For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ભારતનો વિરોધ કરતાં ઈરાને પાકિસ્તાનને બતાવી લાલ આંખ, આ કાર્યવાહી કરી

ભારતનો વિરોધ કરતાં ઈરાને પાકિસ્તાનને બતાવી લાલ આંખ, આ કાર્યવાહી કરી

|
Google Oneindia Gujarati News

તેહરાનઃ ઈરાને પાકિસ્તાનને જમ્મુ-કાશ્મીર મામલે તગડો ઝાટકો આપ્યો છે. ઈરાન પોલીસે પાકિસ્તાનના દૂતાવાસ પર લાગેલ ભારત વિરોધી પોસ્ટર્સ અડધી રાત્રે કાર્યવાહી કરીને હટાવી દીધાં. પાકિસ્તાનના દૂતાવાસ પર આ પોસ્ટર્સ 15 ઓગસ્ટે ભારતના સ્વતંત્રતા દિવસના અવસર પર લગાવવામાં આવ્યાં હતાં. ઈરાની અધિકારીઓ તરફતી જબરદસ્તી આ પોસ્ટર હટાવવાના અહેવાલ છે. અત્યાર સુધી ભારત વિરોધી કાર્યવાહીમાં પાકિસ્તાન વિરુદ્ધ ઈરાનની આ મોટી કાર્યવાહી ગણાવવામાં આવી રહી છે.

પાકિસ્તાનને આકરો સંદેશ, આ કૂટનીતિ નહિ

પાકિસ્તાનને આકરો સંદેશ, આ કૂટનીતિ નહિ

ઈરાનની નોર્થ-વેસ્ટર્ન સિટી મશાદ સ્થિત પાક દૂતાવાસ પર ભારત-વિરોધી પોસ્ટર્સ લાગ્યાં હતાં. આ પોસ્ટર્સને પાકિસ્તાન તરફથી કાશ્મીર સૉલિડેરિટી ડેના અવસર પર લગાવવામાં આવ્યાં હતાં. સ્થાનિક પોલીસ તરફથી અડધી રાત્રે આ પોસ્ટર્સ હટાવી લેવામાં આવ્યાં છે. સૂત્રો મુજબ ઈરાને ઈસ્લામાદને આકરા શબ્દોમાં સ્પષ્ટ જણાવી દીધું કે આવી કૂટનૈતિક રણનીતિમાં નથી આવતા. કોઈપણ ત્રીજા દેશ વિરુદ્ધ આવા પ્રકારના બેનર્સ લગાવવાં રાજદ્વારી નિયમોની સખ્ત વિરુદ્ધ છે. ઈરાનના વલણથી નિરાશ પાકિસ્તાને એક નોટ મોકલી ઈરાન સામે આ મુદ્દો ઉઠાવ્યો છે. તેહરાને આ મામલાને દુર્ભાગ્યપૂર્ણ ગણાવ્યો છે.

ભારત ઈરાનનું મિત્ર છે

ભારત ઈરાનનું મિત્ર છે

ઈરાની અધિકારીઓ તરફથી પાકિસ્તાની રાજદ્વારીને ત્યાં સુધી પૂચવામાં આવ્યું કે, જો ઈસ્લામાબાદ સ્થિત ઈરાનના દૂતાવાસ પર સાઉદી અરબ વિરુદ્ધ આવા પોસ્ટર્સ લગાવવામાં આવે તો તેને કેવું લાગશે, અને શું પાકિસ્તાન તેની મંજૂરી આપશે. જે વાત સૌથી દિલચસ્પ છે તે મુજબ પાકિસ્તાન એ વાત પકડીને બેઠું છેકે તેને આવા પ્રકારના સંદેશનું પ્રદર્શન કરી શકવાનો સંપૂર્ણ અધિકાર છે. ઈરાને પણ પાકિસ્તાનને સ્પષ્ટ કહી દીધું કે પાકિસ્તાન પર ઈરાન પોતાનું વલણ નહિ બદલે. ઈરાને પાકિસ્તાનને કહ્યું કે તમે અમારા ભાઈ જેવા છો પણ ભારત પણ અમારો દુશ્મન નથી.

ભારતે ઈરાન સામે મુદ્દો ઉઠાવ્યો

ભારતે ઈરાન સામે મુદ્દો ઉઠાવ્યો

આ દરમિયાન ઈરાનમાં પાક મિશન તરફથી ભારત વિરોધી પ્રદર્શનોનો મુદ્દો દિલ્હીમાં ઉઠાવવામાં આવ્યો છે. ઈરાનના રાજદૂતને પણ ભારત તરફથી વિરોધ નોટ સોંપવામાં આવી છે. આ ઘટના પહેલા પાકિસ્તાન તરફથી ઈરાનમાં મંજૂરી વિના બે વિરોધ પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું. દુનિયાભરમાં પાકિસ્તાનના દૂતાવાસો અને તેના નાગરિકો તરફથી ભારત વિરોધી પ્રદર્શનોનું આયોજન કરવામાં આવી રહ્યું છે. ભારત તરફથી પાંચ ઓગસ્ટે જમ્મુ કાશ્મીરથી આર્ટિકલ 370 હટાવી તેને મળેલ વિશેષ દરજ્જાને ખતમ કરી દીધો છે. જે બાદથી પાકિસ્તાન અકળાયું છે.

દુનિયાભરમાં વિરોધ પ્રદર્શન

દુનિયાભરમાં વિરોધ પ્રદર્શન

પાછલા અઠવાડિયે પણ પાકિસ્તાનના નાગરિકો અને ખાલિસ્તાની પ્રદર્શનકારિઓ તરફથી લંડનમાં ભારતીય ઉચ્ચાયુક્ત તરફથી એક વિશાળ પ્રદર્શનનું આોજન કરવામાં આવ્યું હતું. આ પ્રદર્શન દરમિયાન તોડફોડ પણ કરવામાં આવી હતી. લંડનમાં આ બીજું મોટું પ્રદર્શન હતું અને આ વિશે પાકિસ્તાન વિદેશ મંત્રી શાહ મહમૂદ કુરૈશી તરફથી એલાન કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત વૉશિંગ્ટન, દક્ષિણ કોરિયા અને જર્મનીમાં પણ પાકિસ્તાન સંગઠનોએ મોટા પાયે ભારત વિરોધી પ્રદર્શનોનું આયોજન કર્યું હતું.

Chandrahyaan 2: લેંડર વિક્રમ સાથે આ કારણે નથી થઈ રહ્યો સંપર્ક, ચંદ્રયાન 1ના ડાયરેક્ટરે જણાવ્યુ કારણChandrahyaan 2: લેંડર વિક્રમ સાથે આ કારણે નથી થઈ રહ્યો સંપર્ક, ચંદ્રયાન 1ના ડાયરેક્ટરે જણાવ્યુ કારણ

English summary
iram removed pakistan's poster apposing india from its embassy
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X