For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ગુજરાતના નાના વેપારીઓની મદદ કરશે ગૂગલ

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી, 21 સપ્ટેમ્બર: ગુજરાતના નાના અને મધ્યમ વેપારીઓ હવે પોતાના ધંધાની જાણકારી ઓનલાઇન કરવા જઇ રહ્યાં છે. સર્ચ એન્જિન ગૂગલ હવે ગુજરાતના વેપારીઓની જાણકારી ઓનલાઇન આપવ જઇ રહી છે. પોતાની જાણકારી મફતમાં લોકો સુધી પહોંચાડવાથી વેપારીઓ પણ ખુશ છે.

ભારતમાં 15 કરોડ લોગ ઇન્ટરનેટનો ઉપયોગ કરી રહ્યાં છે, જેમાંથી 10 ટકા લોકો ફક્ત ગુજરાતમાંથી છે. આ વાતને ધ્યાનમાં રાખતાં ગૂગલે ગુજરાતના વેપારીઓને ઇન્ટરનેટના ઉપયોગના ફાયદા સમજાવ્યા હતા. ગૂગલે તેમને કહ્યું હતું કે કેવી રીતે આ ઇન્ટરનેટના માધ્યમથી પોતાની પ્રોડક્ટસની ખૂબીઓને લોકો સુધી પહોંચાડી શકે છે.

google

ગૂગલ લગભગ 2 વર્ષમાં દેશના 7200 શહેરોના 2.5 લાખ નાના-મોટા વેપારીઓ અને ઉદ્યમીઓ માટે ઓનલાઇન બિઝનેસ શરૂ કરી ચૂક્યા છે. ગુજરાતમાં જ 5000 નાના વેપારીઓએ વેબસાઇટ બનાવી છે. હવે ગૂગલે આગામી એક વર્ષમાં 50000 વેપારીઓ માટે વેબસાઇટ બનાવવાનું લક્ષ્ય રાખ્યું છે. અત્યારે ગૂગલ વેબસાઇટ બનાવવા માટે પૈસા લઇ રહી નથી, પરંતુ તેનું કહેવું છે કે જો ઓનલાઇન થવાથી કોઇ વેપારીનો ધંધો 50 ટકા વધી જાય છે તો તેને વધારવા માટે તે ગૂગલની મદદ માંગે છે, તો ગૂગલ તેની પાસેથી ચાર્જ વસૂલ કરી શકે છે.

ફક્ત 15 મિનિટમાં ગૂગલ આ નાના વેપારીઓની વેબસાઇટ મફતમાં તૈયાર કરી આપી રહી છે. ગૂગલના અનુસાર દેશભરમાં લગભગ 70 લાખ નાના અને મધ્યમ કદના વેપારીઓ છે અને ગૂગલ તેમને થોડા વર્ષોમાં ઝડપથી આવા લોકોને ઇન્ટરનેટના માધ્યમથી દેશ અને દુનિયા સુધી પહોંચાડી દેશે.

English summary
Google India has announced about its plan to get 50,000 small medium businesses in Gujarat online by end of 2014.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X