For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ભાવનગર પાસે આવેલા ઘોઘા બીચની રમણીય તસવીરો...

|
Google Oneindia Gujarati News

જ્યારે પણ દરિયા કિનારા પર પ્રવાસ જવાનું આપ વિચારતા હશો તો આપના મનમાં સૌથી પહેલા ગોવા, દિવ અથવા કેરળના કોઇ દરિયા કિનારા નજર સમક્ષ આવી જતા હશે. મુંબઇ, ગોવા અને કેરળ જેવા રાજ્યોના દરિયા કિનારાઓનો પ્રવાસ ખેડવામાં પણ ગુજરાતીઓ જ સૌથી ટોચના ક્રમે આવે છે. પરંતુ આપને જણાવી દઇએ કે ગુજરાતની પાસે પણ સૌથી સૌથી મોટો દરિયા કિનારો છે, અને અન્ય રાજ્યોને ટક્કર આપે તેવા સમુદ્ર તટો અહીં આવેલા છે.

અમે અમારી આ લેખશ્રેણી થકી આપને ગુજરાતના ઘણા દરિયા કિનારાઓથી આપને અવગત કરાવી ચૂક્યા છીએ. આજે એ ક્રમમાં અમે આપને લઇ જઇ રહ્યા છીએ ભાવનગરના ઘોઘા બીચ પર. આમતો ઘોઘા બીચને પ્રવાસન સ્થળ તરીકે વિકસીત કરવામાં આવ્યો નથી માટે અત્રે આપને માણસોની અવરજવર જરા ઓછી જોવા મળશે.

ઘોઘા બીચ ભાવનગરથી માત્ર 20 કિમીના અંતરે આવેલું છે. જેથી અત્રે પિકનીક મનાવવા આવનારાઓની સંખ્યા ક્યારેય ઓછી નથી થતી. સ્થાનિકો પણ આ દરિયા કિનારા પર શાંતિનો અનુભવ કરવા માટે આવી જાય છે. આ બીચ આપને ઘણે-ખરે અંશે દિવ જેવો લાગી આવશે.

ઘોઘા બીચ પાસે એક મહાકાળી માતાનું મંદિર આવેલું છે, જ્યાં લોકો દૂર દૂરથી દર્શન કરવા આવે છે, જ્યારે શનિ-રવિવારે આ મંદિરમાં ઘણી ભીડ જોવા મળે છે. લોકો અહીં આરતીનો પણ લ્હાવો લે છે. જોકે આ બીચને પ્રવાસન સ્થળ તરીકે નહીં વિકસાવતા અહીં આપને એટલી સુવિધાઓ નહીં મળી શકે. પરંતુ એક પિકનીકનો દરિયા કિનારે અનેરો આનંદ ચોક્કસ મેળવી શકશો.

ઘોઘા બીચને જુઓ તસવીરોમાં...

 ઘોઘા બીચ

ઘોઘા બીચ

અમે અમારી આ લેખશ્રેણી થકી આપને ગુજરાતના ઘણા દરિયા કિનારાઓથી આપને અવગત કરાવી ચૂક્યા છીએ. આજે એ ક્રમમાં અમે આપને લઇ જઇ રહ્યા છીએ ભાવનગરના ઘોઘા બીચ પર.

પ્રવાસન સ્થળ નથી

પ્રવાસન સ્થળ નથી

આમતો ઘોઘા બીચને પ્રવાસન સ્થળ તરીકે વિકસીત કરવામાં આવ્યો નથી માટે અત્રે આપને માણસોની અવરજવર જરા ઓછી જોવા મળશે.

પિકનીક સ્થળ

પિકનીક સ્થળ

ઘોઘા બીચ ભાવનગરથી માત્ર 20 કિમીના અંતરે આવેલું છે. જેથી અત્રે પિકનીક મનાવવા આવનારાઓની સંખ્યા ક્યારેય ઓછી નથી થતી.

દરિયા કિનારા પર શાંતિનો અનુભવ

દરિયા કિનારા પર શાંતિનો અનુભવ

સ્થાનિકો પણ આ દરિયા કિનારા પર શાંતિનો અનુભવ કરવા માટે આવી જાય છે. આ બીચ આપને ઘણે-ખરે અંશે દિવ જેવો લાગી આવશે.

બીચ પર એક જહાજ

બીચ પર એક જહાજ

બીચ પર પડેલા એક જહાજની તસવીર.

 મહાકાળી માતાનું મંદિર

મહાકાળી માતાનું મંદિર

ઘોઘા બીચ પાસે એક મહાકાળી માતાનું મંદિર આવેલું છે, જ્યાં લોકો દૂર દૂરથી દર્શન કરવા આવે છે, જ્યારે શનિ-રવિવારે આ મંદિરમાં ઘણી ભીડ જોવા મળે છે. લોકો અહીં આરતીનો પણ લ્હાવો લે છે. જોકે આ બીચને પ્રવાસન સ્થળ તરીકે નહીં વિકસાવતા અહીં આપને એટલી સુવિધાઓ નહીં મળી શકે. પરંતુ એક પિકનીકનો દરિયા કિનારે અનેરો આનંદ ચોક્કસ મેળવી શકશો.

પાકિસ્તાનમાં અમીટ હિન્દુ વારસો: ગોરી મંદિર, થારપારકર, સિંધ

પાકિસ્તાનમાં અમીટ હિન્દુ વારસો: ગોરી મંદિર, થારપારકર, સિંધ

અહીંના મંદિરમાંથી પાર્શ્વનાથની મૂર્તિ મુંબઇમાં લવાઇ હતી. જુઓ તસવીરોમાં...અહીંના મંદિરમાંથી પાર્શ્વનાથની મૂર્તિ મુંબઇમાં લવાઇ હતી. જુઓ તસવીરોમાં...

English summary
Bhavnagar's Ghogha beach is a Best picnic place, see in pics.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X