For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ગુજરાત આવો તો આ સંગ્રહાલયોની ચોક્કસ મુલાકાત લો...

|
Google Oneindia Gujarati News

જેમકે અમે આપને પહેલા પણ અમારા લેખોમાં જણાવી ચૂક્યા છીએ કે હાલમાં ગુજરાતની ગણતરી દેશમાં સૌથી ટોચના પ્રવાસન સ્થળ તરીકે થાય છે. મોદી સરકાર અને અમિતાભ બચ્ચન દ્વારા ગુજરાત પ્રવાસનો કરવામાં આવેલા પ્રચાર થકી પણ ગુજરાતના પ્રવાસન ઉદ્યોગને વેગ મળ્યો છે. ગુજરાતમાં જોવા અને માણવા જેવું એવું ઘણું બધું છે કે અહી આવનાર પ્રવાસી પોતાની સાથે ઘણું બધું લઇને જાય છે. આજે અમે અમારા આ લેખમાં વાત કરવા જઇ રહ્યા છીએ ગુજરાતમાં આવેલા મહત્વના સંગ્રહાલયોની, જેની મુલાકાત એકવાર તો ચોક્કસ લેવી જોઇએ.

ગુજરાતના ભવ્‍ય સંગ્રહાલયોની વાત કરીએ તો તેના ગૌરવપૂર્ણ સાંસ્‍કૃતિક વારસા અને ઐતિહાસિક પરંપરાની ભવ્‍યતાને વાચા આપે છે. આ સંગ્રહાલયો ગુજરાતને સમગ્ર ભારતમાં દ્વિતીય ક્રમાંકે લાવે છે. ગુજરાતમાં આવતા પ્રવાસીઓના દિલ જીતી લેતા આ ભવ્‍ય સાંસ્‍કૃતિક વારસાના સંગ્રહમાં ગુજરાતની પરંપરાગત જીવનશૈલી પ્રતિબિંબિત થાય છે.

રાષ્‍ટ્રપિતા મહાત્‍મા ગાંધીની જન્‍મભૂમિ તેમજ કર્મભૂમિ ગુજરાત પ્રવાસીઓ માટે હંમેશા આકર્ષણનું કેન્‍દ્ર રહ્યું છે. તેમાં અમદાવાદ ખાતે 1951માં સ્‍થપાયેલ ગાંધી સ્‍મારક સંગ્રહાલય મુખ્‍ય છે. જે 1963માં નવા સ્‍વરૂપે, જુદા સ્‍થળે બનાવવામાં આવ્‍યું. આ સંગ્રહાલયમાં ગાંધીજીની રોજીંદી ક્રિયાઓમાં વપરાશમાં આવતી ચીજવસ્‍તુઓને પ્રદર્શન માટે મૂકવામાં આવી છે. ઉપરાંત સંગ્રહાલયમાં રજૂ કરાયેલા ચિત્રો આબેહૂબ વાસ્‍તવિક ઘટનાઓની અનુભૂતિ કરાવે છે. અહીં પુસ્‍તકો, ઉપરાંત ગાંધીજીના લખાણોની હસ્‍તપત્રો, ગાંધીજીએ કરેલા પત્રવ્‍યવહારોની નકલો, ફોટોગ્રાફ્સ ઉપરાંત આશ્રમવાસીઓ સાથેના ચિત્રો જેવી ચીજવસ્‍તુઓ ભારતીય સ્વાતંત્ર ઇતિહાસની અનુભૂતિ કરીવે છે. ખાસ તો ગાંધીજીનો ચરખો અને તેમણે વાપરેલું ટેબલ પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્‍દ્ર બની રહ્યું છે.

આ ઉપરાંત ગુજરાતમાં એવા ઘણા સંગ્રહાલયો છે જેની મુલાકાત એકવાર તો ચોક્કસ લેવી જોઇએ...

