For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

IPL 2020: આ છે એ 2 ટીમ જે સહેલાઈથી પહોંચી શકે છે ફાઈનલ સુધી

માર્ચ મહિનાના અંતમાં આઈપીએલ 2020ની શરૂઆત થશે. આ આઈપીએલની 13મી સિઝન છે. 12 સિઝનમાં આઈપીએલ લોકપ્રિય ટુર્નામેન્ટ બની ચૂકી છે.

|
Google Oneindia Gujarati News

માર્ચ મહિનાના અંતમાં આઈપીએલ 2020ની શરૂઆત થશે. આ આઈપીએલની 13મી સિઝન છે. 12 સિઝનમાં આઈપીએલ લોકપ્રિય ટુર્નામેન્ટ બની ચૂકી છે. ત્યારે હવે આ વર્ષે નવો ચેમ્પિયન મળશે કે ફરી કોઈ ટીમ પોતાની ટ્રોફીમાં વધારો કરશે તેની ચર્ચા શરૂ થઈ ચૂકી છે.

CSK

આ સિઝનમાં કેટલીક ટીમો મજબૂત લાગી રહી છે, તો કેટલાક ટીમો જૂની મુશ્કેલીઓમાંથી બહાર નથી આવી શકી. પરંતુ હરાજી બાદ કહી શકાય કે આઈપીએલની આ સિઝનમાં 2 ટીમ એવી છે જે બાકીની 6 ટીમ કરતા સારી સ્થિતિમાં છે. આ 2 ટીમ સહેલાઈથી ફાઈનલ સુધી પહોંચી શકે છે.

CSK

મુંબઈ ઈન્ડિયન્સ

મુંબઈ ઈન્ડિયન્સ અત્યાર સુધી 4 વખત આ ટુર્નામેન્ટ જીતી ચૂકી છે. અને આ વર્ષે મુંબઈ ડિફેન્ડિંગ ચેમ્પિયન તરીકે રમવા ઉતરશે. ત્યારે 2020ની ટુર્નામેન્ટ જીતવા માટે પણ મુંબઈ ઈન્ડિયન્સ પ્રબળ દાવેદાર છે. મુંબઈ ઈન્ડિયન્સની બેટિંગની વાત કરીએ તો તેમની પાસે ઈન ફોર્મ બેટ્સમેન રોહિત શર્મા છે તો સાથે સૂર્યકુમાર યાદવ અને ઈશાન કિશન પણ છે. વિદેશી ખેલાડીઓમાં ક્રિસ લિન અને ક્વિન્ટન ડી કોક મેચ વિનર બની શકે છે.

મુંબઈ ઈન્ડિયન્સ પાસે સારા ઓલરાઉન્ડર પણ છે. કિરન પોલાર્ડ, કૃણાલ પંડ્યા અને હાર્દિક પંડ્યા વર્લ્ડક્લાસ ઓલરાઉન્ડર છે, જે ટીમ ઈન્ડિયાને પણ જીતાડી ચૂક્યા છે. આ ઉપરાંત મુંબઈ પાસે ટી20 ફોર્મેટના સૌથી બેસ્ટ ફાસ્ટ બોલર જસબ્રીત બુમરાહ છે. જેમને બોલિંગમાં મલિંગા, બોલ્ટ, નાથન કુલ્ટર નાઈલ સાથ આપશે. સ્પિન ડિપાર્ટમેન્ટમાં મુંબઈ પાસે ચહલ જેવા શાનદાર બોલર છે.

CSK3

ચેન્નાઈ સુપરકિંગ્સ

ધોનીની કેપ્ટનસીમાં જેટલીવાર ચેન્નાઈ આઈપીએલ રમ્યુ છે, એટલીવાર પ્લે ઓફમા પહોંચ્યું છે. CSK છેલ્લી સિઝન માત્ર 1 રનથી હારી ગઈ હતી. ચેન્નાઈ પાસે પણ મહેન્દ્રસિંહ ધોની, રૈના, રાયડુ, કેદાર જાદવ, અને ડુપ્લેસિસ જેવા બેટ્સમેન છે, જે મેચ જીતાડવા સક્ષમ છે. આ ઉપરાંત ડેરૈન બ્રાવો, શેન વોટ્સન અને રવિન્દ્ર જાડેજા જેવા ઓલરાઉન્ડર છે.

ચેન્નાઈ સુપરકિંગ્સ પાસે સ્પિન બોલિંગમાં હરભજન સિંહ, ઈમરાન તાહિર અને પિયુષ ચાવલા જેવા અનુભવી બોલર્સ છે. આ ઉપરાંત ફાસ્ટ બોલિંગમાં દીપક ચાહર, શાર્દુલ ઠાકુર, અને હેઝલવુડ જેવા ખેલાડીઓ છે, જે સારું પ્રદર્શન કરી રહ્યા છે. ચેન્નાઈ ફરી એકવાર અનુભવી ખેલાડીઓ દ્વારા ફાઈનલમાં પહોંચવા સક્ષમ દેખાઈ રહી છે.

ક્રિકેટ પ્રેમ? સાબિત કરો. માયખેલ ક્રિકેટ ફેન્ટસી ક્રિકેટ રમો

English summary
ipl 2020 2 teams who can qualify for finals cs- mi
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X