For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

પાક.એ ભારતને હરાવી કાંસ્ય પદક પાક્કુ કર્યું

|
Google Oneindia Gujarati News

hockey
મેલબોર્ન, 9 ડિસેમ્બર: ચિર પ્રતિદ્વંધી પાકિસ્તાનના હાથે કાંસ્ય પદક પ્લે ઓફ મુકાબલામાં 2-3થી હાર મેળવી ભારતે એકવાર ફરી ચેમ્પિયન્સ ટ્રોફી ટૂર્નામેન્ટમાંથી ખાલી હાથે પાછા ફરવું પડ્યું હતું.

બીજી તરફ પાકિસ્તાનની ટીમ આઠ વર્ષ બાદ આ ટૂર્નામેન્ટમાં પદક જીતવામાં સફળ રહી છે. પાકિસ્તાન તરફથી મોહમ્મદ રિઝવાન જૂનિયર, શફકત રસૂલ, અને મોહમ્મદ અતીકે અને ભારત તરફથી વી રઘુનાથ, અને રૂપિન્દર પાલસિંહે પેનલ્ટી કોર્નર પર ગોલ કર્યા હતા.

ત્રણ વખતના ચેમ્પિયન્સ ટ્રોફી વિજેતા પાકિસ્તાને આ ટૂર્નામેન્ટમાં છેલ્લે લાહોરમાં 2004માં પદક જીત્યું હતું, ત્યારે તેણે ભારતને હરાવીને જ કાંસ્ય પદક હાંસલ કર્યું હતુ. પાકિસ્તાને ચેમ્પિયન્સ ટ્રોફીમાં પોતાના ચારેય પદક ભારતને હરાવીને જ જીત્યા છે. ભારતે 2002, 2003, 2004 અને હવે 2012માં કાંસ્ય પદક મુકાબલામાં હારનો સામનો કરવો પડ્યો હતો.

લંડન ઓલિમ્પિકમાં છેલ્લા સ્થાને રહેનાર ભારતે વાઇલ્ડ કાર્ડના આધારે ટૂર્નામેન્ટમાં સ્થાન બનાવ્યું હતું. જોકે લાંબા સમયથી હારનો સામનો કરી રહેલા ભારત પાસે જીતવાની તક હતી પરંતુ ભારતની આ હારથી પાકિસ્તાનનો ભારતને હરાવી પદક જીતવાનો રેકોર્ડ યથાવત રહ્યો હતો.

English summary
Pakistan won their first Champions Trophy medal since 2004, beating India 3-2 in the bronze medal play-off, depriving their arch-rivals of their first medal in more than 30 years.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X