અલકાયદાએ ભારતમાં નવા ઠેકાણાનો ખુલાસો કર્યો

આ સંગઠને 55 મિનિટના એક ઓનલાઇન વીડિયોને જારી કર્યો. આ વીડયોમાં આ આતંકવાદી સંગઠને ભારતીય ઉપમહાદ્વિપમાં પોતાની ગતિવિધિયો અને ઝેહાદને પ્રોત્સાહનની ઇચ્છા વ્યક્ત કરી છે. ઝવાહિરીએ વીડિયોમાં ઉપમહાદ્વીપમાં પોતાની ગતિવિધિયોને વધારવા મુસ્લિમો માટે ખુશ થવાનો અવસર ગણાવ્યો છે. તેનું કહેવું છે કે સંગઠન બર્મા, બાંગ્લાદેશ અને કાશ્મીરના મુસ્લીમોને અન્યાય અને અત્યાચારથી બચાવશે.
અફગાનિસ્તાનના તાલિબાન નેતા મુલ્લા ઉમર પ્રત્યે પણ આ વીડિયોમાં નિષ્ઠા વ્યક્ત કરાઇ છે. જવાહિરીએ વીડિયોમાં ઇસ્લામિક સ્ટેટ આતંકવાદી સંગઠનને અલકાયદાની પ્રભુતાને પડકાર આપવા માટે ધમકાવ્યું છે.
વિશ્વના આતંકવાદી રોધક વિશ્લેષકોનું કહેવું છે કે વૃદ્ધ થઇ ગયેલા અલ જવાહિરીએ પોતાના આતંકવાદી સમૂહમાં ભર્તી માટે સંઘર્ષ કરવો પડી રહ્યો છે સાથે જ ઇસ્લામિક સ્ટેટ પણ એક પડકાર સ્વરૂપે તેની સામે છે. ઇસ્લામિક સ્ટેટના નેતા અબૂ બક્ર અલ બગદાદીએ પોતાને ખલીફા જાહેર કરતા મુસ્લિમ સમુદાય પાસે નિષ્ઠાની માંગ કરી હતી.












Click it and Unblock the Notifications
