For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

પૃથ્વીની નજીક આવી રહ્યો છે 'નાનો ચાંદ', NASAના વૈજ્ઞાનિકો પણ આશ્ચર્યચકિત

પૃથ્વીની નજીક આવી રહ્યો છે 'નાનો ચાંદ', NASAના વૈજ્ઞાનિકો પણ આશ્ચર્યચકિત

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હીઃ અંતરિક્ષમાં દરેક સેકન્ડે નવા નવા બદલાવ થતા રહે છે, જો કે આનાથી આપણા વૈજ્ઞાનિકોને બ્રહ્માંડ વિશે વધુ જાણકારી એકઠી કરવામાં મદદ મળે છે. જો કે હાલમાં જ નાસાના વૈજ્ઞાનિકોએ આશંકા જતાવી કે પૃથ્વીની કક્ષમાં એક નાનો ચાંદ સામેલ થઈ શકે છે. નાસા મુજબ આ નવો એસ્ટેરોઈડ ધરતીની પરિક્રમા કરશે જે વાસ્તવમાં અંતરિક્ષનો જૂનો કાટમાળ હોય શકે છે. હવે આ પાછો આપણા જ ગ્રહ તરફ આવી રહ્યો છે. હાલ તે ધરતીથી 27,000 માઈલની દૂરી પર અંતરિક્ષમાં તરી રહ્યો છે.

નાસાના વૈજ્ઞાનિકે આ આશંકા જતાવી

નાસાના વૈજ્ઞાનિકે આ આશંકા જતાવી

નાસાના સેંટર ફૉર નિયર અર્થ ઓબ્જેક્ટ સ્ટડીઝના નિદેશક ડૉ પૉલ ચોડાસ મુજબ આ નાનો ચાંદ માત્ર ક્ષુદ્રગ્રહ નથી જે પૃથ્વીના કક્ષમાં ફરતો રહેશે બલકે એવી આશંકા જતાવવામાં આી રહી છે કે આ 1960ના દશકમાં માનવ દ્વારા અંતરિક્ષમાં છોડવામાં આવેલ કોઈ ઉપગ્રહનો કચરો હોય શકે છે જે આપણા ગ્રહ તરફ પાછો આવી રહ્યો છે. નાસા મુજબ આ ક્ષુદ્રગ્રહ 2020 એસઓ નામની વસ્તુ એક જૂનો બૂસ્તર રોકેટ છે.

પૃથ્વી તરફ આવી રહ્યો છે ક્ષુદ્રગ્રહ

પૃથ્વી તરફ આવી રહ્યો છે ક્ષુદ્રગ્રહ

ડૉ પોલ ચોડાસે કહ્યું કે પૃથ્વીની કક્ષાથી દૂર શોધાયેલ નવો ઓબ્જેક્ટ એક જૂનો રોકેટ બુસ્ટર હોય શકે છે. આ અંદાજાનું કારણ એ છે કે ઓબ્જેક્ટ સૂર્ય વિશે એક કક્ષાનું અનુસરણ રી રહ્યો છે જે પૃથ્વીની સમાન લગભગ ગોળાકાર છે અને પોતાના બીજા દૂર બિંદૂ પર સૂર્યથી થોડો દૂર છે. આ ચંદ્રયાન અભિયાન માટે પ્રયોગમાં લેવાયેલ રોકેટ જેવો જ છે, જે કેટલાય વર્ષો બાદ સૂર્યની કક્ષામાં મળી આવ્યો.

ક્ષુદ્રગ્રહ શું હોય છે

ક્ષુદ્રગ્રહ શું હોય છે

ચોડાસે આગળ કહ્યું કે આ એવી રોકેટ જે એકવાર ચંદ્રમાથી પસાર થાય છે અને પછી સૂર્યની ઓર્બિટર તરફ ચાલી જાય છે. જો કે આવા પ્રકારની કક્ષામાં કોઈ ક્ષુદ્રગ્રહ વિકસિત થઈ શકે તેવી સંભાવના ના બરાબર છે, પરંતુ આ અશક્ય પણ નથી. જણાવી દઈએ કે ક્ષુદ્રગ્રહ અથવા એસ્ટરોઈડ એવો ખગોળીય પિંડ હોય છે જે બ્રહ્માંડમાં વિચરણ કરતો રહે છે. આ પોતાના આકારમાં ગ્રહોથી નાના અને ઉલ્કા પિંડોથી મોટા હોય છે.

1966માં ફેલ થયેલા મિશનનો ભંગાર હોય શકે

1966માં ફેલ થયેલા મિશનનો ભંગાર હોય શકે

જ્યારે વૈજ્ઞાનિકોએ પૃથ્વી તરફ આવી રહેલા ક્ષુદ્રગ્રહની ગતિ અને જૂના ચંદ્રયાન મિશનના લૉન્ચનું વિશ્લેષણ કર્યું તો આ વર્ષ 1966માં પૃથ્વીની નજીકના ક્ષેત્રમાં હોવાનું જાણવા મળ્યું. નાસાના વૈજ્ઞાનિકોને સંકેત મળ્યા કે 20 સપ્ટેમ્બર 1966ના સર્વેયર 2ના પ્રક્ષેપણની સાથે આ રોકેટ બુસ્ટરનો સંબંધ હોય શકે છે. કેમ કે એ દરમ્યાન આ રોકેટને ચંદ્રમા પર સોફ્ટ લેન્ડિંગ માટે ડિઝાઈન કરવામાં આવી હતી પરંતુ મિશન ફેલ થઈ ગયું હતું. જાણકારી મુજબ તે અંતરિક્ષયાન દુર્ઘટનાગ્રસ્ત થઈ ગયું હતું.

આ સ્થિતિમાં મીની મૂન મનાશે

આ સ્થિતિમાં મીની મૂન મનાશે

નાસાએ જણાવ્યું કે એ મિશનમાં ઉપયોગ કરાયેલ રોકેટ બુસ્ટર તરીકે સેંટૂર રોકેટનો ઉપયોગ કરાયો હતો, જે ઘટનાનો શિકાર થયા બાદ સૂર્યની કક્ષામાં ચાલ્યા ગયા. જે બાદ તે આજસુધી જોવા નથી મળ્યો. મીડિયા રિપોર્ટ્સ મુજબ આ ઓબ્જેક્ટ પૃથ્વીની કક્ષામાં આ વ્ષે નવેમ્બરના અંત સુધીમાં પ્રવેશ કરી શકે છે. જો આ ક્ષુદ્રગ્રહ નીકળ્યો તો તેને મિની મૂન માનવામાં આવશે, પરંતુ નાસાના સેંટર ફૉર નિયર અર્થ ઑબ્જેક્ટ સ્ટડીઝના ડાયરેક્ટર પૉલ ચોડાસ મુજબ આ બૂસ્ટર રોકેટ હોય શકે છે.

પૂર્વ કેન્દ્રીય મંત્રી જસવંત સિંહનું નિધન, મોદીએ દુખ વ્યક્ત કર્યુંપૂર્વ કેન્દ્રીય મંત્રી જસવંત સિંહનું નિધન, મોદીએ દુખ વ્યક્ત કર્યું

English summary
mini moon coming towards earth, here is what NASA said
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X