For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

IPL 2020ના પ્લેઑફમાં પહોંચી આ 3 ટીમ, હવે અંતિમ સ્લૉટ માટે મુકાબલો

IPL 2020ના પ્લેઑફમાં પહોંચી આ 3 ટીમ, હવે અંતિમ સ્લૉટ માટે મુકાબલો

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હીઃ ઈન્ડિયન પ્રીમિયર લીગની 13મી સીઝનના 55મા મેચે પ્લેઑફમાં રોમાંચની એવી હદો પાર કરી નાખી છે જેણે પાછલા અઠવાડિયાથી એક નહિ બલકે ત્રણ ટીમનો શ્વાસ રોકી રાખ્યો હતો. દિલ્હી કેપિટલ્સ અને રૉયલ ચેલેન્જર્સ બેંગ્લોર વચ્ચે રમાયેલ આ મેચમાં દિલ્હીી ટીમે 6 વિકેટે જીત હાંસલ કરી પ્લેઑફમાં બીજા સ્થાન માટે ક્વૉલિફાઈ કરી લીધું. જ્યારે દિલ્હીના હાથે 6 વિકેટે હારવા છતાં આરસીબીી ટીમ પ્લેઑફમાં ક્વૉલિફાઈ કરનારી ત્રીજી ટીમ બની ગઈ છે.

rcb

જણાવી દઈએ કે આ મેચ પહેલાં 3 ટીમો 14 પોઈન્ટ પર હતી, જેમાં કોલકાતા, દિલ્હી અને આરસીબી સામેલ છે, ત્રણે ટીમો નેટ રનરેટના આધારે બીજા, ત્રીજા અને ચોથા સ્થાને હતી. એવામાં આજે મેચ જીતનાર ટીમનું પ્લેઑફમાં ક્વૉલિફાય કરવું તો ફાઈનલ જ હતું પરંતુ હારના ટીમે પોતાની રનરેટ સારી બનાવી રાખવાની હતી જેથી તેની કિસ્મતનો ફેસલો કાલે રમાનાર મેચ પર ટકે.

કપિલ દેવના મોતના સમાચાર વાયરલ, પૂર્વ ઑલરાઉન્ડર મદનલાલે કહ્યું- અફવા ના ફેલાવોકપિલ દેવના મોતના સમાચાર વાયરલ, પૂર્વ ઑલરાઉન્ડર મદનલાલે કહ્યું- અફવા ના ફેલાવો

દિલ્હીની ટીમે ટૉસ જીતી પહેલાં બોલિંગ કરવાનો ફેસલો લીધો અને આરસીબીની ટીમે પહેલાં બેટિંગ કરતાં દેવદત્ત પડિક્કલની ફીફ્ટી અને એબીડીના 35 રનના દમ પર 152 રનનો સ્કોર ખડકી દીધો. અહીં મેચ જીતવા ઉપરાંત ક્વૉલિફાઈ કરવા માટે જ્યાં દિલ્હીની ટીમે ઓછામાં ઓછા 134 રન બનાવવાના હતા જ્યારે આરસીબીની ટીમે આ મેચને ઓછામા ઓછી 17.3 ઓવર પહેલા ખતમ નહોતી થવા દેવાની.

દિલ્હીની ટીમે આ મેચને 19મી ઓવરમાં જીતી જેને પગલે આરસીબીના નેટ રન રેટમાં કોઈ ખાસ ફરક ના પડ્યો અને તે ક્વૉલિફાઈ કરી ગયું. ઉલ્લેખનીય છે કે રવિવારે કોલકાતા નાઈટ રાઈડર્સની ટીમે રાજસ્થાન રોયલ્સને 60 રને હરાવી ઘણો ઉલટફેર કર્યો હતો અને નેટ રનરેટમાં પણ દિલ્હી અને આરસીબીની નજીક પહોંચી ગઈ હતી, જેના કારણે આજે હારતી ટીમ બહાર થવાના ચાન્સ વધી ગયા હતા.

જણાવી દઈએ કે પ્લેઑફમાં પહોંચનાર ત્રણ ટીમ મુંબઈ, દિલ્હી અને આરસીબી ફાઈનલ થઈ ચૂકી છે, જ્યારે ચોથી ટીમનો ફેસલો આજે મુંબઈ અને હૈદરાબાદ વચ્ચે રમાનાર મેચના રિઝલ્ટ પર નિર્ભર રહેશે. જો આ મેચ મુંબઈ જીતે છે તો કોલકાતાની ટીમ પ્લેઑફમાં ક્વૉલિફાય કરી જશે અને જો હૈદરાબાદની ટીમ જીતે છે તો સારી રન રેટના આધારે હૈદરાબાદની ટીમ કોલકાતાને પાછળ છોડી ક્વૉલિફાઈ કરી જશે.

ક્રિકેટ પ્રેમ? સાબિત કરો. માયખેલ ક્રિકેટ ફેન્ટસી ક્રિકેટ રમો

English summary
These 3 teams reached the playoffs of IPL 2020, now battle for the final slot
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X