પીવી સિંધુએ જીતી ચાઇના ઓપન સીરિઝ, ચીનની સુન યૂ ને હરાવી
ભારતની શટલર ક્વીન પીવી સિંધુએ ચાઇના ઓપન સીરિઝ જીતી લીધી છે...
ભારતની શટલર ક્વીન પીવી સિંધુએ ફરી એક વાર ભારતીયોને વિજયોત્સવ મનાવવાનો મોકો આપ્યો છે. ભારતની આ દીકરીએ ચાઇના ઓપન સુપર સીરિઝમાં જીત મેળવી લીધી છે. સિંધુએ ચીનની સુન યૂ ને 21-11, 17-21, 21-11 થી હરાવીને ખિતાબ પોતાના નામે કરી લીધો છે.

તમને જણાવી દઇએ કે આ પહેલા ઓલિમ્પિક રજત પદક વિજેતા સિંધુએ ચાઇના ઓપન સીરિઝ પ્રીમિયર બેડમિંટન ટુર્નામેંટના ફાઇનલમાં પ્રવેશ કરવા માટે વિશ્વની 7માં ક્રમાંકની દક્ષિણ કોરિયાની ખેલાડી સુંગ જી હ્યૂનને હરાવી હતી. આ રસપ્રદ મેચમાં સિંધુએ જીત માટે આશરે 1 કલાક 24 મિનિટ સુધી સંઘર્ષ કર્યો હતો અને ત્યારબાદ ફાઇનલમાં જગ્યા બનાવી હતી અને આજે આ ખિતાબ પોતાના નામે કરી લીધો છે.












Click it and Unblock the Notifications
