For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

PBKS vs KKR: કોલકાતાએ પંજાબને ફરી ધોયુ, 5 વિકેટથી જીત

ઈન્ડિયન પ્રીમિયર લીગની 14 મી સીઝનના બીજા લેગનો પહેલો તબક્કો કોલકાતા નાઈટ રાઇડર્સ અને પંજાબ કિંગ્સ વચ્ચે અમદાવાદના ગ્રાઉન્ડ પર રમાઇ હતી, જ્યાં કેકેઆરની ટીમે ફરી એક વાર ઇતિહાસનું પુનરાવર્તન કરતા પંજાબની ટીમને ફરી એક વાર હર

|
Google Oneindia Gujarati News

ઈન્ડિયન પ્રીમિયર લીગની 14 મી સીઝનના બીજા લેગનો પહેલો તબક્કો કોલકાતા નાઈટ રાઇડર્સ અને પંજાબ કિંગ્સ વચ્ચે અમદાવાદના ગ્રાઉન્ડ પર રમાઇ હતી, જ્યાં કેકેઆરની ટીમે ફરી એક વાર ઇતિહાસનું પુનરાવર્તન કરતા પંજાબની ટીમને ફરી એક વાર હરાવી હતી. અમદાવાદ ગ્રાઉન્ડ પર રમાયેલી 21 મી મેચમાં કેકેઆરની ટીમે ટોસ જીતીને પ્રથમ બોલિંગનો નિર્ણય લીધો અને શાનદાર બોલિંગ કરતાં પંજાબની ટીમ નિર્ધારિત 20 ઓવરમાં 9 વિકેટના નુકસાન પર 123 રને અટકાવી હતી. કેકેઆરની ટીમે પીછો કરતાં,આ લક્ષ્ય 16.4 ઓવરમાં 4 વિકેટ ગુમાવીને 5 વિકેટથી જીત્યું હતું.

IPL 2021

આ જીત સાથે, કેકેઆરની ટીમને 4 પોઇન્ટ મળ્યા છે અને તે પોઇન્ટ ટેબલમાં પાંચમાં સ્થાને પહોંચી ગઈ છે. નોંધનીય છે કે છેલ્લી 5 ટીમોમાં ફક્ત 4 પોઇન્ટ છે પરંતુ સારા રન રેટને કારણે, કેકેઆરની ટીમે જબરદસ્ત કૂદકો લગાવ્યો હતો અને 8 મી પોઝિશનથી 5 માં સ્થાને આગળ વધી હતી. આ જીત સાથે, કોલકાતાએ પંજાબની ટીમ ઉપર આઈપીએલના ઇતિહાસમાં તેમનો 19 મો વિજય મેળવ્યો.
કેકેઆર ટીમ માટે પ્રસિંદ્ધ કૃષ્ણાએ શ્રેષ્ઠ બોલિંગ કરી હતી અને 4 ઓવરમાં 30 રન આપીને 3 વિકેટ ઝડપી હતી, જ્યારે પેટ કમિન્સ અને સુનિલ નારાયણે 2-2 વિકેટ લીધી હતી અને પંજાબની ટીમને 123 રન પર રોકવામાં નિર્ણાયક ભૂમિકા ભજવી હતી. ક્રિસ જોર્ડને પંજાબ માટે 30 રનની નિર્ણાયક ઇનિંગ ફટકારી, જેના પગલે પંજાબની ટીમે 100 રનનો આંકડો પાર કરી અને થોડો સારો સ્કોર હાંસલ કર્યો હતો.

ક્રિકેટ પ્રેમ? સાબિત કરો. માયખેલ ક્રિકેટ ફેન્ટસી ક્રિકેટ રમો

English summary
PBKS vs KKR: Kolkata beat Punjab again, win by 5 wickets
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X