For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

PM નરેન્દ્ર મોદી પહોંચ્યા પેલેસ્ટાઇન, જાણો આ મુલાકાત અંગે વધુ

આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પહેલી વાર પેલેસ્ટાઇન પહોંચ્યા છે. ત્યારે તેમની આ ખાસ મુલાકાત અંગે વિગતવાર જાણકારી મેળવો અહીં.

By Chaitali
|
Google Oneindia Gujarati News

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે પેલેસ્ટાઇનના પ્રવાસ પર છે. જ્યાં તે રામાલ્લાહ પહોંચ્યા હતા. નોંધનીય છે કે પીએમ અમ્માન થતા પેલેસ્ટાઇન પહોંચ્યા હતા. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પેલેસ્ટાઇન જનાર ભારતના પહેલા વડાપ્રધાન છે. શુક્રવારે તે જોર્ડનની રાજધાની અમ્માનમાં હતા અને ત્યાં તેમણે સુલ્તાન અબ્દુલ્લા દ્રિતીયથી મુલાકાત કરી હતી. તે પછી શનિવારે પીએમ મોદી પેલેસ્ટાઇન માટે રવાના થયા હતાા. અને ઇઝરાયલી હેલિકોપ્ટરે તેમને સુરક્ષા આપી હતી. શનિવારે પીએમ મોદી રામાલ્લાહમાં યાસિર અરાફાતને શ્રદ્ધાંજલિ આપી હતી અને ગાર્ડ ઓફ ઓનર પણ આપ્યું હતું. પેલેસ્ટાઇનના અલ મુકાતાના પ્રાંગણમાં પીએમ મોદીને સન્માન આપવામાં આવ્યું હતું. અલ મુકાતા પેલેસ્ટાઇનના રાષ્ટ્રપતિ મહમૂદ અબ્બાસનું અધિકૃત નિવાસ સ્થાન છે. પીએમ મોદી આજે પેલેસ્ટાઇનના રાષ્ટ્રપતિ મહમૂદ અબ્બાસ સાથે દ્રિપક્ષીય વાર્તા કરશે.

palestine modi

નોંધનીય છે કે ગત વર્ષે જુલાઇમાં જ્યારે મોદી પહેલી વાર ઇઝરાયેલ ગયા હતા ત્યારે તે દેશના તેવા પહેલા વડાપ્રધાન હતા જેમણે ઇઝરાયેલનો પ્રવાસ કર્યો હતો. અને હવે તે પછી પેલેસ્ટાઇનમાં જનાર પણ મોદી પહેલા વડાપ્રધાન બન્યા છે. ઉલ્લેખનીય છે કે ભારત પહેલો તેવો બિન- અરબી દેશ છે જેને પેલેસ્ટાઇનને માન્યતા આપી તેની સાથે કૂટનીતિક સંબંધ બનાવ્યા હતા. વિદેશ મંત્રાલયે પણ પીએમ મોદીની આ યાત્રા પહેલા સરકારી રીતે આ યાત્રા અંગે બોલતા કહ્યું હતું કે પેલેસ્ટાઇન અને ભારતની આ યાત્રા બંને દેશોના સંબંધને સ્વતંત્ર અને વિશેષ બનાવશે. વધુમાં ભારતે જણાવ્યું કે ઇઝરાયેલ અને પેલેસ્ટાઇન પોતાના વિવાદને સાથે મળીને બહારના કોઇ વ્યક્તિના હસ્તક્ષેપ વગર જાતે જ ઉકેલે. આ ભારતે ઇઝરાયેલ અને પેલેસ્ટાઇનના વિવાદ મામલે પણ સ્પષ્ટતા આપી હતી.

English summary
Prime Minister Narendra Modi Palestine tour, Read here why this tour is important.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X