• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

મોદીના વિઝા: સાંસદોની સહીઓ 'સાચી અને પ્રામાણિક'

By Kumar Dushyant
|

વોશિંગ્ટન, 29 જુલાઇ: ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીને અમેરિકાના વિઝા નહી આપવા માટે રાષ્ટ્રપતિ બરાક ઓબામાને ભારતીય સાંસદોના પત્રને લઇને સર્જાયેલા વિવાદે હાલ નવો વળાંક લઇ લીધો છે જ્યારે કેલિફોર્નિયાના 'ફોરેન્સિક ડોક્યૂમેન્ટ એક્ઝામિનર' વિભાગે કહ્યું હતું કે સાંસદોની સહીઓ 'વાસ્તવિકત અને પ્રમાણિક' છે, ના કે 'કટ એન્ડ પેસ્ટ' છે જેમ કે દાવો કરવામાં આવ્યો હતો.

પત્રની ફોરેન્સિક તપાસ બાદ રિપોર્ટમાં કહેવામાં આવ્યું હતું કે ફોરેન્સિક તપાસના સ્વિકાર્ય સિદ્ધાંતો અને પદ્ધતિનો ઉપયોગ કરતાં મારું માનવું છે કે ક્યૂ1ક્યૂ3 (રાજ્યસભાના સાંસદોના પત્રના પૃષ્ઠ) દસ્તાવેજ એક વખતમાં તૈયાર કરવામાં આવ્યાં છે અને તેના પર લીલી શાહીના સાચા અને પ્રમાણિક હસ્તાક્ષર છે. લોકસભાના સભ્યોના આ પત્રમાં પણ આ પ્રકારનું તારણ કાઢવામાં આવ્યું છે.

રાજ્યસભા અને લોકસભાના સભ્યો દ્વારા ઓબામાએ ગત વર્ષ ક્રમશ: 26 નવેમ્બર અને પાંચ ડિસેમ્બરના રોજ પત્ર લખવામાં આવ્યા અને આ પત્રોને 21 જુલાઇના રોજ વ્હાઇટ હાઉસને ફરીથી ફેક્સ કરવામાં આવ્યા હતા. કેલિફોર્નિયાના 'ફોરેન્સિક ડોક્યૂમેન્ટ એક્ઝામનર'ના નાનેટ એમ બાર્તોએ આ પત્રોના લેખનની ફોરેન્સિક તપાસ કરી હતી.

કેટલાક સાંસદો માકપા નેતા સીતારામ યેચુરી, ભાજપાના એમપી અચ્યુતન અને દ્રમુકના કેપી રામલિંગમ દ્વારા બરાક ઓબામાને લખેલા પત્ર પર સહી કરવા અંગેની મનાઇ કર્યા બાદ નરેન્દ્ર મોદી વિરૂદ્ધ અભિયાન શરૂ કરેલા સંગઠન કોલેજીયન યંગેસ્ટ જીનોસાઇડ' (સીએજી)ના આગ્રહથી આ તપાસ કરવામાં આવી.

ચાલીસ ભારતીય અમેરિકન સંગઠનોના સમૂહ સીએજી નરેન્દ્ર મોદીને અમેરિકાના વિઝા વિરૂદ્ધ અભિયન ચાલી રહ્યું છે. ફોરેન્સિક તપાસ રિપોર્ટ પર પ્રતિક્રિયા માંગવા માટે અચ્યુતને કહ્યું હતું કે તેમને આ પ્રકારના આવેદન પર સહી કર્યાનું યાદ નથી. તેમને કહ્યું હતું કે તેમને ફક્ત એટલું જ યાદ છે કે તેમને ભારતના વિભિન્ન ભાગો ખાસકરીને ઉત્તરી રાજ્યોમાં મુસ્લિમ યુવકોને આતંકવાદી ગણાવીને કસ્ટડીમાં લેવા પર નારાજગી વ્યક્ત કરતાં એક પત્ર પર સહી કરી હતું.

