ભારતે જ્યારે સર્જિકલ સ્ટ્રાઇક કરી ત્યારે દુનિયાને અમારી તાકાત સમજાઇ: મોદી

Posted By:
Subscribe to Oneindia News

અમેરિકાના વર્જિનિયામાં ભારતીય મૂળના લોકોએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સ્વાગતમાં એક કાર્યક્રમનું આયોજન કર્યું હતું. અમેરિકામાં વસતા ભારતીય સમુદાયના લોકોને સંબોધિત કરતા પીએમ મોદીએ કહ્યું કે જ્યારે હું તમને લોકોને મળું છું આનંદની લાગણી અનુભવું છું. એવું લાગે છે કે પરિવારના લોકોને મળી રહ્યો હોવ. મને તેને નવી ઊર્જાથી ભરેલા દેખાવ છો. વધુમાં તેમણે કહ્યું કે હું મુખ્યમંત્રી અને વડાપ્રધાન બન્યો તે પહેલા સમગ્ર અમેરિકામાં ભ્રમણ કરી ચૂક્યો છું. અને જ્યારે વડાપ્રધાન બન્યો ત્યારે તમે છે ઉષ્માભેર પ્રેમ મને આપ્યો તે મારા માટે યાદગાર પળ છે. હું તમને વિશ્વાસ આપું છું કે તમારા લોકોનું સપનાનું ભારત બનવાની દિશામાં હું કામ કરીશ. જ્યારે હું સ્વસ્થ ભારતનું સપનું જોવ છું તો તેમાં સ્વસ્થ માં અને બાળક પણ મને દેખાય છે.

narendra modi

તેમણે કહ્યું કે ભારતમાં ભષ્ટ્રાચારના કારણે સરકારો સત્તાની બહાર થઇ છે. ગત ત્રણ વર્ષમાં કોઇ પણ કોઇ રીતનો ભષ્ટ્રાચારનો આરોપ અમારી પર નથી લગાવી શક્યા. પારદર્શી નિતીઓથી અમે લોકોમાં વિશ્વાસનું વાતાવરણ ઊભું કર્યું છે. ભારતના યુવાઓ ટેક્નોલોજીને જાણે છે અને તેનું મહત્વ પણ સારી રીતે સમજી શકે છે. જો લોકોની વધતી આશાઓને યોગ્ય લીડરશીપ મળી તો તે સિદ્ધીમાં પરિણામશે. ભારતે જ્યારે સર્જિકલ સ્ટ્રાઇક કરી ત્યારે દુનિયાને આપણી તાકાતની ખબર પડી. દુનિયાને લાગ્યું કે ભારત સંયમ રાખે છે પણ જરૂર પડે ત્યારે પોતાની તાકાત પણ દેખાડી શકે છે. જ્યારે 20 વર્ષ પહેલા ભારત આંતકવાદની વાત કરતો હતો ત્યારે દુનિયાના અનેક દેશો તેમ કહેતા હતા કે તે કાનૂન-વ્યવસ્થાની સમસ્યા છે. અને તેને આ વાતને ના સમજી. હવે આતંકી પોતે જ તે વાત સમજાવી રહ્યા છે કે આતંક શું હોય છે ત્યારે આપણે હવે સમજાવવાની જરૂર જ નથી રહી.

ભારતના વિદેશ વિભાગે માનવતા મામલે અનેક નવી ઊંચાઇઓ મેળવી છે. વિશ્વના અનેક ભાગોમાં ફસાયેલા 80,000 ભારતીયોને ગત 3 વર્ષમાં બચાવીને ભારત પરત લાવવામાં આવ્યા છે. સાથે જ સોશ્યલ મીડિયાના પાવરથી મંત્રાલય પણ સશક્ત થયું છચે. આ વિદેશ મંત્રાલય અને સુષ્મા સ્વરાજજીએ કરી બતાવ્યું છે. ભારતમાં બધા જાણે છે કે કોઇ પણ મુશ્કેલીમાં હોય તો સુષ્માજીને ટ્વિટ કરવાથી તે તરત જવાબ આપે છે. અને સરકાર તરત એક્શન પણ લે છે.

વિશ્વ સર્જિકલ સ્ટ્રાઇકની આલોચના કરી શક્યું હોત અને તે પર સવાલ પણ પૂછવામાં આવતા પણ તેમણે આવું ના કર્યું કારણ કે આપણે તે સમજાવવામાં સફળ રહ્યા છીએ કે આતંકવાદ કેટલું ખતરનાક સાબિત થઇ શકે છે. ઉલ્લેખનીય છે કે પીએમ મોદીના ભાષણ પછી કાર્યક્રમમાં હાજર ભારતીયોએ તેમની પ્રશંસા કરી અને તેમના ભારતને શ્રેષ્ઠ બનાવાના પ્રયાસોના વખાણ કર્યા.

English summary
PM Narendra Modi addressing Indian Diaspora in Virginia. Read here the main point of his speech.
Please Wait while comments are loading...