For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

iPhoneનું વેચાણ વધવા છતાં Appleનો નફો ઘટ્યો

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી, 29 ઓક્ટોબર : કોમ્પ્યુટર અને મોબાઇલ ફોન બનાવનારી કંપની એપ્પલે તેના ચોથા ત્રિમાસિક ગાળામાં સાડા સાત અબજ ડોલરનો નફો થયો હોવાની જાહેરાત કરી છે. જો કે નફામાં આ 26 ટકા વધારાની સાથે આઇફોનનું વેચાણ 3 કરોડ 38 લાખ ડોલર થયું છે. જો કે સતત ત્રીજા ત્રિમાસિક ગાળામાં એપ્પલના નફામાં ઘટાડો નોંધાયો છે.

એપ્પલનો વાર્ષિક નફો જોઇએ તે ઘટીને 37 અબજ ડોલર જેટલો થઇ ગયો છે. છેલ્લા 11 વર્ષમાં આવું પહેલીવાર બન્યું છે કે જ્યારે કંપનીની વાર્ષિક આવકમાં આટલો મોટો ઘટાડો નોંધાયો હોય. આમ છતાં કંપનીના કાર્યકારી અધિકારી ટીમ કૂકનું કહેવું છે કે આવકની બાબતમાં કંપનીની સ્થિતિ પહેલા કરતા મજબૂત બની છે.

apple-5s-5c

માર્કેટના વિશ્લેષકો તેનાથા ખાસ રાજી નથી. તેમનું માનવું છે કે આગામી સમયમાં પણ કંપનીની આવક ઘટી શકે છે. આ સામે કંપનીનો દાવો છે કે આવતા વર્ષે તેની આવક 55થી 58 અબજ ડોલરની વચ્ચે પહોંચી જશે. એપ્પલે સાથે જણાવ્યું છે કે આવનારા થોડા સપ્તાહોમાં તે આવકનો આ હિસ્સો શેરધારકોના ખિસ્સા સુધી પહોંચાડશે.

English summary
Apple's quarterly profit fall despite rising iPhone sales
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X