કેલિકો ટેક્ષ્‍ટાઇલ સંગ્રહાલય, અમદાવાદ

કેલિકો ટેક્ષ્‍ટાઇલ સંગ્રહાલય, અમદાવાદ

ગુજરાતની આર્થિક રાજધાની અમદાવાદ તેની સદીઓ પુરાણી હાથ-શાળ, વણાટ કામ માટે જગમશહૂર છે. કોટન કાપડના ઉત્‍પાદનમાં ભારતનું મોખરાનું સ્‍થાન રહી ચૂકેલ અમદાવાદમાં કેલિકો ટેક્ષ્‍ટાઇલ સંગ્રહાલય આવેલું છે. જેમાં હાથશાળ, વણાટકામ ઉપરાંત કાપડના કલરકામ સાથે કોટન, રેશમ અને સૂવર્ણ પર થયેલી કળા-કારીગરીનાં ઉત્તમ નમૂનાઓનો સંગ્રહ છે. સત્તરમી સદીનાં હાથશાળની કારીગરીને પ્રતિબિંબિત કરતું લાકડાના નકશીકામની સજાવટવાળું આ સંગ્રહાલય તેની આગવી ગોઠવણી અને નમૂનાની રજૂઆતોમાં વિખ્‍યાત બનેલું છે.

કચ્‍છ મ્‍યુઝિયમ

કચ્‍છ મ્‍યુઝિયમ

ગુજરાતનું સૌથી પુરાણું સંગ્રહાલય છે. ઇ.સ. 1877માં નિર્માણ પામેલું આ સંગ્રહાલય ફર્ગ્‍યુસન સંગ્રહાલય નામે પ્રચલિત છે. બ્રિટીશ હકુમત સમયે સર જેમ્‍સ ફર્ગ્‍યુસને આ સંગ્રહાલયની વ્‍યવસ્‍થા કરી હતી. આ સંગ્રહાલયમાં સોના-ચાંદીના ઘરેણાંના નમૂના તેના ડિઝાઇન, શાળકામ, યુદ્ધ શસ્‍ત્રોના નમૂના, પુરાતત્‍વીય ઇતિહાસના નમૂના, પ્રાણીના અવશેષો અને અન્‍ય સાધનસામગ્રી ઉપરાંત વહાણ-વ્‍યવહાર સાથે જોડાયેલ સંસ્‍કૃતિ અને સભ્‍યતાની રજૂઆત અહીં કરવામાં આવી છે.

માનવ સંસ્‍કૃતિનું સંગ્રહાલય

માનવ સંસ્‍કૃતિનું સંગ્રહાલય

‘ભારતીય સંસ્‍કૃતિ દર્શન' નામે પ્રખ્‍યાત માનવ-સંસ્‍કૃતિના પૂર્ણ દરજ્જાને તાદ્રશ્‍ય કરતું આ સંગ્રહાલય ભૂજ ખાતે આવેલું છે. કચ્‍છની ગ્રામીણ સંસ્‍કૃતના 4500થી વધુ નમૂના દર્શાવતા સંગ્રહાલયમાં સંસ્‍કૃતિ કળાના પુસ્‍તકો, અને અન્‍ય સામગ્રી ઉપલબ્‍ધ છે. કુલ મુખ્‍ય પાંચ વિભાગોમાં વહેંચાયેલું છે. મધ્‍યખંડમાં સાહિત્‍ય ચિત્ર વિભાગમાં અલભ્‍ય સાહિત્‍યનો ખજાનો છે. ખૂબ જ કલાત્‍મક ચર્મકામ, સંગીતકળાના વાદ્યોના નમૂના ખૂબજ આકર્ષક અને ભવ્‍ય રીતે રજૂ કરાયેલા છે. જે તે સમયની કિંમતી ચીજ વસ્‍તુઓ, ઉપરાંત સોનું - ચલણી નાણું વગેરેને સુરક્ષિત રીતે સંગ્રહવા માટે ‘કોઠાર' નું નિર્માણ અને તેની બનાવટ આકર્ષણનું કેન્‍દ્ર બન્‍યું છે.

