For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

મેથીના મુઠીયાનો અસલી સ્વાદ માણો, બનાવવા પણ એકદમ સહેલા

મેથીના મુઠીયાનો અસલી સ્વાદ માણો, બનાવવા પણ એકદમ સહેલા

|
Google Oneindia Gujarati News

મેથીના મૂઠિયા નામ સાંભળતાં જ મોમાં પાણી આવી જાય તેવી આપણી આ પ્રાચીન ગુજરાતી વાનગી બનાવવી એકદમ સરળ છે. શું તમે જાણો છો મેથીના મૂઠીયાને બાફીને પણ બનાવી શકાય અને તળીને પણ બનાવી શકાય છે. જેમાં મુખ્યરૂપે મેથી અને ચણાના લોટનો ઉપયોગ કરવામાં આવે છે. બનાવવામાં એકદમ સરળ એવાં મેથીના મૂઠિયામાં વધુ સામગ્રીની જરૂર પણ નથી પડતી અને 30 મિનિટમાં બનીને ભૂખ મટાડવા માટે તૈયાર પણ થઈ જાય છે. ગુજરાતીઓ મોટેભાગે સવારે ચા જોડે નાસ્તામાં મેથીના મુઠીયા ખાવાનું વધુ પસંદ કરતા હોય છે, તો ચાલો આજે ટ્રાય કરો મેથીના મુઠીયા.

સામગ્રી

સામગ્રી

  • 500 ગ્રામ મેથીની ભાજી
  • 400 ગ્રામ ચણાનો જાડો લોટ
  • 100 ગ્રામ ઘઉંનો જાડો લોટ
  • સ્વાદ અનુસાર મીઠુ
  • 1 ચમચી હળદર
  • 2 ચમચી મરચુ
  • 4 ચમચી ધાણાજીરું
  • બુરુ ખાંડ (વધારે)
બનાવવાની રીત

બનાવવાની રીત

  • ચણાના જાડા લોટમાં ઘઉંનો જાડો લોટ, સ્વાદ અનુસાર મીઠુ, મરચુ, હળદર, ધાણાજીરુ, બુરુ ખાંડ નાખવા.
  • મેથીની ભાજીને સમારીને બરાબર ધોઈ નાખો. ધોયા બાદ તેને ચાળણીમાં કાઢી લેવી.
  • તેમાં મીઠુ નાખી બરાબર મસળવી અને પાણી કાઢી નાખવુ જેથી તેમાંથી કડવાશ જતી રહે.
હવે મીઠું ઉમેરો

હવે મીઠું ઉમેરો

  • તેમાં મીઠું નાખી બરાબર મસળવી અને પાણી કાઢી નાખવુ જેથી તેમાંથી કડવાશ જતી રહે.
  • આ ભાજી લોટમાં નાખી લોટને મસળવો અને કઠણ લોટ રાખી તેના મૂઠિયા વાળી લેવા.
  • કડાઈમાં તેલ ગરમ કરીને મૂઠિયા તળી લેવા.
  • તો તૈયાર છે મેથીના મુઠીયા

ગુજરાતનુ લોકપ્રિય ફરસાણ 'હાંડવો' કેવી રીતે બનાવવો, ચાલો જાણીએ અહીં.ગુજરાતનુ લોકપ્રિય ફરસાણ 'હાંડવો' કેવી રીતે બનાવવો, ચાલો જાણીએ અહીં.

English summary
methi na muthiya recipe in gujarat, too easy to prepare.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X