For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

સચિન તેડુલકરે વર્ષોબાદ કર્યો ખુલાસો કે, કેમ કેપ્ટન તરીકે ધોનીના નામની કરી હતી ભલાણ?

મહેન્દ્ર સિંહ ધોનીને કેમ કેપ્ટન બનાવા માટે સચિને ભલામણ કરી હતી તેને લઇને સચીને ખુલાસો કર્યો હતો. બીસીસીઆઇ સચીનને 2007 માં કેપ્ટન બનાવવા માંગતી હતી ત્યારે સચીને ધોનીના નામની ભલાણણ કરી હતી.

|
Google Oneindia Gujarati News

મહેન્દ્રસિંહ ધોની ભારતીય ક્રિકેટનો સૌથી સફળ કેપ્ટનોમાંના એક છે. તેમની કેપ્ટનશીપમાં ટીમ ઇન્ડિયાએ આઇસીસીની ત્રણ ટ્રોફી પોતાને નામ કરી છે.. જ્યારે પણ એ સવાલ કરવામાં આવે છે. ધોનીને કેપ્ટન બનાવવા માટે મોટો હાથ કોનો છે. તો સચિન તેંડુલકરનું નામ સૌથી પહેલા આવે છે. સચિન તેડુલકરની ભલામણથી બીસીસીઆઇએ ધોનીને 2007 માં ટી20 વિશ્વકપમાં ભારતીય ટીમના કેપ્ટનશીપ સોપી હતી. અને ધોનીએ ભારતને ચૈમ્પિયન્સ બનાવ્યુ હતુ. સચિનને આટલા વર્ષો બાદ ખુલાસો કર્યો છે કે, તેણે કેમ ધોનીના નામ કેપ્ટન તરીકે સજેશ કર્યુ હતુ. ?

DHONI

ટાઇમ્સ ઓફ ઇન્ડિયાના રિપોર્ટ્સ અનુસાર 2007 માં ઇંગ્લેન્ડ સામે સીરિજમાં સચિન તેડુલકરને કેપ્ટનશીપની ઓફર કરવામાં આવી હતી. પરતુ તેણે કેપ્ટનશીપ લેવાનો ઇન્કાર કરી દિધો હતો. આ ત્રીજી વાર હતુ જ્યારે સચીને કેપ્ટનશીપ ઓફર કરવામાં આવી હતી, પરંતુ તેણે ધોનીના નામની ભલામણ કરી હતી. સચિને હવે ખુલાસો કર્યો છે. ત્યારે બોર્ડને તેમણે કહ્યુ હતુ કે, મારી પાસે કેપ્ટન તરીકે બહુ સારા ખેલાડીનું નામ છે, જે જુનિયર હોવા છતા સારો ખેલાડી બની શકે છે. સચિને બોર્ડનેત્યારે કહ્યુ હતુ કે, હુ જે નામની વાત કરુ છુ તેને ગંભીરતાથી લેવામાં આવે.

સચિન વધુમાં જણાવ્યુ હતુ કે, ધોનીના નામની ભલામણ તેમણે એટલા માટે કરી હતી કે, કેમ કે, ધોની આ કૌશલ્યને ઓળખી ચૂક્યો હતો. સચિને જણાવ્યુ હતુ કે, ગ્રાઉન્ડ પર જ્યારે તે ફર્સ્ટ સ્લીપમાં ઉભા રહીને ફિલ્ડીંગ કરતા હતા ત્યારે તેની સાથે ઘણી વાત થતી હતી . ત્યારે કેપ્ટન રાહુલ દ્રવિડ હતા. સચિને કહ્યુ કે, તે ધોનીને કઇ પુછે ત્યારે તેનો જવાબ શાંત સંતુલિત અને પરીપક્વ મળતો હતો. ધોનીનો જવાબ હમેશા જોશ ને હોશ ખોનાર નહોતા હતા. સચિને કહ્યુ કે, તેમણે ધોનીની અંદર કેપ્ટનશીપના ગુણ જોયા હતા. એટલા માટે તેમણે કેપ્ટન તરીકે તેના નામની ભલામણ કરી હતી.

ક્રિકેટ પ્રેમ? સાબિત કરો. માયખેલ ક્રિકેટ ફેન્ટસી ક્રિકેટ રમો

English summary
Sachin revealed the reason behind making Dhoni the captain
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X