ચીનના રાષ્ટ્રપતિએ પોતાની સેનાને કહ્યું, યુદ્ધ માટે રહો તૈયાર

Written By:
Subscribe to Oneindia News

ટૂંક સમયમાં જ પીપલ્પ લિબરેશન આર્મીની સ્થાપનાને 90 વર્ષ પૂર્ણ થશે. આ પહેલાં રવિવારે ચીનના સૈન્ય દ્વારા શક્તિ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. ઉત્તરી ચીન સ્થિત એક સૈન્ય બેઝ પર વિશાળ મિલિટ્રી પરેડ પણ કાઢવામાં આવી હતી. આ કાર્યક્રમમાં ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ પણ હાજર રહ્યા હતા અને તેમણે ચીનની સેનાને યુદ્ધ માટે તૈયાર રહેવા જણાવ્યું હતું. નોંધનીય છે કે, દોકલામ સીમા પરનો ભારત અને ચીન વચ્ચેનો આ વિવાદ હજુ શમ્યો નથી, એવામાં ચીનના આ શક્તિ પ્રદર્શને સૌનું ધ્યાન ખેંચ્યુ છે.

china

શિન્હુઆ ન્યૂઝ એજન્સિ અનુસાર, આ પહેલીવાર એવું બન્યું છે જ્યારે રાષ્ટ્રપતિ જિનપિંગે પોતે સેનાનો યુનિફોર્મ પહેરી સૈન્ય ટુકડીઓનું નિરિક્ષણ કર્યું હોય. 1 ઓગસ્ટના રોજ આર્મી ડેની ઉજવણી થનાર છે. એ પહેલાં આ રીતની પરેડ વર્ષ 1949ના કમ્યુનિસ્ટ આંદોલન પછી પહેલીવાર થઇ હોવાનું કહેવાઇ રહ્યું છે. ચીન પાસે દુનિયાની સૌથી મોટું પાયદળ(પગપાળા સૈનિકોની સેના) છે અને અત્યારે ચીન પાયદળની સંખ્યા ઘટાડી ટેક્નોલોજીના વિકાસ પર વધુ ધ્યાન આપી રહ્યું છે.

અહીં સૈનિકોને સંબોધિત કરતાં જિનપિંગે કહ્યું હતું કે, પીપલ્પ લિબરેશન આર્મીએ યુદ્ધની તૈયારીને જ એકમાત્ર લક્ષ્ય બનાવવું જોઇએ. તેમનું ધ્યાન હરહંમેશ યુદ્ધની તૈયારીઓ પર હોવું જોઇએ. તેમણે આગળ કહ્યું હતું કે, તેઓ એવી સેના ઇચ્છે છે, જે યુદ્ધ માટે હંમેશા તૈયાર રહે અને હંમેશા જીત મેળવે. ઉલ્લેખનીય છે કે, દોકલામ સીમા પર છેલ્લા લગભગ 2 મહિનાથી ભારત અને ચીનના સૈન્યો સામ-સામે છે. ચીની મીડિયા અને અધિકારીઓ તરફથી અનેકવાર યુદ્ધની ધમકીઓ પણ મળી ચૂકી છે, આ બધા વચ્ચે ચીનનું આ શક્તિ પ્રદર્શન અનેક પ્રશ્નો ઊભા કરે છે.

English summary
President of China said to his military: be ready for war.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.