સરદાર વલ્‍લભભાઇ પટેલ રાષ્‍ટ્રીય સ્‍મારક

સરદાર વલ્‍લભભાઇ પટેલ રાષ્‍ટ્રીય સ્‍મારક

સાબરમતી નદી કિનારે શાહીબાગ ખાતે સરદાર વલ્‍લભભાઇ પટેલ રાષ્‍ટ્રીય સ્‍મારક આવેલું છે. ભારતની આઝાદીના જંગમાં લોહપુરુષ સરદાર વલ્‍લભભાઇ પટેલનો ફાળો અને તેમની નેતાગીરીના સંસ્‍મરણો આ સંગ્રહાલયમાં જળવાયેલા છે. તેમના જીવન અને કાર્યોની નોંધનો સંપૂર્ણ ઇતિહાસ આ સંગ્રહાલયમાં સાચવવામાં આવેલો છે. અગાઉ રાજભવન તરીકે ઓળખાતી આ ઇમારત તેની ભવ્‍યતા અને સ્‍થાપત્‍ય કળામાં બેનમૂન છે.

વડોદરા સંગ્રહાલય

વડોદરા સંગ્રહાલય

કળા અને શિલ્‍પ સ્‍થાપત્‍યના બેનમૂન અને આકર્ષક નમૂનાનો સંગ્રહ અહીં જોવા મળે છે. ઇતિહાસ, ભૂસ્‍તરશાસ્‍ત્ર અને જુદી જુદી માનવ સંસ્‍કૃતિના સ્‍વરૂપને આલેખતું આ ભવ્‍ય સંગ્રહાલય ગાયકવાડી, યુરોપીય અને મુઘલ સામ્રાજ્યના અમૂલ્‍ય નમૂનાને રજૂ કરે છે.

સંસ્કાર કેન્દ્ર, અમદાવાદ

સંસ્કાર કેન્દ્ર, અમદાવાદ

સંસ્કાર કેન્દ્ર એ અમદાવાદ ખાતે આવેલું અને પ્રખ્યાત ફ્રેંચ આર્કિટેક્ચર લે કોર્બુઝીયેએ બનાવેલું સંગ્રહાલય છે. આ સંગ્રહાલય અમદાવાદના ઇતિહાસ, કળા, સંસ્કૃતિ અને સ્થાપત્ય અંગેની જાણકારી આપે છે. આ પ્રાંગણ સરદાર પુલના પશ્ચિમ છેડે પાલડી ખાતે આવેલું છે.

પતંગ સંગ્રહાલય

પતંગ સંગ્રહાલય

‘પતંગ ઉત્‍સવ' ગુજરાતની આગવી ઓળખ છે. વિશ્વ ફલક પર પતંગના શોખને ઉત્‍સવમાં પરિવર્તિત કરી વિશ્વભરમાં ફેલાયેલા પતંગ રસિયાઓ ગુજરાતના મહેમાન બની ચૂક્યા છે. પતંગ સંસ્‍કૃતિને ઉજાગર કરતું ‘પતંગ સંગ્રહાલય' પતંગનો એક હજાર વર્ષ જૂનો ઇતિહાસ દર્શાવે છે. પતંગના વિવિધ નમૂના અને ઐતિહાસિક દસ્‍તાવેજો સાથે તેની પ્રતિકૃતિઓ જોવા-માણવા માટે વિશ્વના પ્રવાસીઓ માટે ‘પતંગ સંગ્રહાલય' આકર્ષણનું કેન્‍દ્ર બન્‍યું છે. 'પતંગ સંગ્રહાલય' એ સંસ્કાર કેન્દ્રની અંતર્ગત જ આવેલું છે.

ભાવનગર પાસે આવેલા ઘોઘા બીચની રમણીય તસવીરો...

ભાવનગર પાસે આવેલા ઘોઘા બીચની રમણીય તસવીરો...

તસવીરો...જોવા માટે ક્લિક કરો...તસવીરો...જોવા માટે ક્લિક કરો...

English summary
When you come in Gujarat, must visit this wonderful museums.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X