી લેવામાં આવેલો નિર્ણય છે.

આ અંગે પ્રાપ્ત માહિતી અનુસાર ઑગસ્ટ 2012માં એક કાર-અકસ્માતમાં 22 વર્ષના ઝિઆઓલીઆનને નાકમાં બહુ ખરાબ રીતે ઈજા થઈ હતી. તેનું નાક એટલી હદે ચગદાઈ ગયું હતું કે એની સર્જરી તો નહોતી જ થઈ શકી, ઉપરથી નાકનાં નરમ હાડકાં ચેપને કારણે નકામાં થઈ ગયાં હતાં. પરિણામે ચીનના ફૂજાન નામના પ્રાન્તની એક હૉસ્પિટલમાં ડૉક્ટરોએ તેના નાકને કાપવા માટે મજબૂર બન્યા હતા.

નાકના વિકલ્પ માટે સ્ટેમ સેલ્સની મદદથી ડોક્ટર્સે તેના કપાળ પર નવું નાક ઉગાડવાનું નક્કી કર્યું હતું. ઝિઆઓલીઆનની કેટલીક પાંસળીને નાકનો આકાર આપીને અને શરીરના કેટલાક ભાગોમાંથી ચામડી કાપીને કપાળ પર અસલ બીજું નાક બનાવવામાં આવ્યું હતું. આ અંગે નોઝ સર્જનો કહે છે કે કપાળ પર નાક બની ગયું છે અને થોડા દિવસમાં ટ્રાન્સપ્લાન્ટ સર્જરીથી આ નવા નાકને જૂના નાકની જગ્યાએ બેસાડી દેવામાં આવશે. જુઓ તસવીરો...

1

1

સર્જરી બાદઝિઆઓલીઆનના કપાળ પર નાક અને અસલી નાકને ચેક કરી રહેલા ડોક્ટર

1

1

22 વર્ષનાઝિઆઓલીઆને અકસ્માતના કારણે ગુમાવ્યું અસલી નાક

3

3

આવી રીતે સ્કીન સ્ટેમ વિકસાવીને તૈયાર કરાયું નવું નાક

4

4

ટૂંક સમયમાં અસલી જગ્યાએ નવું નાક ટ્રાન્સપ્લાન્ટ કરાશે

English summary
Chinese doctors grow new nose on man's forehead
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X