For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

CSKના રિજેક્ટ બાદ IPLની આ ટીમ રૈનાને આપશે એન્ટ્રી?

ભારતના મજબૂત T20 બેટ્સમેન અને મિસ્ટર આઈપીએલ તરીકે જાણીતા સુરેશ રૈનાને આ વખતે આઈપીએલની હરાજીમાં તેની જૂની ટીમ ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK) દ્વારા નકારી કાઢવામાં આવ્યો હતો, જેની તેણે પોતે પણ અપેક્ષા કરી ન હતી.

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી : ભારતના મજબૂત T20 બેટ્સમેન અને મિસ્ટર આઈપીએલ તરીકે જાણીતા સુરેશ રૈનાને આ વખતે આઈપીએલની હરાજીમાં તેની જૂની ટીમ ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK) દ્વારા નકારી કાઢવામાં આવ્યો હતો, જેની તેણે પોતે પણ અપેક્ષા કરી ન હતી. IPL 2022ની મેગા ઓક્શનમાં સુરેશ રૈના વેચાયા વગરના રહ્યા અને કોઈ ટીમે તેને ભાવ પણ આપ્યો ન હતો.

આ ઘટના બાદ સુરેશ રૈનાનું દિલ પણ તૂટી ગયું હતું. ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK)ની ટીમ હવે સુરેશ રૈનાને પરત લેવાના મૂડમાં નથી. આવી સ્થિતિમાં મોટા સમાચાર આવ્યા છે કે, IPLની એક ટીમ સુરેશ રૈનાને પોતાની ટીમમાં જગ્યા આપી શકે છે.

CSKના રિજેક્ટ બાદ IPLની આ ટીમ રૈનાને આપશે એન્ટ્રી!

CSKના રિજેક્ટ બાદ IPLની આ ટીમ રૈનાને આપશે એન્ટ્રી!

સુરેશ રૈનાની એક તસવીર સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે, જેમાં તે IPLની આ સિઝનમાં નવી ટીમ ગુજરાત ટાઇટન્સની જર્સીમાં જોવા મળી રહ્યો છે.

આપછી સોશિયલ મીડિયા પર એવી સનસનાટી ફેલાઈ ગઈ કે, સુરેશ રૈના આઈપીએલ 2022માં એન્ટ્રી કરવા જઈ રહ્યો છે અને તેને ગુજરાત ટાઇટન્સની ટીમમાં સ્થાનમળી શકે છે.

ઇંગ્લેન્ડના બેટ્સમેન જેસન રોયે આઇપીએલમાંથી પોતાનું નામ પાછું ખેંચી લીધા બાદ સુરેશ રૈનાને ગુજરાત ટાઇટન્સની ટીમમાં એન્ટ્રી મળી શકે તેવીઅટકળો ચાલી રહી છે. ફેન્સ સોશિયલ મીડિયા પર રૈનાની તસવીર શેર કરી રહ્યા છે.

વાયરલ ટ્વીટથી ફેલાઈ ગઈ છે સનસનાટી

વાયરલ ટ્વીટથી ફેલાઈ ગઈ છે સનસનાટી

જેસન રોયે બાયો બબલમાં લાંબા સમય સુધી રહેવાના કારણે થાકને કારણે IPL ટુર્નામેન્ટમાંથી ખસી ગયો હતો. રૈના અગાઉ IPLમાં ગુજરાતની કેપ્ટનશીપ કરીચૂક્યો છે, પરંતુ ગુજરાતની ટીમ અલગ હતી.

ઉલ્લેખીય છે કે, 2013માં ફિક્સિંગમાં નામ આવ્યા બાદ જ્યારે રાજસ્થાન રોયલ્સ અને ચેન્નાઈ સુપર કિંગ્સ પર 2 વર્ષનોપ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. તે સમયે ગુજરાત લાયન્સને IPLમાં 2 વર્ષ થયા હતા. ત્યારબાદ રૈનાએ ગુજરાત લાયન્સનું સુકાન સંભાળ્યું હતું.

ગુજરાત ટાઇટન્સનીટીમ હાર્દિક પંડ્યાની કપ્તાનીમાં IPLની શરૂઆત કરશે. ગુજરાત ટાઇટન્સમાં રાશિદ ખાન, મોહમ્મદ શમી અને શુભમન ગિલ જેવા ખેલાડીઓ શામેલ છે.

તૂટી ગયું હતું સુરેશ રૈનાનું દિલ

તૂટી ગયું હતું સુરેશ રૈનાનું દિલ

મિસ્ટર આઈપીએલ તરીકે જાણીતા રૈનાની બેઝ પ્રાઈસ માત્ર 2 કરોડ રૂપિયા હતી અને તે પહેલા તે ચેન્નાઈ સુપર કિંગ્સની ટીમનો ભાગ હતો, પરંતુ રૈનાને આઈપીએલ2022માં કોઈ ખરીદનાર મળ્યો ન હતો.

ગયા વર્ષે જ્યારે રૈના CSKનો ભાગ હતો, ત્યારે તેને 11 કરોડ રૂપિયા મળતા હતા. આ વખતે સુરેશ રૈના સિવાય ઓસ્ટ્રેલિયાનોસ્ટીવ સ્મિથ પણ વેચાયા વગરનો રહ્યો છે.

સુરેશ રૈના સાબિત થયો છે, મિસ્ટર આઈપીએલ

સુરેશ રૈના સાબિત થયો છે, મિસ્ટર આઈપીએલ

આઈપીએલના ઈતિહાસમાં કેટલાક એવા બેટ્સમેન રહ્યા છે, જેમણે શરૂઆતથી જ જબરદસ્ત તાકાત બતાવી છે. સુરેશ રૈના પણ આ બેટ્સમેનોમાંનો એક છે.

પ્રથમસિઝનથી જ ચેન્નાઈ સુપર કિંગ્સ તરફથી રમી રહેલા સુરેશ રૈનાનું IPLમાં સતત પ્રદર્શન રહ્યું છે. ચેન્નાઈ સુપર કિંગ્સ સાથે શરૂઆત કર્યા પછી, મધ્યમાં 2 સિઝન માટેગુજરાત લાયન્સ માટે રમનાર સુરેશ રૈનાએ કુલ 205 મેચ રમી છે, જેમાં તેમણે 5528 રન બનાવ્યા છે. રૈનાએ 1 સદી સાથે 39 અડધી સદી ફટકારી હતી.

ક્રિકેટ પ્રેમ? સાબિત કરો. માયખેલ ક્રિકેટ ફેન્ટસી ક્રિકેટ રમો

English summary
Will this IPL team give entry to Raina after CSK's rejection?
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X