For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ભારતમાં ટેક્સ ફ્રી બોન્ડ્સ ક્યાંથી ખરીદી શકાય?

|
Google Oneindia Gujarati News

જે લોકો ટેક્સ બચાવવા માંગતા હોય તેઓ એવા રોકાણ સાધનો ઇચ્છે છે જેમાં ટેક્સની બચત થતી હોય. ભારતમાં એવા બચત સાધનો ઘણા ઓછા છે, જેમાં વ્યાજની આવક પર ઇન્કમ ટેક્સ લાગતો ના હોય. તેમાંથી એક લોકપ્રિય સાધન પીપીએફ છે. જ્યારે બીજું સાધન ટેક્સ ફ્રી બોન્ડ્સ છે. અન્ય લોકપ્રિય બચત સાધનો જેવા કે બેંક ડિપોઝિટ, કંપની ફિક્સ્ડ ડિપોઝિટ, એનએસસી, પોસ્ટ ઓફિસ એમઆઇએસ વગેરેમાં વ્યાજ પર ઇન્કમ ટેક્સ લાગે છે. આ કારણે જો આપ હાઇએસ્ટ ઇન્ટરેસ્ટ બ્રેકેટમાં આવતા હોવ તો આપ માટે ટેક્સ ફ્રી બોન્ડ્સમાં રોકાણ કરવાનું એક ઓપ્શન છે.

ભારતમાં ટેક્સ ફ્રી બોન્ડ્સ કયા છે?
છેલ્લા કેટલાક વર્ષોમાં સરકારી માલિકીની સંસ્થાઓ જેવી કે નેશનલ હાઇવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા, ઇન્ડિયન રેલવેસ ફાઇનાન્સ કોર્પોરેશન, રૂરલ ઇલેક્ટ્રિફિકેશન કોર્પોરેશન ઓફ ઇન્ડિયા, હાઉસિંગ એન્ડ અર્બન ડેવેલપમેન્ટ કોર્પોરેશન વગેરે ટેક્સ ફ્રી બોન્ડ્સ છે.

investment-6

જ્યારે પણ ઇશ્યુ ઓપન થાય ત્યારે આ સંસ્થાઓ 7થી 9.05 ટકાનો કુપન રેટ ઓફર કરે છે. તેના વ્યાજની આવક કર મુક્ત હોય છે. જે લોકો આ ટેક્સ ફ્રી તક ચૂકી ગયા હોય તેઓ માર્કેટમાંથી ખરીદી શકે છે.

ટેક્સ ફ્રી બોન્ડ્સ કેવી રીતે ખરીદી શકાય?
આ તમામ બોન્ડ્સ બોમ્બે સ્ટોક એક્સચેન્જમાં કે નેશનલ સ્ટોક એક્સચેન્જમાં લિસ્ટેડ છે. આ બોન્ડ આપ શેર્સ ખરીદતા હોવ તેવી જ રીતે ખરીદી શકો છો. ઉદાહરણ તરીકે આપ ઓનલાઇન ખરીદી કરતા હોવ તો આપ હુડકો ટેક્સ ફ્રી બોન્ડ ખરીદી શકો છો. જેમાં આપે માત્ર HUDCO ટાઇપ કરવાનું રહે છે. જેમાં આપ હુડકોના વિવિધ ટેક્સ ફ્રી બોન્ડ્સ જોવા મળશે.

અથવા આપ આપના બ્રોકરને પણ જે તે ટેક્સ ફ્રી બોન્ડ્સ ખરીદવાનું કહી શકો છો.આ માટેની કિંમત આપ NSEની વેબસાઇટ પર જોઇ શકાશે. આપ સિક્યુરિટિઝ ઇન્ફોર્મેશન ટાઇપ કરીને તેની મેચ્યોરિટી, ઇન્ટરેસ્ટ રેટ્સ, ઇન્ટરેસ્ટ પેમેન્ટ ડેટ વગેરે વિગતો આવે છે.

આમ છતાં આપે કેટલીક બાબતોનું ધ્યાન રાખવું જરૂરી છે. પ્રથમ બાબત એ કે ટેક્સ ફ્રી બોન્ડ્સમાં હાઇ લિક્વિડિટી હોતી નથી. આનો અર્થ એ થયો કે આપ મોટા જથ્થામાં તે ખરીદી શકતા નથી. આ કારણે આપ જે ખરીદો તે ધ્યાનમાં રાખીને ખરીદવી જોઇએ.

English summary
How and Where to Buy Tax Free Bonds in India?
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X