રામલિંગમે કહ્યું હતું કે આ વિશેષાધિકારનો મુદ્દો છે. જેને સભાપતિ હામિદ અન્સારી પાસે મોકલી દેવામાં આવે. તેમને કહ્યું હતું કે 'હુ પહેલાં જ કહી ચૂક્યો છું કે મેં પત્ર પર સહી કરી નથી.' યેચુરી એક સંસદીય પ્રતિનિધિમંડળની સાથે ઉત્તર કોરિયાના પ્રવાસે છે, માટે તેમની ટિપ્પણી લઇ શકાઇ નથી. યેચુરીએ કહ્યું હતું કે તેમને પત્ર પર સહી કરી નથી અને દસ્તાવેજ પર તેમની સહી 'કટ એન્ડ પેસ્ટ' છે.

સીએજીના રાજા સ્વામીએ દાવો કર્યો છે કે ફોરેન્સિક તપાસમાં સાબિત થયું છે કે કાગળની કોપી એટલે કે ઇલેક્ટ્રોનિક રીતે કોઇપણ દસ્તાવેજમાં સહીને એક જગ્યાએથી ઉઠાવીને બીજી જગ્યાએ ચોંટાડવા જેવું કંઇ નથી અને બંને દસ્તાવેજોમાં સહીઓ અલગ-અલગ છે.

સીએજીના પ્રવક્તા સ્વામીએ કહ્યું હતું કે કેટલાક સાંસદોએ આ પત્રોની વિશ્વનિયતા પર પ્રશ્નો ઉઠાવતાં અથવા તો સહી નહી કરવા અથવા સહીની વાત યાદ ન હોવાનીએ વાત કહી હતી જેથી સીએજીએ બંને પત્રોની વિશ્વનિયતા સાબિત કરવા માટે ફોરેન્સિક જાણકારોને સામેલ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.

સ્વામીએ કહ્યું હતું કે ફોરેન્સિક તપાસ માટે અમે વિશેષજ્ઞ નૈનેટ બાટરેની સેવાઓ લીધી જે કોર્ટ દ્વારા યોગ્ય ફોરેન્સિક દસ્તાવેજના જાણકાર અને હસ્તલેખનના વિશ્લેષક છે. સીએજીના રિપોર્ટની પ્રમાણિત નકલો પીટીઆઇને પુરી પાડવામાં આવી હતી જે કોર્ટમાં પુરાવા તરીકે માન્ય છે.

સ્વામીએ કહ્યું હતું કે ફોરેન્સિક તપાસ સાબિત કરે છે દસ્તાવેજ પ્રમાણિક છે અને કાગળની નકલ કે ઇલેક્ટ્રોનિક ફોર્મેટમાં કોઇમાં પણ 'કટ એન્ડ પેસ્ટ' જેવું કોઇ કામ કરવામાં આવ્યું નથી. બંને દસ્તાવેજો પર સહીઓ અલગ-અલગ છે.

પોતાના ફોરેન્સિક રિપોર્ટમાં બાટરેએ કહ્યું હતું કે પ્રત્યેક પૃષ્ઠના અક્ષરોના આકાર અને અન્ય જગ્યાએથી સંકેત મળ્યા છે કે દસ્તાવેજ એકવારમાં તૈયાર કરવામાં આવ્યા છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે ત્રણ પૃષ્ઠોના દસ્તાવેજોને એકવારમાં એકસાથે તૈયાર કરવામાં આવ્યાં છે. હસ્તલેખનની તપાસમાં ખુલાસો થયો છે કે આ દસ્તાવેજ વાસ્તવિક છે અને તેના પર લીલી શાહીના દસ્તાવેજ બાદ સ્કેન કરવામાં આવ્યા હતા.

સીએજીના સંસ્થાપક અને 'ઇન્ડિયન માયનારિટીઝ એડવોકેસી નેટવર્ક'ના અધ્યક્ષ ડૉક્ટર શેખ ઉબૈદે દાવો કર્યો છે કે આ ફોરેન્સિક તપાસ બાદ તથ્યોને સંતાડવા માટે ભાજપની વિભાજનકારી રણનિતી અને અધ્યક્ષ રાજનાથ સિંહના નરેન્દ્ર મોદીના વિઝા માટે અનુરોધ કરવાની યોજના અસફળ થઇ ગઇ છે.

English summary
The controversy over Indian parliamentarians letters to Obama for denying visa to Narendra Modi has taken a new turn with a California-based Forensic Document Examiner certifying that the signatures of the lawmakers are "original and authentic" and not a cut and paste job as claimed.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more