For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ટી20: ભારતનો પાકિસ્તાન સામે 11 રને વિજય

|
Google Oneindia Gujarati News

team india
અમદાવાદ, 28 ડિસેમ્બરઃ બેંગ્લોર ખાતેની મેચમાં પાકિસ્તાન સામેની મેચમાં અશ્વિનનો સમાવેશ નહીં કરવાની ભૂલને સુધારતા ધોનીએ અમદાવાદ ખાતેની મેચમાં અશ્વિનનો સમાવેશ કર્યો છે અને રવિન્દ્ર જાડેજાને બહાર કર્યો છે. બીજી ટી20માં પાકિસ્તાને ટોસ જીતીને ભારતે પ્રથમ બેટિંગ કરવાનું આમંત્રણ આપ્યું છે. પાકિસ્તાને પોતાની ટીમમાં કોઇ બદલાવ કરવામાં આવ્યો નથી. મોટેરાના મેદાન પર ભારત પહેલા બેટિંગ કરવા માટે ઉતરી છે.

અપડેટ 6.38 pm

ભારતે 20 ઓવરમાં 5 વિકેટના નુકસાન પર 192 રન બનાવી લીધા છે. અને પાકિસ્તાનને 193 રનનું લક્ષ્ય આપ્યું છે. રોહિત શર્માએ 4 રન અને સુરેશ રૈના 1 રન બનાવીને અણનમ રહ્યા હતા. યુવરાજસિંહે 36 બોલમાં 4 ચોગ્ગા અને 7 છગ્ગા ફટકારી શાનદાર 72 રન ફટકાર્યા હતા. તેમજ ધોની પણ તેના ફોર્મમાં પાછો ફર્યો હોય તેમ 23 બોલમાં શાનદાર 33 રન બનાવ્યા હતા. તેમજ પાકિસ્તાન તરફથી એક માત્ર ઉમર ગુલે 4 ઓવરમાં 37 રન આપીને શાનદાર 4 વિકેટ ઝડપી હતી.

અપડેટ 6.14 pm

ધોની અને યુવરાજ સિંહ દ્વારા આતશી બેટિંગ કરવામાં આવી રહી છે. એક તરફથી યુવી તો બીજી તરફથી ધોની પાકિસ્તાનના બોલર્સ પર વરસી રહ્યાં છે. આ સાથે જ ભારતે 133 રન બનાવી લીધા છે. યુવરાજ 31 અને ધોની 21 રન સાથે રમી રહ્યાં છે.

અપડેટ 5:59 pm

અમદાવાદ ખાતેની ટી20માં પણ ભારતીય ટીમ સંઘર્ષ કરતી જોવા મળી રહી છે. 12 ઓવરની સમાપ્તિ સુધીમાં ભારતે 100 રન બનાવ્યા છે. કોહલી 27 રન પર રન આઉટ થયો હતો. આ સાથે જ ભારતની ચોથી વિકેટ પડી છે. કોહલી સોહેલ તનવીરની ઓવરમાં રનઆઉટ થયો છે.

અપડેટ 5:38 pm

ગૌતમ ગંભીર બાદ ભારતને બીજો ઝટકો અજિંક્ય રહાણેના રૂપમાં પડ્યો છે. રહાણે 28 રનના વ્યક્તિગત સ્કોર પર ઉમર ગુલના હાથે કોટ એન્ડ બોલ્ડ થયો છે. આ સાથે જ ઉમર ગુલે ભારતની ઓપનિંગ જોડીને પેવેલિયન ભેગી કરી દીધી છે. હાલ આઠ ઓવરની સમાપ્તિએ ભારતે બે વિકેટ ગુમાવીને 59 રન બનાવી લીધા છે. પીચ પર અત્યારે કોહલી અને યુવરાજ સિંહ છે.

અપડેટ 5:26 pm

ભારતે સારી શરૂઆત કરી હતી જો કે 44 રન પર ભારતે પ્રથમ વિકેટ ગુમાવી છે. ભારતને પ્રથમ ઝટકો ગંભીરના રૂપમાં પડ્યો છે. ગંભીર 21 રન બનાવી ઉમર ગુલની ઓવરમાં એલબી આઉટ થયો હતો.

બેંગ્લોરની મેચમાં પાકિસ્તાને પહેલા બોલિંગ કરીને ભારતને મોટો સ્કોર કરતું અટકાવ્યું હતું. આ મેચમાં ભારતે આઠ બેટ્સમેનનો સમાવેશ કર્યો છે. બે મેચોની શ્રેણીમાં ભારત 0-1થી પાછળ છે . બરાબરી કરવા માટે ભારતે આ મેચ જીતવી ઘણી જરૂરી છે.

આજે અમદાવાદના મોટેરા સ્ટેડિયમ ખાતે ભારત અને પાકિસ્તાન વચ્ચે બીજી અને છેલ્લી ટી-20 મેચ સાંજે પાંચ વાગ્યે રમાવાની છે, જેમાં ભારત માટે જીતવું જરૂરી છે જો ટી-20 શ્રેણીને બરાબરી પર સમાપ્ત કરવી હોય તો આ મેચ ભારત માટે કરો યા મરો સાબિત થશે.

ઉલ્લેખનીય છે કે પ્રથમ ટી-20 મેચમાં પાકિસ્તાનને અંતિમ ઓવરમાં 10 રનની જરૂર હતી અને મલિકે રવિન્દ્ર જાડેજાની ઓવરના ચોથા બોલ પર વિજયી છગ્ગો ફટકારી મેચ જીતાડી હતી. ટીમ ઇન્ડિયાના ટોચના બેટ્સમેનોને બાદ કરતા ભારતના તમામ બેટ્સમેનો નિષ્ફળ રહ્યાં હતા. જ્યારે બોલિંગમાં નવોદિત ભુવનેશ્વર કુમારે ત્રણ વિકેટ ઝડપી હતી.

English summary
pakistan won the toss against india in ahmedabad t20 and choose to ball first. india has one changed jadeja out and ashwin in this match.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X