For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

IMFના ચીફ ઈકોનોમિસ્ટ ગીતા ગોપીનાથે દેશની અર્થવ્યવસ્થા માટે આપ્યા બે સૂચન

આંતરરાષ્ટ્રીય મુદ્રાકોષ (આઈએમએફ)માં ભારતીય મૂળના ચીફ ઈકોનોમિસ્ટ ગીતા ગોપીનાથે દેશની સતત બગડતી અર્થવ્યવસ્થા માટે બે રસ્તા સૂચવ્યા છે.

|
Google Oneindia Gujarati News

આંતરરાષ્ટ્રીય મુદ્રાકોષ ( આઈએમએફ)માં ભારતીય મૂળના ચીફ ઈકોનોમિસ્ટ ગીતા ગોપીનાથે દેશની સતત બગડતી અર્થવ્યવસ્થા માટે બે રસ્તા સૂચવ્યા છે. મંગળવારે ગીતા તરફથી માત્ર દેશન વિકાસના દર માટે સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી છે પરંતુ તેમણે દેશમાં ઢાંચાગત સુધારા માટે પણ મહત્વની વાતો કહી છે. તમને જણાવી દઈએ કે સતત ઘટતા વિકાસ દરના કારણે કેન્દ્ર સરકાર વિપક્ષી અને અર્થશાસ્ત્રીઓના નિશાના પર છે. ગીતાને ગયા વર્ષે જ ચીફ ઈકોનોમિસ્ટની જવાબદારી સોંપવામાં આવી છે.

શું કરવાનુ રહેશે ભારતે

શું કરવાનુ રહેશે ભારતે

આઈએમએફે મંગળવારે ભારતના આર્થિક વિકાસ દરને આ નાણાકીય વર્ષ માટે સાત ટકાથી ઘટાડીને 6.1 ટકા સુધી કરી દીધુ છે. જુલાઈમાં સંસ્થા તરફથી સાત ટકાના વિકાસ દરનુ અનુમાન લગાવવામાં આવ્યુ હતુ. ગીતાએ મંગળવારે કહ્યુ કે ભારતે દરોમાં ઘટાડો કરવો પડશે અને સાથે જ અર્થવ્યવસ્થા સુધારવા માટે હજુ વધુ સુધારાની જરૂર પડશે. તેમણે મીડિયાને કહ્યુ, ‘સરકારે અમુક જરૂરી પગલા જરૂર ઉઠાવ્યા છે પરંતુ હજુ ઘણુ કરવાનુ બાકી છે. આમાં કોમર્શિયલ બેંકોથી બેલેન્સ શીટને ઠીક કરવી અને નાણાંકીય અસંવેદનશીલતાથી લઈને વિકાસ પર નકારાત્મક અસરને પણ ઘટાડવી પડશે.'

સરકારે કરવુ પડશે ઘણુ બધુ

સરકારે કરવુ પડશે ઘણુ બધુ

ગીતાએ આગળ કહ્યુ, ‘રાજસ્વ તરફથી જો વાત કરીએ તો કૉર્પોરેટ ટેક્સને ખતમ કરવા જેવા અમુક પગલા સરકારે ઉઠાવ્યા છે. પરંતુ હજુ સુધી આ વાતનુ કોઈ એલાન થયુ નથી કે આને હવે કેવી રીતે પૂરુ કરવામાં આવશે. એવામાં રાજસ્વ વિશે અનુમાન છે કે આ આશાવાદી છે પરંતુ ભારતને હજુ રાજકોષીય નુકશાનને કાબુમાં રાખવુ પડશે.' ગીતા ગોપીનાતે જણાવ્યુ કેઆ સમય દુનિયાના અમુક દેશોમાં પણ અર્થવ્યવસ્થાના દરમાં ઘટાડો જોવા મળ્યો છે. ગીતાની માનીએ તો ભારતમાં વર્ષ 2019માં આર્થિક દર નબળો થઈ ગયો છે કારણકે કૉર્પોરેટ અને પર્યાવરણીય નિયામક અનિશ્ચિતતા વ્યાપ્ત છે. નૉન-બેંક ફાઈનાન્સિયલ સેક્ટર માટે પણ ચિંતાઓ છે અને માંગ પર પણ દબાણ વધી રહ્યુ છે.

આ પણ વાંચોઃ અયોધ્યા કેસઃ શું હોય છે મોલ્ડિગ ઑફ રિલીફ? જેના પર SCમાં છેલ્લા દિવસે થઈ શકે સુનાવણીઆ પણ વાંચોઃ અયોધ્યા કેસઃ શું હોય છે મોલ્ડિગ ઑફ રિલીફ? જેના પર SCમાં છેલ્લા દિવસે થઈ શકે સુનાવણી

શું છે ગીતાની જવાબદારી

શું છે ગીતાની જવાબદારી

ગીતાને ગયા વર્ષે આઈએમએફના રિસર્ચ ડિપાર્ટમેન્ટમાં ઈકોનૉમિક કાઉન્સિલર અને ડાયરેક્ટર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. આ વિભાગનો રોલ સંસ્થામાં સૌથી મહત્વનો છે. આઈએમએફના રિસર્ચ ડિપાર્ટમેટ દુનિયાભરની અર્થવ્યવસ્થાઓ પર અભ્યાસ કરીને સભ્ય દેશો માટે જરૂરી નીતિઓ તૈયાર કરે છે. સાથે એ મુદ્દાઓ પર રિસર્ચને અંજામ આપે છે જે આઈએમએફ માટે મહત્વના હોય છે. આ ઉપરાંત દુનિયાની અર્થવ્યવસ્થા આગલા અમુક વર્ષોમાં કેવી હોય એ વિશે પણ અનુમાન લગાવવુ કે ભવિષ્યવાણી કરવી આઈએમએફનું જ કામ છે. ગીતા, રિઝર્વ બેંક ઑફ ઈન્ડિયા એટલે કે આરબીઆઈના પૂર્વ ગવર્નર રઘુરામ રાજન બાદ બીજી ભારતીય છે જેને આ વિભાગની જવાબદારી સોંપવામાં આવી છે.

English summary
Indian origin IMF chief economist Gita Gopinath asks India to cut rates to revive economy.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X