For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ક્રિકેટ વર્લ્ડકપમાં ન્યૂઝીલેન્ડ સામે ભારતની હાર પર શું બોલ્યા પીએમ મોદી

ક્રિકેટ વર્લ્ડકપની સેમીફાઈનલ મેચમાં ભારતીય ટીમની ન્યૂઝીલેન્ડ સામે હારને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ નિરાશાજનક કહી છે.

|
Google Oneindia Gujarati News

ક્રિકેટ વર્લ્ડકપની સેમીફાઈનલ મેચમાં ભારતીય ટીમની ન્યૂઝીલેન્ડ સામે હારને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ નિરાશાજનક કહી છે. ટ્વીટ કરીને પીએમ મોદીએ કહ્યુ કે આ દિલ તોડનારુ છે. વળી, મોદીએ ભારતીય ક્રિકેટ ટીમના ખેલાડીઓની પ્રશંસા પણ કરી છે. બુધવારે ઈંગ્લેન્ડના માન્ચેસ્ટરમાં રમાયેલ સેમીફાઈનલમાં ભારતની ટીમ ન્યૂઝીલેન્ડ સામે 18 રનથી હારીને બહાર થઈ ગઈ છે.

આ પણ વાંચોઃ વિશ્વકપ 2019: સેમીફાઈનલમાં ન્યૂઝીલેન્ડ સામે ભારતનો 18 રને પરાજયઆ પણ વાંચોઃ વિશ્વકપ 2019: સેમીફાઈનલમાં ન્યૂઝીલેન્ડ સામે ભારતનો 18 રને પરાજય

પીએમ મોદીએ કર્યુ ટ્વીટ

પીએમ મોદીએ કર્યુ ટ્વીટ

પ્રધાનમંત્રીએ સેમીફાઈનલના પરિણામ બાદ ટ્વીટ કર્યુ છે. ટ્વીટમાં મોદીએ કહ્યુ, ‘પરિણામ હેરાન કરનારુ છે પરંતુ જે રીતે ટીમ છેલ્લે સુધી લડી તે જોવુ સારુ લાગ્યુ. ભારતીય ટીમે આખી ટુર્નામેન્ટમાં બેટિંગ, બોલિંગ અને ફીલ્ડીંગમાં તગડી રમત બતાવી. આના માટે આપણને ટીમ પર ગર્વ છે. હાર-જીત રમતનો હિસ્સો છે, હું ટીમને ભવિષ્ય માટે શુભકામનાઓ આપુ છુ.'

વિખેરાઈ ગઈ ભારતની બેટિંગ

વિખેરાઈ ગઈ ભારતની બેટિંગ

માન્ચેસ્ટરના ઓલ્ડ ટ્રેફર્ડમાં રમાયેલ સેમીફાઈનલમાં ન્યૂઝીલેન્ડની ક્રિકેટ ટીમે ટૉસ જીત્યા બાદ પહેલા બેટિંગ કરી. ભારતીય બોલરોની સારી બોલિંગ સામે ન્યૂઝીલેન્ડની ટીમે 239 રન બનાવ્યા. આના જવાબમાં ભારતની ટીમની શરૂઆત ઘણી ખરાબ રહી અને તેના ઉપરના ક્રમના બેટ્સમેનો સંપૂર્ણપણે ફેલ ગયા. ઓપનરના એલ રાહુલ, રોહિત શર્મા અને ત્રીજા નંબરે આવેલા વિરાટ કોહલી એક એક રન બનાવીને આઉટ થયા. ભારત તરફથી સૌથી વધુ 77 રન રવિન્દ્ર જાડેજાએ અને એમ એસ ધોનીએ 50 રન બનાવ્યા પરંતુ હારથી ટીમને બચાવી ન શક્યા.

વરસાદના કારણે બે દિવસ સુધી ચાલી મેચ

વરસાદના કારણે બે દિવસ સુધી ચાલી મેચ

ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે મેચ બે દિવસ સુધી ચાલી. મંગળવારે ન્યૂઝીલેન્ડની ટીમ બેટિંગ કરી રહી હતી તો વરસાદ આવી ગયો ત્યારબાદ મેચ થઈ શકી નહિ. બુધવારે ન્યૂઝીલેન્ડે પોતાની બચેલી ઓવર રમી અને પછી ભારતે બેટિંગ કરી. આ જીત સાથે ન્યૂઝીલેન્ડની ટીમ સતત બીજી વાર વર્લ્ડકપની ફાઈનલમાં પહોંચી ગઈ છે. 2015માં રમાયેલ વર્લ્ડકપમાં ન્યૂઝીલેન્ડની ટીમ ઉપવિજેતા રહી હતી.

ક્રિકેટ પ્રેમ? સાબિત કરો. માયખેલ ક્રિકેટ ફેન્ટસી ક્રિકેટ રમો

English summary
narendra modi on icc world cup 2019 semi final new zealand beat india
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X